ગામ લોકોને પૂછ્યુ- રાફેલ આવે છે, કંઈ કહેશો નહીં તો જવાબ આપ્યા વગર જતા રહ્યા; તેમને ડર છે કે ક્યાંક દેશને નુકસાન ન પહોંચે

ગામ લોકોને પૂછ્યુ- રાફેલ આવે છે, કંઈ કહેશો નહીં તો જવાબ આપ્યા વગર જતા રહ્યા; તેમને ડર છે કે ક્યાંક દેશને નુકસાન ન પહોંચેહરિયાણાના અંબાલા શહેરમાં ઓચિંતા જ હલચલ વધી ગઈ છે. આ હલચલ વધવા પાછળનું કારણ અંબાલા ઉપરાંત સમગ્ર દેશ તેમ જ ચીન અને પાકિસ્તાન પણ સારી રીતે વાકેફ છે. ફ્રાંસના મેરિનેક એરબેઝથી ભારત આવવા માટે સોમવાર બપોરે રાફેલ યુદ્ધવિમાનોએ ઉડાન ભરી હતી. ભારતના જે એરફોર્સ સ્ટેશન પર આ યુદ્ધવિમાનો આવવાના છે તે અંબાલા છે. આ યુદ્ધ વિમાનોનું અહીં આગમન થાય તે અગાઉ અહીં પોલીસ ઉપરાંત સામાન્ય લોકો પણ સાવધાન થઈ ગયા છે.

એરફોર્સ સ્ટેશન સાથે જોડાયેલા ગામોના લોકો દેશની સુરક્ષાની એટલી ચિંતા કરે છે કે એરફોર્સ તથા રાફેલ અંગે વાત કરવા પણ તૈયાર નથી. તેમને ડર છે કે ક્યાંક દુશ્મન તેનો લાભ ન ઉઠાવી લે. દિલ્હી-જાલંધર નેશનલ હાઈવે 44 પર જેવા અંબાલાથી માંડ સાડા સાત કિલોમીટર આગળ નિકળીએ છીએ તો જમણી બાજુનો માર્ગ અંબાલા એરફોર્સ સ્ટેશન સુધી જાય છે. આ માર્ગ પર મોટાભાગે સેના અને વાયુસેનાની ગાડીઓ જોવા મળે છે. હાઈવે પર એક પોલીસ પોસ્ટ પણ બનેલી છે. પોલીસે અહીં પેટ્રોલિંગ વધારી દીધુ છે. આ વિસ્તારમાં આમ પણ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે.

આ તસવીર રાફેલની છે, જે અંબાલા આવી રહ્યું છે.ફ્રાંસથી ભારત આવવા પાંચ રાફેલ યુદ્ધવિમાનોનો પહેલો કાફલો ગઈકાલે રવાના થયો છે

પોલીસની નજરમાં સ્કેન થઈને અમે એરફોર્સ સ્ટેશન તરફ આગળ વધી શકીએ છીએ. માર્ગની નજીક કેટલીક દુકાન છે, જ્યાં સેના અને વાયુસેનાના જવાન સામાન ખરીદતા દેખાય છે. તેઓ રાફેલ આવવાને લઈ ઉત્સાહિત છે, પણ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. દુકાનદારોએ પણ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે. એરફોર્સ સ્ટેશનના ગેટ આગળ ફક્ત સેના-વાયુસેનાના જવાનો જ જઈ શકે છે. ત્યાં કોઈ ફોટો ક્લિક કરી શકાય છે અને ન તો વીડિયો બનાવી શકાય છે.

આ ગેટની નજીક એરફોર્સ સ્ટેશનની દિવાલ છે, જે ધૂલકોટ ગામ સાથે જોડાયેલી છે. દિવાલના સહારે જ્યારે અમે આગળ વધ્યા તો ખેતરોમાં બનેલા વેરહાઉસ દેખાતા હતા. ત્યાં કામ કરતા લોકો પાસે ગયા તો તેઓ પણ રાફેલ અને એરફોર્સ સ્ટેશનને લગતી વાત કરવાનો ઈન્કાર કરવા લાગ્યા. અમે અમારા વેરહાઉસની છત પર ચોક્કસ જઈ શકીએ છીએ પણ એરફોર્સ સ્ટેશન જોઈ શકતા નથી. અમને સાવચેત કરવામાં આવે છે.

અમે અહીં એ જાણવા ઈચ્છતા હતા કે છેવટે એક યુદ્ધવિમાન આવી રહ્યું છે, જે અંગે સમગ્ર દેશમાં ચર્ચા છે, તો તમે શું અહેસાસ કરો છો. બાદમાં અમે ધીમે ધીમે દિવાલની મદદથી ગામ તરફ આગળ વધ્યા. ત્યાં જે કોઈને પણ રાફેલ કે ફાઈટર જેટ અંગે વાત કરતા તો તેઓ કોઈ પ્રતિક્રિયા આપતા ન હતા. એક વ્યક્તિને અમે જ્યારે પૂછ્યું કે તમારા પડોશમાં ફાઈટર પ્લેન રાફેલ આવી રહ્યું છે, શું કહેવા માંગો છો.

આગળ વધ્યા તો એક યુવક મળ્યો. અમે તેને અટકાવ્યો તો તેને લાગ્યુ કે અમે માર્ગ અંગે પૂછીએ છીએ. તે ઉત્સુકતા સાથે અમારી પાસે આવ્યો અમે તેને પૂછ્યુ કે તમારી પડોશમાં ફાઈટર પ્લેન રાફેલ આવી રહ્યું છે. એરફોક્સ સ્ટેશન અંગે તમે શું કહેવા માંગો છો? તેને આ પ્રશ્નથી જાણે આંચકો લાગ્યો અને માર્ગ પર ચાલતો થઈ ગયો. અમે પૂછ્યું-શું થયું. તે જવાબ આપ્યો હું કંઈ જ નહીં બોલુ, મને ખબર નથી.

સુરક્ષા, એરફોર્સ સ્ટેશન અને ફાઈટર પ્લેનને લગતી વાતો નહીં કરવાનું કારણ ફક્ત રાફેલ નથી. વાયુસેનાના લોકો આજુબાજુના ગામો તથા વિસ્તારોમાં જઈને કહી રહ્યા છે કે તેમણે કોઈ પણ પ્રકારની માહિતી કોઈને આપવાની નથી. સ્ટેશન તરફ કેમેરો કરીને ફોટો પાડવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે. અહીં રહેતા વૃદ્ધો જ નહીં બાળકો પણ સુરક્ષાને લગતા કોઈ જવાબ આપતા નથી.The villagers asked- Raphael is coming, if you don't say anything then leave without answering; They are afraid of harming the country somewhere