ગ્રેસી સિંહ, શુભાંગી અત્રે સહિતના ટીવી સેલેબ્સ કોરોનાકાળમાં વર્ચ્યુઅલ રક્ષાબંધન સેલિબ્રેટ કરશે

ગ્રેસી સિંહ, શુભાંગી અત્રે સહિતના ટીવી સેલેબ્સ કોરોનાકાળમાં વર્ચ્યુઅલ રક્ષાબંધન સેલિબ્રેટ કરશે



આ વર્ષે કોરોનાને કારણે અનેક લોકોએ રક્ષાબંધનનો તહેવાર અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. હાલમાં જ દિવ્ય ભાસ્કરે જાણીતા ટીવી સેલેબ્સ સાથે વાત કરી હતી અને તેઓ આ સમયે કેવી રીતે તહેવારને સેલિબ્રેટ કરશે.

ગ્રેસી સિંહઃ કમનસીબે આવી સ્થિતિમાં અમે સાથે નથી દર વર્ષે હું પરિવારને મળવા દિલ્હી જતી હોઉં છું પરંતુ આ વર્ષે આમ શક્ય બન્યું નથી. આ વર્ષે વર્ચ્યુઅલ સેલિબ્રેશન થશે. મેં કુરિયરથી મારા ભાઈને રાખડી મોકલાવી દીધી છે. હું રાહ જોઉં છું કે ક્યારે હું મારા પરિવારને મળીશ. અમે વીડિયો કૉલથી એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. મારો ભાઈ મારા દીકરા જેવો છે.

ફાઈલ તસવીરઃ ભાઈની સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કરતી ગ્રેસી

રાહુલ શર્માઃ મારે જાતે જ ચાંદલો કરવો પડશે હું ગમે તેટલો પણ બિઝી કેમ ના હોઉં પણ રક્ષાબંધન, હોળી તથા દિવાળીના દિવસે ઘરે જતો જ હોઉં છું. જોકે, આ વર્ષે પહેલી જ વાર હું રક્ષાબંધન પર ઘરે જઈ શકીશ નહીં. મારી બહેન રાજસ્થાનમાં છે અને હું મુંબઈમાં છું. અમે વીડિયો કૉલ પર તહેવાર મનાવીશું. મારી બહેને મને રાખડી મોકલી છે. હું જાતે જ માથા પર ચાંદલો કરીશ. મારી બે સગી બહેનો છે અને કઝિન સિસ્ટર થઈને મારી કુલ 26 બહેનો છે. દર વર્ષે બધા લોકો મારા ઘરે ભેગા થતા હોય છે.

શુભાંગી અત્રેઃ પિતાજી તથા બહેનોને રાખડી કુરિયર કરી દીધી મારી બે મોટી બહેન છે અને કોઈ ભાઈ નથી. દર વર્ષે અમે ત્રણેય બહેનો પિતાજીને રાખડી બાંધતા હોઈએ છીએ. જોકે, આ વખતે મેં રાખડી કુરયિર કરી દીધી છે. મને નહોતી ખબર કે હવે વીડિયો કૉલનું આટલું મહત્ત્વ વધી જશે.

ફાઈલ તસવીરઃ શુભાંગી પિતા તથા બહેનની સાથે

પ્રણિતા પંડિતઃ ભાઈની સાથે તહેવાર સેલિબ્રેટ કરવો હતો આ વખતે હું પ્રેગ્નન્ટ છું અને તેથી જ હું ભાઈ સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કરવા માગતી પરંતુ મારી આ ઈચ્છા પૂરી થઈ નહીં. હું માત્ર વીડિયો કૉલ પર જ વાત કરી શકીશ. મારી એક બહેન દિલ્હી રહે છે. તે જ મારા ભાઈને રાખડી બાંધશે. આજ સુધી અમે બધાએ સાથે આ તહેવાર સેલિબ્રેટ કર્યો હતો પરંતુ આ વખતે આમ શક્ય બન્યું નહીં.

ફાઈલ તસવીરઃ પ્રણિતા ભાઈની સાથે

ઐશ્વર્યા સખુજાઃ વીડિયો કૉલ જિંદાબાદ આ વખતે ભાઈ તથા ભાભીની સાથે રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કરી શકીશ નહીં. જોકે, વીડિયો કૉલથી એકબીજાના સંપર્કમાં રહીશું. જોકે, આ વખતે એક પણ તહેવાર સેલિબ્રેટ કરવાની ઈચ્છા નથી.

કામના પાઠકઃ માતાને ખીર બનાવાનું કહ્યું આ સમય આપણા માટે એક પરીક્ષા જેવો છે. હું ઈન્દોરમાં મારા પરિવાર સાથે હતી તે સમયે મારો ભાઈ ચંદીગઢમાં હતો. હવે જ્યારે હું મુંબઈ છું તો મારો ભાઈ ઈન્દોર છે. આ વર્ષે અમે બંને એકબીજાને મળી શકીશું નહીં. વર્ચ્યુઅલ રીતે જ રક્ષાબંધન સેલિબ્રેટ કરીશું. અમને બંનેને ખીર બહુ જ ભાવે છે અને તેથી જ મેં મારી માતાને ખીર બનાવાનું કહ્યું છે.

ફાઈલ તસવીરઃ કામના પાઠક ભાઈ સાથે

મીરા દેવસ્થલેઃ એક વર્ષ રાહ જોવી પડશે મારો ભાઈ છેલ્લાં ત્રણ વર્ષથી કેનેડામાં છે. દર વર્ષે તે આ તહેવાર પર મને ગિફ્ટ આપે છે. હું મુંબઈથી રાખડી તથા મીઠાઈઓ તેને મોકલતી હોઉં છું. જોકે, આ વર્ષે અમે સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કરવાનું વિચારતા હતા પરંતુ કોરોનાને કારણે ભાઈ કેનેડાથી ભારત આવશે નહીં. હવે મારે એક વર્ષ રાહ જોવી પડશે.

ફાઈલ તસવીરઃ પરિવારની સાથે મીરા

શરન જૈનઃ ઈન્ડસ્ટ્રીમાંથી શરગુન મહેતા તથા સનાયા ઈરાની મને રાખડી બાંધે છે જીવનમાં પહેલીવાર હું વર્ચ્યુઅલ રીતે રક્ષાબંધન સેલિબ્રેટ કરીશ. પંજાબી હોવાને કારણે અમારા માટે રાખડી ખાસ મહત્ત્વ ધરાવે છે. ઈન્ડસ્ટ્રીમાંથી મને શરગુન મહેતા તથા સનાયા ઈરાની રાખડી બાંધે છે. જોકે, આ વર્ષે શરગુન પંજાબમાં છે અને હું મુંબઈમાં છું. સનાયા પણ પોતાના ભાઈને મળવા ગઈ છે. આ વર્ષે હું એકલો જ છું.

સનાયા ઈરાનીની સાથે શરમન





TV celebs including Gracie Singh, Shubhangi Atre to celebrate Virtual Rakshabandhan