Translate to...

ગેહલોતના હૃદયમાં પાયલટ માટે પ્રેમ બાકી છે; આ વખતે ઘાટીમાં બમ-બમ ભોલેની ગૂંજ નહીં સંભળાય
બુધવાર, 22 જુલાઈ, વર્ષ 2020નો 203મો દિવસ. સવારે વરસાદની ઠંડકતા છવાયેલી છે, પણ જીવન કોરોનાને લીધે મુશ્કેલ છે અને બદલાયેલુ છે. ભાસ્કર મોર્નિંગ બ્રીફ જીવન અને કામો પર અસર કરનાર સમાચાર લઈને આવ્યુ છે.

1.રાજસ્થાનનું 'નકામુ' રાજકારણ, હોટેલથી કોર્ટ સુધીછેલ્લા બે સપ્તાહથી રાજસ્થાનના રાજકારણનું ઉંટ વિધાનસભાથી નિકળી હોટેલો અને કોર્ટ સુધી ફરીને આવ્યુ છે. દેશના સૌથી મોટા વિસ્તાર પૈકીના એક રાજસ્થાન વર્તમાન સમયમાં શતરંજના ખેલ જેવી સ્થિતિ ધરાવે છે. કોર્ટને લીધે પાયલટને વધુ બે દિવસનો પોલિટીકલ ઓક્સિજન મળ્યો છે. પણ બીજી બાજુ અશોક ગેહલોતનું એક નવું જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં અમારી ટીમને આ 4 મોટા અપડેટ મળ્યા-પહેલુઃ સ્પીકરની નોટિસ સામે સચિન પાયલટ છાવણીની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી મંગળવારે પૂરી થઈ. કોર્ટે અત્યારે 3 દિવસ માટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હવે વધુ સુનાવણી 24 જુલાઈના રોજ થશે. ત્યાં સુધી સ્પીકર પાયલટ છાવણીના 19 ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી નહીં કરી શકે.

બીજુઃ હવે નવા કેસ શોધવામાં આવી રહ્યા છે અને મુખ્યમંત્રી ગેહલોતના નજીકના લોકો પર CBIનો ગાળીયો તંગ બની રહ્યો છે. મંગળવારે જયપુરમાં CBIએ મુખ્યમંત્રી ગેહલોતના OSD દેવારામ સૈનીની પૂછપરછ કરવા બોલાવ્યા હતા.બીજી બાજુ ગેહલોત જૂથના ધારાસભ્ય કૃષ્ણ પૂનિયાના ઘર પર પણ CBI ટીમ પહોંચી.ત્રીજુઃ રાજકીય ઉથલપાથલ વચ્ચે 12માં દિવસે મુખ્યમંત્રી ગેહલોતે પ્રેરણારૂપ વાત કરી. હવે પછીની રણનીતિ તૈયાર કરવા માટે ધારાસભ્યો અને પ્રધાનો સાથે હોટેલમાં ચર્ચા કરી. 10 દિવસમાં આ ત્રીજી બેઠક હતી. ગેહલોતે કહ્યું કે દેશમાં શું-શું ઘટના બની રહી છે. આ બધુ જ સૌ જોઈ રહ્યા છે. ચટ્ટાનની માફક મજબૂત થઈ ઉભા રહો. તમારી જ જીત થશે. ચુંટણી કોઈ જ ઈચ્છતુ નથી.

ચોથુઃ બે દિવસ અગાઉ ગેહલોતે પાયલટને નકામા કહીને સંબોધન કર્યું હતું, હવે કદાંચ તેમને લાગી રહ્યું છે કે તેઓ કંઈક વધારે જ બોલી રહ્યા હતા. માટે મંગળવારે તેમણે એક ઈન્ટરવ્યુમાં આ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે હું આ વાત તેમની સંગઠન ચલાવવાના સંદર્ભમાં કહી હતી અને મારા મનમાં તેમના પ્રત્યે પ્રેમ છે.2. આ વર્ષ બાબા બર્ફાનીના દર્શન નહીં થાયઆ ભગવાનની નહીં પણ ઈન્સાનની ઈચ્છા છે કે આ વર્ષ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા નહીં થાય અને બાબા બર્ફાની તેમના ભક્તોને દર્શન નહીં આપે. મંગળવારે એક અગત્યની બેઠક યોજાઈ હતી, યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 5 જુલાઈના રોજ જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર જીસી મુર્મુએ પવિત્ર ગુફામાં પ્રથમ દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે કોરોનાના જોખમ અને આતંકવાદી હુમલાને લઈ ચેતવણીને લીધે જે સ્થિતિ છે તેમા યાત્રા મુશ્કેલ છે.

3.બાળકોને ભણાવવામાં આવશે કલમ-370 કેવી રીતે હટાવી તેની વાતમોદી સરકારે કાશ્મીરમાંથી 370 હટાવવાનો નિર્ણય લીધો તેનું એક વર્ષ થવા જઈ રહ્યું છે. કોરોનાને લીધે આ ઐતિહાસિક ઘટનાની નોંધ લેવી જરૂરી છે. દરમિયાન NCERTએ ધોરણ 12ના સિલેબસમાં એક મોટોફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 12માં ધોરણના પોલિટીકલ સાયન્સના પુસ્તકમાં જમ્મુ-કાશ્મીરમાં 'અલગાવવાદી રાજનીતિ'ને લગતા પેરાગ્રાફને હટાવી લીધા છે.તેને બદલે હવે જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવવાને લગતા ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

4. હવે સૌથી શ્રીમંત બેજોસ વધુ શ્રીમંત બન્યાકોરોના સંકટની સ્થિતિ વચ્ચે એમેઝોનના CEO અને વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ જેફ બેજોસ શ્રીમંતોની યાદીમાં નવી ઉંચી સપાટીએ પહોંચ્યા છે. જેનો શ્રેય ઓનલાઈન શોપિંગને જાય છે. 56 વર્ષના બેજોસની સંપત્તિમાં સોમવારે 13 અબજ ડોલર (આશરે 97,200 કરોડ રૂપિયા)નો વધારો થયો. વર્ષ 2012માં બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સની શરૂઆત બાદથી આ પ્રથમ તક છે જ્યારે એક દિવસમાં કોઈ કારોબારીની સંપત્તિમાં આટલો મોટો વધારો થયો હોય.

