ચા અને પાન-ફાકીની દુકાનમાંથી માત્ર પાર્સલ જ મળશે, વેપારીઓએ કહ્યું નિયમને આવકારીએ છીએ પણ શાકભાજીમાં આવું થવું જોઇએ

ચા અને પાન-ફાકીની દુકાનમાંથી માત્ર પાર્સલ જ મળશે, વેપારીઓએ કહ્યું નિયમને આવકારીએ છીએ પણ શાકભાજીમાં આવું થવું જોઇએ



રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ-34ની રૂએ શહેરમાં પાન, માવા, ચા (ટી-સ્ટોલ)ની દુકાનો -લારીઓ તથા નાસ્તાની લારીઓએથી ગ્રાહકોએ જે-તે વસ્તુ ખરીદી લઇ જતા રહેવાની (TAKE AWAY) વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે જરૂરી હુકમ કર્યો છે. ત્યારે દિવ્યભાસ્કરે પાનના ગલ્લા અને ચાની દુકાનોના વેપારીઓ અને ગ્રાહકો સાથે વાતચીત કરી હતી. જેમાં રાજેશ પાનના માલિક રાજુભાઇએ જણાવ્યું હતું કે, અમે આ નિયમને આવકારીએ છીએ. પરંતુ શાકભાજી, મેડિકલ, બેંકો કરિયાણાની દુકાનોમાં પણ ભીડ જામે છે તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવું મારૂ માનવું છે.

ચાની દુકાન ધરાવતા વેપારી

ચાના વેપારીએ કહ્યું પાર્સલ આપીએ છીએ અને માસ્ક પહેરાવીએ છીએરાજકોટના રેસકોર્સ પાસે આવેલી ચાની દુકાન ધરાવનારે જણાવ્યું હતું કે, કમિશનરે નિર્ણય જાહેર કર્યો છે. તે આવકારદાયક છે. અહીં અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન ગ્રાહકોને કરાવીએ છીએ. પાર્સલ આપી દેવામાં આવે છે અને ગ્રાહકો જતા રહે છે. જે ગ્રાહકે માસ્ક ન પહેર્યું હોય તેને માસ્ક પહેરાવીએ છીએ. જ્યારે પાનની દુકાન ધરાવતા રમેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાના કેસ વધતા જાય છે તેને લઇને કમિશનરે જે નિર્ણય લીધો છે તે બરાબર છે. અમે પણ અત્યારે ગ્રાહકોને પાર્સલ સેવા જ ચલાવીએ છીએ. પાર્લસ આપી તેને તરત રવાના કરી દઇએ છીએ. ગ્રાહકો પણ સપોર્ટ કરે છે પાર્સલ લઇને જતા રહે છે.

ગ્રાહકે પણ આ નિયમને આવકાર્યો

ગ્રાહકે કહ્યું પાનની દુકાને પાર્સલ જ આપવામાં આવે છેગ્રાહક કારીયા પૃથ્વીએ જણાવ્યું હતું કે, કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે તે બરાબર જ છે. પાનની દુકાને અત્યારે હું ફાકી લેવા આવ્યો છું અને દુકાનદાર પાર્સલ જ આપે છે. એક એક મીટરના અંતરે જ ગ્રાહકોને ઉભા રાખવામાં આવે છે. પાંચથી વધુ લોકોને એકઠા થવા દેતા નથી.







રાજકોટમાં પાનની દુકાનોમાં પાર્સલ લઇ ગ્રાહકો રવાના થાય છે