ચાઇનીઝ એપ્સમાં કામ કરતાં 3500 કર્મચારીઓની નોકરીઓ જોખમમાં, અનેક લોકોએ હાયરિંગ એજન્સીને રિઝયુમ મોકલ્યા

ચાઇનીઝ એપ્સમાં કામ કરતાં 3500 કર્મચારીઓની નોકરીઓ જોખમમાં, અનેક લોકોએ હાયરિંગ એજન્સીને રિઝયુમ મોકલ્યા



ભારતમાં 59 ચાઇનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુકાયા બાદ આ એપ્સમાં કામ કરતાં લગભગ 3500 કર્મચારીઓની નોકરી ઉપર જોખમ ઉભું થયું છે. જોકે, તાત્કાલિક અસરથી નોકરીઓ જશે નહિ પરંતુ જો પ્રતિબંધ લાંબા સમય સુધી ચાલશે તો નોકરી ગુમાવવાનો ભય છે.

પ્રતિબંધ બાદ નવી નોકરી શોધતા કર્મચારીઓએક હાયરિંગ ફર્મના જણાવ્યા મુજબ, પ્રતિબંધની જાહેરાત બાદથી ચાઇનીઝ એપમાં કામ કરતાં અનેક કર્મચારીઓના રિઝયુમ તેઓને મળી રહ્યા છે. હાયરિંગ કંપનીઓ મુજબ કર્મચારીઓમાં નોકરી જવાનો ભય સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં તેઓ નવી નોકરી ગોતાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કંપનીઓ આવતા ક્વાર્ટર પછી ભરતી અંગે વિચારશેહાયરિંગ ફર્મના કહેવા મુજબ, અત્યારે ડિજીટલ પ્રોફાઇલની માગ છે. એવામાં દરેક માટે આ સમયે બદલાવ કરવો શક્ય નથી. અત્યારે માર્કેટ ખરાબ છે, મોટી સંખ્યામાં લોકો નોકરીઓ શોધી રહ્યા છે. એવામાં આ લોકો માટે સમસ્યા ઉભી થઇ શકે છે. વર્તમાન સંકટને જોતા, મોટાભાગની કંપનીઓ આવતા ત્રિમાસિક ગાળા પછી કર્મચારીઓની ભારતીને લઈને વિચારણા કરશે.

બાઈટ ડાન્સકર્મચારીઓની સંખ્યા 3000 કરવાની હતીટિકટોકની પેરેન્ટ કંપની બાઈટ ડાન્સના ભારતમાં 2000 કર્મચારીઓ છે. આમાં ફંક્શન, માર્કેટિંગ, સેલ્સ, કન્ટેન્ટ મેનેજ, ડેટા એનાલિસીસ, HR, ટેલેન્ટ એક્વિઝીશન, સ્ટ્રેટેજી એન્ડ ગ્રોથ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સંબંધિત કર્મચારીઓ છે. બાઈટ ડાન્સના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ, આ વર્ષના અંત સુધીમાં કંપની કર્મચારીઓની સંખ્યા વધારીને 3000 કરવાની હતી. અમે અત્યારે આ પ્લાનને સાઈડમાં રાખવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેમની નોકરી જોખમમાં નથી અને નોકરી ન છોડવા સલાહ આપવામાં આવી છે. ન કોઈની નોકરી જશે, ના છટણી થશે.







Jobs of 3500 employees working in Chinese apps at risk, many send resume to hiring agency