Translate to...

ગેહલોત-પાયલટ વિવાદ વચ્ચે વસુંધરા-ગજેન્દ્ર સિંહ પણ ચર્ચામાં;દક્ષિણ આફ્રિકામાં આજથી ક્રિકેટનું એક્સપેરિમેન્ટલ ફોર્મેટ
1.રાજસ્થાનનું રાજકારણરાજસ્થાનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ કોર્ટ સમક્ષ પહોંચી ગયો છે ત્યારે આગામી બે દિવસ સુધી નેતાઓને નિવેદનો આપીને સતત પ્રકાશમાં રહેવાની પૂરી તક મળી જશે. હકીકતમાં પાયલોટ છાવણીના 19 ધારાસભ્યને સ્પીકર સીપી જોશીએ નોટિસ મોકલી હતી. આ નોટિસના વિરોધમાં બળવાખોર ધારાસભ્યો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યા હતા. હવે કોર્ટેની સુનાવણી સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવી છે. હાઈકોર્ટે સ્પીકરને ટકોર કરી છે કે ધારાસભ્યો અંગે મંગળવારની સાંજ સુધી કોઈ જ નિર્ણય લેવામાં ન આવે.અહીં વાત નિવેદનો અંગે થઈ રહી છે, તો CM અશોક ગેહલોતની પણ થોડી વાત કરી લઈએ. બે દિવસ અગાઉ તેઓ સચિન પાયલટને લઈ આકરું વલણ ધરાવતા હતા, પણ હવે તેઓ શાંત થઈ ગયા છે. સામે પક્ષે પાયલટ પણ ઈન્ટરવ્યૂ આપતા હતા. પણ હવે તેમના તરફથી કોઈ નિવેદન આપવામાં આવતુ નથી.

સૌ કોઈની નજર ગેહલોત અને પાયલટ પર સ્થિર છે, પણ રાજસ્થાનના રાજકારણમાં તેમના સિવાય અન્ય બે નામ પણ ચર્ચામાં છે. પહેલુ નામ-ભૂતપુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે. છેલ્લા આઠ દિવસથી રાજસ્થાનના રાજકારણની ગરમીનો પારો ઘણો ઉંચે હતો. પણ વસુંધરા મૌન હતા. હવે તેમની ઉપર અશોક ગેહલોત સરકારને બચાવવાનો આરોપ લાગી રહ્યો છે. ભાજપના જે 72 ધારાસભ્ય છે તે પૈકી 45 ધારાસભ્યવસુંધરાના સમર્થક માનવામાં આવે છે.

બીજુ નામ છે- ગજેન્દ્ર સિંહ શેખાવત. તેઓ કેન્દ્રીય પ્રધાન છે.ગેહલોત સરકારનો દાવો છે કે ધારાસભ્યોની સોદાબાજીને લગતો ઓડિયો ગુરુવારે લીક થયો, તેમા એક અવાજ ગજેન્દ્ર સિંહ શેખાવતનો છે. વસુંધરાના વિરોધી દળના માનવામાં આવનાર શેખાવતે આ દાવાને નકારી દીધો છે.

2.સંરક્ષણ પ્રધાનનો લદ્દાખ પ્રવાસપ્રધાનમંત્રી મોદીએ ગત 3 જુલાઈના રોજ લદ્દાખનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસના બે સપ્તાહ બાદ આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શુક્રવારે લદ્દાખ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ તે દિવસે વિસ્તારવાદને ખરાબ ગણાવી ચીનની નીતિનો વિરોધ કર્યો હતો. ગઈકાલે જ્યારે રાજનાથ ત્યાં પહોંચ્યા તો તેમના હાથમાં મશીન ગન ઉપાડીને જોયા બાદ જમીની હકીકતને રજૂ કરી. તેમણે એ જ વાત કહી કે જે ચીનને લઈ લોકોના હૃદયમાં છે. તેમણે કહ્યું કે સરહદ વિવાદનો ઉકેલ મેળવવા માટે વાતચીતના તબક્કા ચાલી રહ્યા છે. પણ તેની કોઈ ખાતરી આપી શકાય નહીં કે આ માધ્યમથી ઉકેલ મેળવી શકાશે.

3. રોશની નડાર HCLની ચેરપર્સન બનીહવે વાત કોર્પોરેટની કરીએ. આશરે દોઢ લાખ કર્મચારી અને વાર્ષિક 17 હજાર કરોડ રૂપિયાની આવક રળનારી ભારતીય ટેક કંપની HCLનું નેતૃત્વ બદલાયુ છે. 75 વર્ષના શિવ નડાર ચેરમેન હતા. હવે તેમની 38 વર્ષની દિકરી રોશની નડાર ચેરપર્સન હશે. અત્યાર સુધી તે HCLની CEO હતા. રોશની ફોર્બ્સની ધ વર્લ્ડ્સ 100 મોસ્ટ પાવરફુલ વુમનની વર્ષ 2019ની યાદીમાં 54માં સ્થાન પર હતા. તે દેશની સૌથી શ્રીમંત મહિલા છે. વર્ષ 2019માં તેમની સંપત્તિ રૂપિયા 36,800 કરોડ હતી.

