ઘોઘાથી હજીરા સુધી રો-રો ફેરી પ્રોજેક્ટને સરકારની મંજૂરી, 3 મહિનામાં શરૂ થવાની સંભાવના

ઘોઘાથી હજીરા સુધી રો-રો ફેરી પ્રોજેક્ટને સરકારની મંજૂરી, 3 મહિનામાં શરૂ થવાની સંભાવનાઆગામી 3 માસમાં ઘોઘા-હજીરા રો રો ફેરી શરૂ થઈ શકે છે.ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી રો-રો ફેરી પ્રોજેક્ટને સરકારી મંજૂરી મળી જતા આ પ્રોજેકટ આગામી અમલી બની અને રો રો ફેરી શરૂ થઈ શકે છે.ઘોઘા-હજીરા રો રો ફેરીનો પ્રોજેકટ અદાણી હજીરા પ્રાઇવેટ લિમિટેડની તરફેણમાં મંજૂર કરવામાં આવ્યો છે.ઘોઘા- હજીરા રો રો ફેરીનું કામ હવે અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યું છે. જેથી ઘોઘાથી હજીરા વચ્ચેનું 57 નોટીકલ માઇલનું અંતર 4 કલાકમાં કાપી શકાશે. કેન્દ્રના શિપિંગ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટરાજ્ય સરકાર પાસેથી હસ્તગત કર્યા બાદ હવે ઝડપથી આ કામ આગળ વધારવામાં આવશે. ચોમાસું પૂરૂ થતાની સાથે જ રો-રો કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.ઘોઘા-દહેજ રો રો ફેરીમાં અનેક અડચણો આવી હતીઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસનું ખાતમુહૂર્ત તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જાન્યુઆરી 2012ના રોજ કર્યું હતું. તે સમયે રોકાણનો આંકડો 296 કરોડની આસપાસનો હતો. 22 ઓક્ટોબર 2017માં રો રો પેસેન્જર સેવા શરૂ કરવામાં આવી અને સપ્ટેમ્બરમાં હવામાનના કારણે બંધ થઇ ગઇ હતી. આમ શરૂઆતથી રો રો ફેરી સર્વિસ શરૂ અને બંધ થવા લાગી. ડ્રેજિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો અને ઊંડાઈ મળે તેટલું ડ્રેજિંગ થયું નહીં અને નર્મદા કે અન્ય કારણોસર દહેજમાં કાંપની આવક શરૂ રહેતી હતી.ડ્રેજિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં જહાજને જરૂરી પૂરતો ડ્રાફ્ટ મળતો ન હતો તેના કારણે રો રો ફેરી સર્વિસ અનિશ્ચિત મુદ્દત માટે બંધ થઈત્યારે સવાલ એ થાય છે કે પ્રોજેક્ટ મંજૂર કરતાં પહેલાં જે સર્વે થયા હતા તેમાં દહેજમાં આવતો કાંપ અને તેના કારણે જહાજને જરૂરી ડ્રાફ્ટ નહીં મળવા જેવી ગંભીર બાબત નજર બહાર રહી ગઇ હતી?ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ ફરી શરૂ થવા તરફ આગળ વધી રહ્યું છેફેરી સર્વિસ શરૂ થઈ ત્યારે ભાવનગર સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર બનશે તે સહિત અનેક સપનાઓ બતાવવામાં આવ્યા હતાં પરંતું ડ્રાફટ નહીં મળવાના કારણોસર રો રો ફેરી સર્વિસ અટકી ગઈ.જો કે 10 મહિના જેટલો સમય ફેરી સર્વિસ ચાલી આ દરમિયાન સાડા ત્રણ લાખ જેટલા પેસેન્જરો તેમજ હજારોની સંખ્યામાં ટ્રક, કાર અને ટુ વ્હીલર વાહનોની આવન-જાવન થઈ હતી.રાજ્ય સરકાર પાસેથી આ પ્રોજેકટ કેન્દ્ર સરકાર પાસે પહોંચી ગયો અને હવે ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ ફરી શરૂ થવા તરફ આગળ વધી રહ્યું છે.હવે આ પ્રોજેક્ટ પર કેન્દ્ર સરકારની સીધી નજર રહેશે અને આગામી ત્રણ મહિનામાં રો રો ફેરી સર્વિસ શરૂ થઈ શકે છે.

(ભરત વ્યાસ, ભાવનગર)આગામી ત્રણ મહિનામાં ઘોઘા-હજીરા ફેરી શરૂ થઇ શકે છે