ઘઉંનો પાક તૈયાર પણ લણણી માટે મજૂરો નથી મળી રહ્યા, ખેડૂતો હવે વિદ્યાર્થીઓ અને સ્કૂલબસ ડ્રાઈવરોની મદદ લઈ રહ્યા છે 
કોરોના વાઈરસની માઠી અસર હવે ખેતી ઉપર પણ જોવા મળી રહી છે. અમેરિકાના ખેડૂતો હાલમાં ઘણાં પરેશાન છે કેમ કે ખેતરોમાં ઘઉંનો પાક તૈયાર છે પણ તેની લણણી માટે મજૂરો નથી મળી રહ્યા. દર વર્ષે પ્રવાસીઓ આવતા હતા પણ આ વખતે કોરોનાના લીધે તેઓ પહોંચી નથી શક્યા. એટલા માટે ખેડૂતોએ હવે સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલબસના ડ્રાઈવરો તથા ઓઈલ ફિલ્ડમાં કામ કરનારા શ્રમિકોની મદદ લેવી પડી રહી છે. કેમ કે મશીનોના માધ્યમથી પાકની લણણી થાય છે અને દરેકને તે ચલાવવાનો અનુભવ હોતો નથી.

ટેક્સાસ અને ઓક્લાહોમામાં પાકની લણણી માટે શ્રમિકો ઉપલબ્ધ કરાવતી કંપની કહે છે કે આ સૌથી મુશ્કેલ સમય છે, શ્રમિકો મળી રહ્યા નથી. મોટી ચિંતાનો વિષય એ છે કે પાકની લણણીમાં વિલંબ થશે તો ઘઉંના ભાવમાં મોટો વધારો થશે, તેના લીધે બ્રેડ અને પાસ્તાના ભાવ અને સપ્લાય પ્રભાવિત થશે.

ખેડૂતો અને હાર્વેસ્ટિંગ કંપનીઓ કહે છે કે જો દેશમાંથી જ નવા લોકોને આ કામ માટે બોલાવીશું તો તેમને વધારે ટ્રેનિંગ આપવી પડશે, તે ઉપરાંત પૈસા પણ તેઓ વધુ માગશે. અમુક ખેડૂત વિદ્યાર્થીઓ પાસે કામ લેતા પણ ડરે છે કેમ કે સ્કૂલો ખૂલી જશે તો કામ અધૂરું રહી જશે.

કેન્સાસના એટવૂડની બેકલે હાર્વેસ્ટિંગ અનુસાર તેના 30 ટકા શ્રમિક પ્રવાસી છે, તે ખેતી વિઝા(એચ-2-એ)ના માધ્યમથી એક મહિના માટે અમેરિકા આવે છે. પણ ચાલુ વર્ષે એક પણ પ્રવાસી શ્રમિક નથી. અમેરિકાના શ્રમિકો પણ કોરોનાના ડરથી કામ પર પાછા આવવા માટે તૈયાર નથી. ગત વર્ષોમાં અમેરિકી ખેડૂતોએ અપ્રવાસી મજૂરો પર વધુ ભરોસો કર્યો. ટ્રમ્પ સરકારે પણ ટેક વર્કર, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોની તુલનાએ ખેતી વિઝા વધારે આપ્યા છે.

આ વખતે 49 ટકા વધુ ખેતી વિઝા ઈશ્યૂ કરાયા પણ મજૂરો પહોંચી ના શક્યાઅમેરિકી શ્રમ વિભાગના જણાવ્યાનુસાર ઓક્ટોબરથી માર્ચ સુધી 10,798 એચ-2એ વિઝા જારી કરાયા, જે ગત વર્ષના આ સમયગાળાની તુલનાએ 49 ટકા વધુ છે. ઘઉંની લણણી મેમાં શરૂ થાય છે પણ લૉકડાઉનને લીધે મજૂરો આવી નથી શક્યા. અત્યાર સુધી લણણીનું 41 ટકા જ કામ પૂરું થઇ શક્યું છે જે ગત વર્ષની તુલનાએ ઓછું છે.Wheat crop ready but no laborers for harvest, farmers now enlist the help of students and school bus drivers in US