4. આજના દિવસને લગતી બે અગત્યની વાત

આફ્રિકામાં ક્રિકેટનું એક્સપેરિમેન્ટલ ફોર્મેટકોરોનાની સ્થિતિ વચ્ચે દક્ષિણ આફ્રિકામાં આજથીએક્સપેરિમેન્ટલ ટૂર્નામેન્ટ સોલિડેરિટી કપથી ક્રિકેટની રમત પરત ફરી રહી છે. દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયન પાર્ક સ્ટેડિયમમાં થ્રી ટીમ મેચ રમશે. તે ફક્ત 36 ઓવરની હશે અને તેમા એક સાથે 3 ટીમ ભાગ લેશે. દરેક ટીમના8-8 ખેલાડી હશે. એક ટીમ 6-6 ઓવરમાં બે ટીમો સામે બેટિંગ કરશે. 7 વિકેટ પડ્યા બાદ 8મો બેટ્સમેન એકલો બેટિંગ કરી શકશે. ડિવિલિયર્સ, ડીકોક, રબાડા અને શમ્સી જેવા ખેલાડી મેદાન પર જોવા મળશે. ભારતમાં આ મેચ બપોરે 2 વાગ્યાથી જોઈ શકાશે.રામ મંદિર નિર્માણની તારીખઅયોધ્યામાં રામ મંદિર નિર્માણ ક્યારથી શરૂ થશે, આ તારીખ અંગે આજે નિર્ણય લેવામાં આવી શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે બપોરે લગભગ 3 વાગે બેઠક યોજાશે. તેમા મંદિર નિર્માણ શરૂ કરવા માટે કયો દિવસ અનુકૂળ રહેશે અને શું તે દિવસે આધારશીલા માટે પ્રધાનમંત્રી આવી શકે છે વગેરે મુદ્દે ચર્ચા થશે.5. આજનો દિવસ કેવો રહેશે?શનિવારે વજ્ર નામનો અશુભ યોગ બનવા જઈ રહ્યો છે. તેને લીધે મેષ, વૃષભ, ધન, કર્ક, સિંહ, તુલા અને વૃશ્ચિક રાશિવાળાને મુશ્કેલી પડી શકે છે. બીજી બાજુ મિથુન, કન્યા, મકર, કુંભ અને મીન રાશિવાળા માટે દિવસ ઠીક રહેશે. આ રીતે 12 પૈકી 7 રાશિઓ માટે આજનો દિવસ ઠીક નથી અને 5 રાશિયો માટે આજનો દિવસ સારો છે.

6. છેલ્લે એવા ચાર સમાચાર કે જેને વાંચવાનું તમે પસંદ કરશો

ખજાનાનું રહસ્યતાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેરળના પહ્મનાભસ્વામી મંદિરના સંચાલનની જવાબદારી ત્રાવણકોરના રાજપરિવારને સોંપી છે. આ મંદિર પાસે આશરે એક લાખ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. મંદિરના ભોયરામાં શું-શું છે તે હજુ તો એક રહસ્ય જ છે. એવી જ રીતે વિજયનગર સામ્રાજ્યનો ખજાનો પણ આજ દિવસ સુધી રહસ્ય જ છે. કર્ણાટકના હમ્પીથી લઈ તેલંગાણાના હૈદરાબાદ સુધીના જંગલોમાં આ ખજાનો શોધવામાં આવી રહ્યો છે.

સરકારની 4 ભૂલ...દેશમાં કોરોનાના દર્દીનો આંકડો 10 લાખને પાર પહોંચી ગયો છે. ઓક્સફોર્ડના ગવર્મેન્ટ રિસ્પોન્સ ટ્રેકરના મતે ભારતમાં જે કડકાઈથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યુ હતું એટલી કડકાઈવિશ્વના કોઈ દેશમાં જોવા મળી નથી. પણ સરકારથી 4 ભૂલ થઈ છે. લોકડાઉનનો યોગ્ય ઉપયોગ ન થયો. સરકારને જાણ જ ન હતી કે પ્રવાસી શ્રમિકો માર્ગો પર નિકળી પડશે. શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોથી કોરોનાના કેસ વધ્યા છે. જ્યારે કેસ વધી રહ્યા હતા ત્યારે શરાબની દુકાનો ખોલવામાં આવી.શુભ કાર્યોનો સમયશ્રાવણ મહિનાના અંતિમ 15 દિવસ એટલે કે 20 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીમાં અનેક તહેવાર આવી રહ્યા છે. આ સમયમાં એક દુર્લભ યોગ પણ બની રહ્યો છે. તેમા 7 દિવસ શુભ મુર્હૂત છે. આ વખતે 20 વર્ષ બાદ શ્રાવણ મહિનો સોમવતી અમાવસનો શુભ યોગ બની રહ્યો છે.

શાળા કેવી રીતે ખોલી શકાય છેઅમેરિકા, ભારત સહિત તમામ દેશમાં શાળા ફરી ખોલવા અંગે વિચારણા ચાલી રહી છે. નિષ્ણાતોની સલાહ છે કે શાળામાં કોરોના ટેસ્ટની સુવિધા હોવી જોઈએ. વર્ગખંડમાં સતત ફ્રેશ હવા આવવી જોઈએ.(ફાઈલ ફોટો)