ગ્રુપ કેપ્ટન રાફેલનું લેન્ડિગ કરાવશે, 12 વર્ષ પૂર્વે હવામાં ધડાકાથી એન્જિન બંધ થતાં રાત્રે મિગને લેન્ડ કરાવ્યું હતું

ગ્રુપ કેપ્ટન રાફેલનું લેન્ડિગ કરાવશે, 12 વર્ષ પૂર્વે હવામાં ધડાકાથી એન્જિન બંધ થતાં રાત્રે મિગને લેન્ડ કરાવ્યું હતુંફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને આજે પાંચ રાફેલ પહેલી વખત ભારતની જમીન પર આવશે. આપણી સરહદોના રખેવાળ અમ્બાલા એરબેધ પર ઉતરશે. આ પાંચ ફાઈટર પ્લેનથી ભારતીય વાયુસેનના એ શક્તિ મળશે કે દુશ્મન નજર ઉઠાવવાનું પણ વિચારશે નહીં. અણુ બોમ્બ લઈ જવાની શક્તિ ધરાવતું આ વિમાન દુનિયામાં એક માત્ર એવું ફાઈટર એરક્રાફ્ટ છે, જે 55 હજાર ફુટની ઊંચાઈથી પણ દુશ્મનને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ શક્તિ આપણા પાડોશી પાકિસ્તાન અને ચીન બન્ને પાસે નથી. જે કહેવા માટે તો પાડોશી છે.. પણ નિયત હંમેશા દુશ્મનો જેવી રાખે છે.

બપોર સુધી પહોંચવાની સંભાવના રાફેલના બપોર સુધી એરબેઝ પર પહોંચે તેવી શક્યતા છે. પાંચ વિમાનના જથ્થામાં સૌથી પહેલા વિમાનને વાયુસેનાની 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રનના કમાન્ડિગ ઓફિસર અને શૌર્ય ચક્ર વિજેતા ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહ લેન્ડ કરાવશે. પાછળ-પાછળ 4 અન્ય રાફેલ લેન્ડ થશે. નેતૃત્વ માટે વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયા સહિત વેસ્ટર્ન કમાન્ડના ઘણા અધિકારી પણ અમ્બાલા એરફોર્સ સ્ટેશન પર હાજર રહેશે. આ અવસરે રાફેલ લાવનારા પાયલટ્સના પરિવારજનો પણ હાજર રહેશે. લેન્ડિગ પછી રાફેલને ‘વોટર સેલ્યૂટ’ આપવામાં આવશે.પછી પાંચેય રાફેલને એક લાઈનમાં ઊભા રાખવામાં આવશે. ત્યારપછી સૈન્ય સેરેમની થશે. લેન્ડિગ દરમિયાન એરફોર્સ સ્ટેશનની આસપાસ કલમ 144 લાગુ રહેશે. 3 કિમી સુધી ડ્રોન કેમેરાના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે.

પહેલું રાફેલ લાવનારા હરકીરતના જુસ્સાની કહાની સેનામાં ગ્રુપ કેપ્ટન હરકીરત સિંહે કપરી પરિસ્થિતિઓમાં ખરાબ એન્જિન હોવા છતા જીવને જોખમમાં મુકીને વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવવા માટે તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા. ઘટના 23 સપ્ટેમ્બર 2008ની છે. ત્યારે તે સ્ક્વાડ્રન લીડર હતા. રાજસ્થાનના એક એરબેઝથી મિગ-21 બાઈસનમાં રાત્રિ અભ્યાસ માટે ઉડાન ભરી રહ્યા હતા. 4 કિમીની ઊંચાઈ પર તેમને એન્જિનમાંથી ધડાકા સંભળાયા હતા. એન્જિન બંધ થતાની સાથે કોકપિટમાં અંધારુ છવાઈ ગયું હતું. હરકીરતે ઈમરજન્સી લાઈટ ચાલુ કરી અને ગમે તેમ કરીને આગ પર કાબૂ મેળવ્યો.ત્યારપછી પછી મોડું કર્યા વગર એન્જિન સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો.

એન્જિન ચાલુ કરીને તેમણે ગ્રાઉન્ડ કંટ્રોલની મદદથી નેવિગેશન સિસ્ટમ દ્વારા રાતે લેન્ડિગ કર્યુ, જેના માટે ઉચ્ચ કૌશલની જરૂર હોય છે. હરકીરત ઈચ્છતા તો કુદી પણ શકતા હતા, પરંતુ તેમણે મિગને પણ સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું. હરકીરતના પિતા નિર્મલ સિંહ લેફ્ટિન્ટ કર્નલ રહી ચુક્યા છે. તેમના પત્ની અંબાલા એરફોર્સ સ્ટેશન પર જ વિંગ કમાંડર છે અને ગ્રાઉન્ડ ડ્યૂટી પર તહેનાત છે.Today, Group Captain Harkirat Will Make The Landing Of The First Rafale In Ambala, 12 Years Ago A Bad MiG Safe Landing Was Startled.

ફ્રાન્સથી UAE વચ્ચે રાફેલમાં હવામાં જ ઈંધણ ભરવામાં આવ્યું. UAEથી ભારત આવતા સુધી પણ બે વખત હવામાં ઈંધણ ભરાશે