ગાવસ્કરે કહ્યું- ગાંગુલી 2023 વર્લ્ડ કપ સુધી BCCI અધ્યક્ષ રહે તો સારું, તેમનામાં બોર્ડને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની ક્ષમતા છે

ગાવસ્કરે કહ્યું- ગાંગુલી 2023 વર્લ્ડ કપ સુધી BCCI અધ્યક્ષ રહે તો સારું, તેમનામાં બોર્ડને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની ક્ષમતા છેપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું કે તે સૌરવ ગાંગુલીને 2023 વર્લ્ડ કપ સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ તરીકે જોવા માંગે છે. ગાવસ્કરે કહ્યું કે બોર્ડ અને રમત પ્રેમીઓ માટે તે વધુ સારું રહેશે. ગાંગુલી પાસે BCCIને વધારે ઉંચાઈ પર લઈ જવાની ક્ષમતા છે.

ગાવસ્કરે એક અખબાર માટે એક કોલમ લખી હતી, BCCIએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી કે તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનો કાર્યકાળ વધારવામાં આવે અને બોર્ડની રચનામાં સુધારો કરવામાં આવે. તેનો નિર્ણય બે અઠવાડિયા પછી આવશે. ઘણા વધુ મહત્વના કેસો કોર્ટમાં ક્રિકેટ સમક્ષ સુનાવણીની રાહમાં છે, પરંતુ ક્રિકેટ પ્રેમીઓ આનો ચુકાદો આવે તેની રાહ જોઈ રહ્યા છે.

કોર્ટના નિર્ણયની રાહ

તેમણે કહ્યું કે, તે વ્યક્તિગત રીતે ઈચ્છે છે કે ગાંગુલી 2023 સુધી BCCI અધ્યક્ષ રહે. જોકે, કોર્ટ શું નિર્ણય લે તેની રાહ જોઈ રહ્યા છે. ગાંગુલીએ જે રીતે ભારતીય ટીમની કપ્તાની સંભાળતા ટીમને નવી ઊંચાઈ સુધી લઈ ગયા હતા, તે રીતે પોતાની ટીમ સાથે BCCIને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સક્ષમ છે.

3 વર્ષનો કૂલિંગ ઓફ પીરિયડ

કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA)એ એક નિયમ બનાવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અથવા BCCIમાં સતત 6 વર્ષ કોઈ પદ સંભાળે છે, તો તેણે 3 વર્ષના કૂલિંગ ઓફ પીરિયડમાં પણ જવું પડશે. તેને સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી દીધી હતી.BCCIએ તેના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની મુદત વધારવા અને બોર્ડના બંધારણમાં સુધારો કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પદ સંભાળનાર ગાંગુલીનો જુલાઇ અને શાહનો (જૂનમાં) કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. બંનેએ ત્રણ વર્ષ ફરજિયાત બ્રેક (કૂલિંગ ઓફ પીરિયડ) પર જવું પડશે.

Gavaskar says if Ganguly stays as BCCI president till 2023 World Cup, he has the potential to take the board to new heights