Translate to...

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી




વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOના ચીફ ટેડ્રોસ એડનોમ ગેબ્રેયેસસે કોરોના વાઈરસ કંટ્રોલ અંગે મુંબઈના ધારાવીને એક ઉદાહરણ તરીકે રજુ કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, ધારાવીમાં સ્થિતિ ખરાબ હતી, પરંતુ ઝડપથી કાર્યવાહી કરીને આ સ્થિતિ કંટ્રોલમાં લાવવામાં આવી છે. ગેબ્રેયેસસના જણાવ્યા પ્રમાણે, કોમ્યુનિટી એન્ગેજમેન્ટ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઈસોલેટિંગ અને તમામ બિમારીઓની સારવાર પરફોકસ કરીને કોરોનાની ચેઈન તોડવા અને સંક્રમણને ખતમ કરવું શક્ય છે.આવો જાણીએમુંબઈના ધારાવીમાં કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને સંક્રમણ પર કાબૂ મેળવાયો હતો.

ટ્રિપલ ટી પ્લાન સૌથી કારગર સાબિત થયો6 લાખથી વધુ વસ્તી વાળી એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી ધારાવીમાં કોરોના સામે લડવા માટે BMC તરફથી ટ્રિપલ ટી એટલે કે ટ્રેસ-ટેસ્ટ-ટ્રીટમેન્ટના ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ કરીને દક્ષિણ કોરિયા લગભગ પુરી રીતે કોરોના મુક્ત બની ગયું છે.

ચેસ ધ વાઈરસઃએક્શન પ્લાનધારાવી મુંબઈના જી-નોર્થ વોર્ડમાં આવે છે. અહીંયાના આસિસટન્ટ કમિશનર કિરણ દિધાવકરના જણાવ્યા પ્રમાણે, ધારાવી માટે ચેસ ધ વાઈરસના નામે એક એક્શન પ્લાન બનાવાયો હતો. જેમાં ઘણા વિસ્તારોનું સ્ક્રીનિંગ, ફીવર ક્લિનીકની સ્થાપના, સર્વે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ સામેલ છે.

ટ્રેસ કરીને લોકોને ક્વોરન્ટિન કરવામાં આવ્યાBMCના સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓએ દરેક ઝૂપડપટ્ટીમાં જઈને લોકોનું સ્ક્રીનિંગ કર્યું. લક્ષણો વાળા લોકોને આઈસોલેટ કર્યા અને ટેસ્ટ કરવાનું શરૂ કર્યું. અહીયાની શાળા, કોલેજને ક્વોરન્ટિન સેન્ટર બનાવાયા. અહીંયા સતત ડોક્ટર્સ, નર્સને 3 ટાઈમનું જમવાનું આપવામાં આવ્યું. અત્યાર સુધી લગભગ 12 હજાર લોકોને ઈંસ્ટિટ્યૂશનલ ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. કુલ 12 ક્વોરન્ટિન સેન્ટર બનાવાયા હતા, જેમાંથી 3 દર્દી ઓછા થયા પછી બંધ થઈ ગયા છે.

લગભગ દોઢ હજાર લોકોની ટીમ અહીંયા તહેનાત હતીધારાવી માટે BMCએ 2450 લોકોની એક ટીમ તહેનાત કરી હતી. જે લોકોને ટ્રેસ કરીને ટેસ્ટ કરવા અને ટ્રીટમેન્ટ કરવાનું કામ કરી રહી હતી. જેમાં ડોક્ટર, નર્સની સાથે સાથે સેનેટાઈઝેશનવાળા અને સફાઈકર્મી પણ સામેલ હતા. આ સાથે જ 1250 લોકોની કોન્ટ્રેક્ટ મેડિકલ ટીમ પણ અહીંયા લાગેલી હતી. આ લોકો મોટાભાગે સ્ક્રીનિંગનું કામ કરતા હતા.

ટોયલેટ પર ફોકસસંક્રમણ વધવાનું સૌથી મોટું કારણ અહીંયાના સાર્વજનિક શૌચાલયને માનવામાં આવી રહ્યું છે. જેનો લગભગ 80% લોકો ઉપયોગ કરે છે. અહીંયા લગભગ 450 ટોયલેટ્સ છે. BMCકર્મીઓએ આ ટોયલેટ્સને દિવસમાં 5 થી 6 વખત સેનેટાઈઝ કરવાનું શરૂ કર્યું. દરેક ટોયલેટની બહાર હેન્ડવોશ રાખવામાં આવ્યું હતું. પ્રાઈવેટ કંપનીઓની મદદથી અહીંયા મફતમાં હાથ ધોવાના સાબુનું વિતરણ કરાયું હતું.

પહેલા દિવસમાં 100થી વધુ કેસ આવતા હતા, હવે માત્ર 2 કેસપહેલી એપ્રિલે ધારાવીમાં પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારપછી દર સપ્તાહે લગભગ 100 કેસ સામે આવ્યા હતા. હવે આ સંખ્યા બિલકુલ નીચલા સ્તરે આવીને 2 થઈ ગઈ છે.







એશિયાની સૌથી મોટી ઝૂપડ પટ્ટી ધારાવીમાં પહેલો કેસ પહેલી એપ્રિલે આવ્યો હતો. ત્યારપછી સપ્તાહમાં દરરોજ લગભગ 100 દર્દી મળ્યા. હવે ધીમે ધીમે સંખ્યા 2એ પહોંચી છે. અહીંયા સતત સેનેટાઈઝેશન કરાઈ રહ્યું છે(ફાઈલ તસવીર)