ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

ગીર સોમનાથમાં સતત બીજા દિવસે મેઘરાજાની સવારી, કોડીનારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ



આજે બીજા દિવસે પણ ગીરસોમનાથ જિલ્લામાં મેઘરાજાની મહેર જારી છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળામાં કોડીનારમાં 39 મિમિ એટલે કે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગીરસોમનાથના સુત્રાપાડામાં 21 મિમિ જ્યારે મહેસાણાના ઊંઝામાં 3 મિમિ અને ગીર સોમનાથના વેરાવળમાં 1 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે પણ કોડીનારમાં જોરદાર વરસાદ વરસ્યો હતો અને સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

આજનો 4 જુલાઈનો સવારે 6થી 8 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) ગીર સોમનાથ કોડીનાર 39 ગીર સોમનાથ સુત્રાપાડા 21 ગીર સોમનાથ ઉના 8

ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદગઈકાલે રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 5.64 ઈંચ નોંધાયો હતો. આ ઉપરાંત અમરેલીના જાફરાબાદમાં 3.36 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.20 ઈંચ, અમરેલીના વાડીયા માં 2.68 ઈંચ, અમરેલી ના બાબરમાં 2.44 ઈંચ, તાપીના વ્યારામાં 2.28 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 2.24 ઈંચ, અમદાવાદના બાવળામાં 2.24 ઈંચ, વડોદરાના ડભોઈમાં 2.24 ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં 2.24 ઈંચ, ભરૂચના વાલીયામાં 2.04 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 1.88 ઈંચ, સુરતના ઉમરપાડામાં 1.80 ઈંચ, અમરેલીના ખાંભામાં 1.68 સુરેન્દ્રનગરના દસાડામાં 1.60 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 1.56 ઈંચ, ડાંગના આહવામાં 1.56 ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 1.40 ઈંચ, ભરૂચના નેત્રંગમાં 1.36 ઈંચ, પાટણના સિધ્ધપુરમાં 1.12 ઈંચ અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 1.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.

3 જુલાઈનો સવારે 6થી રાતના 12 વાગ્યા સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં) ગીર સોમનાથ કોડીનાર 141 અમરેલી જાફરાબાદ 84 સુરેન્દ્રનગર લખતર 80 અમરેલી વાડીયા 67 અમરેલી બાબરા 61 તાપી વ્યારા 57 ગીર સોમનાથ તાલાલા 56 અમદાવાદ બાવળા 56 વડોદરા ડભોઈ 56 નર્મદા ડેડિયાપાડા 55 ભરૂચ વાલીયા 51 મોરબી વાંકાનેર 47 સુરત ઉમરપાડા 45 અમરેલી ખાંભા 42 સુરેન્દ્રનગર દસાડા 40 ગાંધીનગર દહેગામ 39 ડાંગ આહવા 39 સુરેન્દ્રનગર વઢવાણ 35 ભરૂચ નેત્રંગ 34 પાટણ સિધ્ધપુર 28 દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 26





Rainfall in gir somnath district hgihest in kodinar taluka