ગેહલોતે કહ્યું- વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજ્યપાલને પત્ર લખ્યો હતો પરંતુ જવાબ આવ્યો નથી, થોડીવારમાં રાજયપાલના નિવાસ સ્થાને જઈશું

ગેહલોતે કહ્યું- વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજ્યપાલને પત્ર લખ્યો હતો પરંતુ જવાબ આવ્યો નથી, થોડીવારમાં રાજયપાલના નિવાસ સ્થાને જઈશું



રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણને શુક્રવારે 15મો દિવસ છે. મુખ્યમંત્રી અશોક ગહલોતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વિધાનસભાનું સત્ર બોલાવવા માટે તેમણે રાજયપાલ કલરાજ મિશ્રને પત્ર લખ્યો હતો. જોકે તેમણે હજી સુધી જવાબ આપ્યો નથી. હવે અમે બધા ધારાસભ્યોની સાથે રાજયપાલનાનિવાસ સ્થાને જઈશું

ગેહલોતે કહ્યું કે રાતે આદેશ આપશે તેવી આશા હતી. જોકે અત્યાર સુધી રાહ જોઈ પરંતુ કોઈ જવાબ આવ્યો નથી. આ વાત સમજણની પર છે કારણ કે ગવર્નર સાહેબે માનવું જ પડે છે. વિનંતીને રોકવાનું કોઈ કારણ નથી. ઉપરથી દબાણના કારણે તો તેઓ આવું કરી રહ્યાં નથીને ?

ગેહલોતે કહ્યું- સોમવારે સત્ર બોલાવવા માંગે છેગેહલોતે કહ્યું રાજસ્થાનમાં સરકારને પાડવાની પરંપરા નથી. અમે ટેલિફોનથી પણ રાજ્યપાલ સાથે વાત કરી. અમે સોમવારથી સત્ર બોલવવા માંગીએ છીએ. સમગ્ર દેશ જોશે. રાજ્ય જોશે કે કેવું દબાણ આવી રહ્યું છે. શાં માટે સત્ર બોલાવી રહ્યાં નથી. હું વારંવાર કહી રહ્યો છું કે મારી પાસે બહુમતી છે. અમારા કેટલાક લોકોને બીજેપીએ બંધક બનાવ્યા છે, તેઓ અમારા સાથી છે. તેઓ રડી રહ્યાં છે. ટેલિફોન કરી રહ્યાં છે કે અમને અહીંથી છોડાવો.તેમણે કહ્યું- આ ષડયંત્ર છે. કર્ણાટક, મધ્યપ્રદેશ પછી તેઓ રાજસ્થાનમાં પણ આવું કરાવવા માંગે છે. લોકો અમારી સાથે છે. ઈન્કમ ટેક્સ, ઈડી, સીબીઆઈની રેડ પડી રહી છે. આ પ્રકારનો વ્યવહાર દેશની અંદર પહેલા ક્યારેય થયો નથી. તમે યોગ્ય રીતે નિર્ણય કરો નહિતર રાજ્યપાલના નિવાસ સ્થાનને લોકો ઘેરશે તો અમારી જવાબદારી નહીં.

પૂનિયાએ કહ્યું- હવે પાયલટે નક્કી કરવાનું છેઆ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે જો સ્થિતિ સારી રહી તો સચિન પાયલટ મુખ્યમંત્રી બની શકે છે. તેમણે આ વાતને ધ્યાનમાં રાખીને એક મોટું પગલું ભર્યું છે. મામલો હાલ કોર્ટમાં છે, આ કારણે આ અંગે નિવેદનબાજી કરવી તે યોગ્ય નથી. સૌથી પહેલા પાયલટે નક્કી કરવાનું છે કે તેમનું અગામી પગલું શું હશે અને તે પછી અમે વિચાર કરીશું.

ન્યુઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં પૂનિયાએ આ સ્થિતિ વિશે કહ્યું કે રાજકારણમાં ઘણાં સમીકરણ બને છે. નાના પક્ષના લોકો પણ મુખ્યમંત્રી બને છે. જોકે ભાજપે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી.







Gehlot said he had written a letter to the governor to convene an assembly session but no reply was received.