Translate to...

ગેહલોતની વિશેષ સત્ર બોલાવવાની માંગ અંગે રાજ્યપાલે કહ્યું- તમારી પાસે બહુમતી છે તો પછી સત્રની શું જરૂર; 6 મુશ્કેલી જણાવી

ગેહલોતની વિશેષ સત્ર બોલાવવાની માંગ અંગે રાજ્યપાલે કહ્યું- તમારી પાસે બહુમતી છે તો પછી સત્રની શું જરૂર; 6 મુશ્કેલી જણાવી
કોંગ્રેસ સરકાર તરફથી નિશાના પર લીધા પછી રાજભવને પણ કડક વલણ અપનાવી લીધું છે. રાજ્યપાલ કલરાજ મિશ્રએ કહ્યું કે, બંધારણીય મર્યાદાથી વધુ કોઈ ન હોઈ શકે. કોઈ પણ પ્રકારના દબાણનું રાજકારણ ન થવું જોઈએ. જ્યારે સરકાર પાસે બહુમતી છે તો સત્ર બોલાવવાની શું જરૂર છે? સરકારે 23 જુલાઈએ રાતે ઘણા ઓછા સમયમાં નોટિસ સાથે સત્ર બોલાવવાની માંગ કરી છે. કાયદાના જાણકારોએ તેની તપાસ કરાવી તો 6 પોઈન્ટમાં ખામીઓ નક્કી કરાઈ. આ અંગે રાજભવને આખી નોંધ જાહેર કરી છે.

સત્ર બોલાવવા અંગે 6 મુશ્કેલીઓ

સત્ર કઈ તારીખે બોલાવવાનું છે, તેનો કેબિનેટ નોટમાં ઉલ્લેખ નહોતો, ના તો મંત્રીમંડળમાં તેને મંજૂરી મળી.શોર્ટ નોટિસ પર સત્ર બોલાવવાને ન તો યોગ્ય ગણાવ્યું કે ન એજન્ડાને. સામાન્ય પ્રક્રિયામાં સત્ર બોલાવવા માટે 21 દિવસની નોટિસ આપવી પડે છે.સરકારને એ પણ નક્કી કરવાના આદેશ આપવામાં આવ્યા છે કે તમામ ધારાસભ્યોની સ્વતંત્રતા અને તેમની સ્વતંત્ર અવરજવર પણ નક્કી કરવામાં આવે.ઘણા ધારાસભ્યોની સભ્યયતાનો મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં છે.આ અંગે પણ સરકારને નોટિસ લેવાના આદેશ આપવામાં આવ્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખતા સત્ર કેવી રીતે બોલાવવાનું છે, તેની પણ માહિતી આપવા માટે કહ્યું છે.દરેક કામ માટે બંધારણીય મર્યાદા અને નિયમ-જોગવાઈના પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવે.સરકારે પાસે બહુમતી છે તો પછી વિશ્વાસ મત માટે સત્ર બોલાવવાનો શો અર્થ છે?

70 વર્ષમાં પહેલી વખત કોઈ રાજ્યપાલે કેબિનેટની સલાહ ન માની રાજસ્થાનમાં કેબિનેટની સલાહ છતા રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાનું સત્ર નથી બોલાવી રહ્યા. બંધારણના એક્સપર્ટ પીડીટી આચારીના જણાવ્યા પ્રમાણે કેબિનેટની ભલામણ પછી રાજ્યપાલે સત્ર બોલાવવાનું જ હોય છે.બંધારણના જણાવ્યા પ્રમાણે ના પાડ્યા પછી પણ જો કેબિનેટ સત્ર બોલાવવાની ફરી માંગ કરે છે તો, રાજ્યપાલે તેને સ્વીકારવી પડે છે. બંધારણ લાગુ થયા પછી 70 વર્ષમાં પહેલી વખત કોઈ રાજ્યપાલે કેબિનેટની સલાહ ન માનીને સત્ર બોલાવવાનો ઈન્કાર કર્યો છે.

સવાલ-જવાબમાં જાણો, વિધાનસભા સત્ર બોલાવવાની બંધારણીય જોગવાઈ શું છે? રાજ્યપાલ સત્ર બોલાવવા માટે બંધાયેલા છે? બંધારણના અનુચ્છેદ -174માં જોગવાઈ છે કે રાજ્યા કેબિનેટની ભલામણ પર રાજ્યપાલ સત્ર બોલાવી શકે છે. જેના માટે તે બંધારણીય રીતે ના ન પાડી શકે.

રાજસ્થાનમાં શું વિકલ્પ છે? રાજ્યપાલ માત્ર સૂચન આપી શકે છે કે કોરોનાના કારણે સત્ર બે-ત્રણ સપ્તાહ પછી બોલાવાશે. કેન્દ્રીય કેબિનેટ સંસદ સત્રનો નિર્ણય કરે અને જો રાષ્ટ્રપતિ ઈન્કાર કરે તો મહાભિયોગ પણ લગાવી શકાય છે. રાજ્યપાલના મામલામાં આવી વ્યવસ્થા નથી. રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ પાસે મદદ માંગી શકે છે.

