ધારાસભ્ય જીતુ સુખડીયાના પુત્રની ગેસ એજન્સીમાં ગેર રિફિલિંગ કૌભાંડ મામલે કોંગ્રેસ એક્શનમાં આવતા ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. કોંગ્રેસે આ મામલે વિરોધનો મૂડ બનાવ્યો હતો. ત્યારે ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખી ત્રણેય આરોપીઓના નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી છે. આ સાથે જ ધારાસભ્યએ જણાવ્યું છે કે, દબંગ શખ્સો એ ગેસ એજન્સીના ટેમ્પા ચાલકો સાથે મળી ગેસ ચોરે છે. તેવો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યના પુત્રની એજન્સીમાં જ ગેસ ચોરી થાય તેને લઇને સવાલો ઉઠી રહ્યાં છે.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભાજપના ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની ગેસ એજન્સી હેપ્પી હોમ્સમાં પોલીસે 11 મહિનામાં ટેમ્પોમાં ગેસના બોટલની ડિલિવરી આપવા જતા ટેમ્પા ચાલક દ્વારા આચરાતા ગેસ રિફિલિંગ કૌભાંડને ઝડપી પાડ્યું છે. શહેર એસઓજીની ટીમે કારેલીબાગ જલારામનગરમાં ગેસ રીફલિંગ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ઘરેલુ અને કોમર્શિયલ ગેસના કુલ 109 બોટલ અને ટેમ્પો સહિતની સામગ્રી જપ્ત કરી હતી. એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
એસઓજીએ ત્રણેય શખ્સોની અટકાયત કરી જયેશ ભરવાડને વોન્ટેડ જાહેર કર્યો છે એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે કારેલીબાગ જલારામનગરમાં આવેલા જયેશ ભરવાડના ઘર પાસે ગેસ રીફિલિંગ ચાલી રહ્યું છે. જે માહિતીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર દરોડો પાડી ગેસના બોટલમાં રીફીલિંગ કરતા દિનેશ માળી, હેમંત માળી અને વિપુલ ભરવાડને ઝડપી પાડયા હતા. તેમજ બે ટેમ્પો અને 109 બોટલ જપ્ત કર્યા હતા. આ ત્રણેય શખ્સો નિઝામપુરામાં આવેલી ધારાસભ્ય જીતુ સુખડિયાનીના પુત્ર હિરેન સુખડિયાની હેપ્પી હોમ્સ ગેસ એજન્સીમાંથી ગેસના બોટલ ભરી અહીંયા આવતા હતા અને જયેશ ભરવાડના ઘર પાસે રિફીલિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. એસઓજીએ ત્રણેય શખ્સોની અટકાયત કરી જયેશ ભરવાડને વોન્ટેડ જાહેર કર્યો છે. આ અંગે તોલમાપ શાખાએ પણ તપાસ હાથ ધરી છે.
ધારાસભ્યએ શહેર પોલીસ કમિશનરને લખેલો પત્ર