Translate to...

ગૃહમંત્રી અમિત શાહ કોરોનાગ્રસ્ત, મેદાંતા હોસ્પિટલમાં દાખલ, સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા વિનંતિ કરી

ગૃહમંત્રી અમિત શાહ કોરોનાગ્રસ્ત, મેદાંતા હોસ્પિટલમાં દાખલ, સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા વિનંતિ કરીકેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા છે. ડોકટરોની સલાહ મુજબ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા શાહે વિનંતી કરી છે. આ અંગે ગૃહમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ આ પહેલા અષાઢી બીજે અને 13 જુલાઈના રોજ ગુજરાત આવવા હતા. પરંતુ મહામારી કોરોનાને પગલે આ બન્ને મુલાકાત રદ કરી હતી. આમ તેઓ છેલ્લે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા હતા.

અનલોકથી લઈ કોવિડ 19ની તમામ ગતિવિધિ પર સતત બેઠકો કરતા હતા ગૃહમંત્રી અમિત શાહ કોવિડ 19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યાં હતા. આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજીને અપડેટ લેતા હતા. લોકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં પણ અમિત શાહ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.

कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है परन्तु डॉक्टर्स की सलाह पर अस्पताल में भर्ती हो रहा हूँ। मेरा अनुरोध है कि आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।

— Amit Shah (@AmitShah) August 2, 2020

બંગાળના મુખ્યમંત્રીથી લઈ મંત્રીમંડળના સાથીઓએ સ્વસ્થ થવા કામના કરી અમિત શાહને કોરોના હોવાની જાણ થતા જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્રીયમંત્રી મંડળના સાથીઓએ ટ્વિટ કરી તેમના સ્વસ્થ થવાની કામના કરી હતી.

Heard about the Union Home Minister Shri @AmitShah Ji being tested positive for #COVID-19. Wishing him a speedy recovery. My prayers are with him and his family!

— Mamata Banerjee (@MamataOfficial) August 2, 2020

अमितजी, हर चुनौती के सामने आपकी दृढ़ता और इच्छाशक्ति एक मिसाल रही है। कोरोना वायरस की इस बड़ी चुनौती पर भी आप निश्चित रूप से विजय प्राप्त करेंगे, ऐसा मेरा विश्वास है। आप जल्द से जल्द स्वस्थ हों, यही मेरी ईश्वर से प्रार्थना है। https://t.co/z92S0ZrCVm

— Rajnath Singh (@rajnathsingh) August 2, 2020

13 જુલાઈએ લોકસભા મત વિસ્તારમાં કોરોના સંદર્ભે સ્થિતિની સમીક્ષા કરી હતી આ પહેલા અમિત શાહ 13 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવવાના હતા. જો કે બાદમાં તેમની આ મુલાકાત રદ થઈ હતી. જો કે 13 જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના મહામારીના સંદર્ભમાં તેઓના મતક્ષેત્રમાં પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ગૃહમંત્રીએ મતક્ષેત્રના વિવિધ વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી. જેમાં વૃક્ષારોપણની કામગીરી, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા, કેરોસીન મુક્ત ક્ષેત્ર, 100 ટકા શૌચાલયની સુવિધા, નલ સે જલ અને આયુષ્માન ભારત યોજના ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની અમલવારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

अमित शाह जी! आप शीघ्र ही स्वस्थ हो कर पुनः उसी ऊर्जा के साथ देश सेवा में लगें ऐसी ईश्वर से प्रार्थना है। @AmitShah https://t.co/2hCQoGilLo

— Ravi Shankar Prasad (@rsprasad) August 2, 2020

ગુજરાતના 12 MLA, એક પૂર્વ કેન્દ્રીયમંત્રી અને પૂર્વ CM પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે અમિત શાહ પહેલા ગુજરાતના 12 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જેમાં ભાજપના ધારાસભ્યો કિશોર ચૌહાણ, પૂર્ણેશ મોદી, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા અને મંત્રી રમણ પાટકર કોરોનાનો ભોગ બન્યા હતા.જ્યારે કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી,ચિરાગ કાલરિયા અને ગેનીબેન ઠાકોરને કોરોના થયો હતો. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જોકે આ તમામ નેતાઓમાંથી હાલ ભરતસિંહ સોલંકી જ સારવાર હેઠળ છે. જ્યારે બાકીના તમામ નેતા સાજા થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ અનેક શહેરોના નગરસેવકોને પણ કોરોના થયો હતો.Union Home Minister Amit Shah is corona positive