કેસ કોર્ટમાં હોવાથી રાજ્યપાલ નિર્ણય નથી લઈ રહ્યા? વિધાનસભા સત્ર બોલાવવાનો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસ સાથે કોઈ સંબંધ નથી. ગેહલોત બહુમતી સાબિત કરવા માટે સત્ર બોલાવવા માંગે છે. રાજસ્થાનમાં આ સ્થિતિ કેવી રીતે ખતમ થશે? હવે મામલો રાજભવન, કોર્ટ અને વિધાનસભા ત્રણ જગ્યાએ પહોંચી ગયો છે. એવામાં જે પ્રકારની સ્થિતિ બની છે તેનાથી લાગી રહ્યું છે કે આ વિવાદ હવે લાંબો ચાલશે. બીજી બાજુ કેન્દ્રમાં ભાજપની સરકાર છે. આવું પહેલી વખત બની રહ્યું છે કે બળવાખોર ધારાસભ્ય અયોગ્યતાના મામલા અંગે કોર્ટમાં ગયા છે.

પાંચ વર્ષ પહેલા અરુણાચલ પ્રદેશમાં પણ સત્ર અંગે ઘર્ષણ થયું હતું બંધારણના એક્સપર્ટ ફૈઝાન મુસ્તફાના જણાવ્યા પ્રમાણે, 14 જાન્યુઆરી 2016ના રોજ અરુણાચલ પ્રદેશના સીએમ નવાબ તુકીએ રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવા માટે કહ્યું, પરંતુ તેમણે એક મહિના પહેલા જ 16 ડિસેમ્બર 2015ના રોજ સત્ર બોલાવી લીધું. આનાથી બંધારણીય સંકટ પેદા થઈ ગયું. તુકીએ વિધાનસભા ભવન પર તાળુ લગાવી દીધું. જેને વિધાનસભા સ્પીકર નવાબ રેબિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. રાજ્યપાલે કહ્યું કે,તેમના નિર્ણયમાં કોર્ટ દખલ ન કરી શકે. મામલો પાંચ જજોની બેંચને સોંપવામાં આવ્યો. 13 જુલાઈ 2016ના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવતા કહ્યું કે, મુખ્યમંત્રીની ભલામણ વિરુદ્ધ સમય પહેલા સત્ર બોલાવવાનો નિર્ણય ખોટો હતો.

રાજભવનને ઘેરવાની વાત કહીને મુખ્યમંત્રી પોતે અપરાધી બન્યાઃભાજપ પાર્ટી પ્રદેશઅધ્યક્ષ સતીશ પૂનિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે જે પ્રકારની ભાષા અને શબ્દોનો ઉપયોગ કર્યો છે, તે કોઈ સીએમ કે ગૃહમંત્રી ન કરી શકે. પોતે ગૃહમંત્રી જેમને કાયદા વ્યવસ્થા જાળવી રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે તે રાજભવનને ઘેરવાની વાત કહીને અપરાધી જાહેર થઈ જાય છે.

અમે અમારી મરજીથી દિલ્હીમાં છીએ, કોઈએ બંધક નથી બનાવ્યાઃપાયલટ પાયલટ જૂથના 3 ધારાસભ્યો-દૌસાના મુરારીલાલ મીણા, નીમકાથાનાના સુરેશ મોદી અને ચાકસૂના વેદપ્રકાશ સોલંકીએ કહ્યું કે, અમને કોઈએ બંધક નથી બનાવી રાખ્યા. અમે મરજીથી દિલ્હીમાં બેઠા છીએ. ત્રણ ધારાસભ્યોએ વીડિયો શેર કરીને કહ્યું કે ગેહલોતે તેમની રીત ભાતમાં ફેરફાર કરવો જોઈએ. તે ખુરશી સાથે ચોંટેલા કેમ છે? કોંગ્રેસની એકતા માટે ખુરશી છોડો.

ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના કેસમાં કોર્ટના 2 નિર્ણય 1. ઉત્તરપ્રદેશઃ 2003માં માયાવતી સરકારને પાડવા માટે સપાના મુલાયમ સિંહે દાવો કર્યો હતો. બસપાના 12 ધારાસભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું. સ્પીકરે બળવાખોરોને અલગ પક્ષ તરીકે માન્યતા આપી દીધી. સુપ્રીમ કોર્ટે બળખોરની સભ્યતા રદ કરી દીધી. 2. હરિયાણાઃ 2009માં હજકાના 5 ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા. તેમને અયોગ્ય ઠેરવવાની માંગ અંગે સ્પીકરે નિર્ણય ન કર્યો. ઓક્ટોબર 2014માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પાંચ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવી દીધા હતા.શુક્રવારની આ તસવીર રાજભવનની છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત પાર્ટીના ધારાસભ્યોને લઈને રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.