5. આજે બુધવારના દિવસને લગતા4 મોટા સમાચાર જે જાણવા જરૂરી છે1. વિશ્વમાં કોરોનાના દોઢ કરોડ દર્દીવિશ્વભરમાં કોરોના સંક્રમણ દોઢ કરોડના આંકડાને સ્પર્શી ગયો છે. તે ખરેખર ચિંતાજનક આંકડો છે. કારણ કે આપણા દેશમાં ખૂબ જ ઝડપથી આ સંખ્યા વધી રહી છે. અમેરિકા સૌથી આગળ છે અને ત્યારબાદ બ્રાઝિલ છે. ભારત 3 નંબર પર છે અને આપણા ગ્રાફની તેજી અમેરિકાને પણ પાછળ રાખી રહીછે.

2. મંદિર અને દેશની સ્થિતિ પર સંઘનું ચિંતનઅયોધ્યામાં રામ મંદિર નિર્માણ શરૂ કરવાની તારીખને લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈ ખૂબ જ ખુશ છે. અહીં વિચાર મંથન કરવા વિશ્વના સૌથી મોટા સંગઠનના વડા મોહન ભાગવત 5 દિવસનો સમય કાઢી ભોપાલ પહોંચ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.

3.સુશાંતની'દિલ બેચારા'ને મળ્યો નાનો પડદોસુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 36 દિવસ થઈ ગયા છે અને આજે તેમની અંતિમ ફિલ્મ દિલ બેચારા ઓટીટી પ્લેટફોર્મ ડિઝની-હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. તે વર્ષ 2014માં આવેલી રોમાન્ટીક હોલિવૂડ ફિલ્મ The Fault in our Starની હિન્દી રીમેક છે અને બે કેન્સર દર્દીના જીવનને લગતી કહાની છે.

4. બચ્ચન પરિવારનો ફરીથી કોરોના ટેસ્ટમુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ બચ્ચન પરિવારના ચાર સભ્યોને બુધવારે ફરી એક વખત કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. 44 વર્ષિય અભિષેક, 46 વર્ષિય ઐશ્વર્યા અને 8 વર્ષની દિકરી આરાધ્યાની સ્થિતિમાં ઝડપભેર સુધાર થઈ રહ્યો છે. 77 વર્ષિય અમિતાભ ધીમે-ધીમે રિકવર થઈ રહ્યા છે.

6. આજનો દિવસ કેવો રહેશેજ્યોતિષાચાર્ય ડો.અજય ભામ્બી કહે છે કે બુધવાર, 22 જુલાઈના રોજ ચંદ્રમા દિવસભર તેની રાશિ કર્કમાં રહેશે. ચંદ્રમાની બદલાતી ચાલ અને શુભ યોગોને લીધે 12માંથી 8 રાશિઓ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે. રાત્રે 9.40 વાગ્યા બાદ કર્કમાંથી નિકળી સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. સૂર્યમાં મિત્રતાને લીદે ચંદ્રમા આ રાશિમાં શુભ ફળ આપનાર છે. દિવસભર સિદ્ધિ નામનો શુભ યોગ પણ રહેશે. પણ, શુભ કાર્ય માટે સાંજ બાદ આ સમય ઠીક નથી. સાંજે 5.30 વાગ્યાથી વ્યતિપાત નામનો અશુભ યોગ રહેશે.

7. છેલ્લે આજે 3 સમાચારમાં કોરોના નોલેજ....આ સમાચાર તમે વાંચવાનું પસંદ કરશો

1. કોરોના વાઈરસ મહામારી વચ્ચે શાળા ખોલવા અને ન ખોલવા અંગે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. પણ ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલમાં નિષ્ણાતોનું કહેવું છે કે બાળકો શાળામાં જવાના સંજોગોમાં સંક્રમણ ઝડપથી વધી શકે છે. આવું શાં માટે?

2. વિશ્વભરના સંશોધક 160થી વધારે વેક્સીન પર કામ કરી રહ્યા છે. તે પૈકી 26 વેક્સીન હૂમન ટ્રાયલ્સના સ્ટેજમાં છે. આ સમયમાં ચીનની કંપનીઓ સૌથી આગળ છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી પણ આ સ્પર્ધામાં છે, ભારતીય વેક્સીન આ સ્પર્ધામાં પાછળ શાં માટે?

3. કોરોનાથી થતી જાનહાનિ ઘટાડવી છે તો ભોજનમાં કાંકડી, પાલકઅને કોબીનો ઉપયોગ કરો.WHOના ભૂતપુર્વ વૈજ્ઞાનિકોના સંશોધનમાં આ વાત સામે આવી છે, જે દેશોમાં આ શાકભાજીનું વધારે સેવન થાય છે ત્યાં મૃત્યુ ઓછા નોંધાયા છે.Gehlot has a love for the pilot left in his heart; This time the echo of bum-bum bhole will not be heard in the valley