Translate to...

ગામના લોકોને પણ ખબર ન હતી કે PM આવી રહ્યા છે, ટીવીમાં જોઈ જાણ થઈ તો આશ્ચર્ય થયું

ગામના લોકોને પણ ખબર ન હતી કે PM આવી રહ્યા છે, ટીવીમાં જોઈ જાણ થઈ તો આશ્ચર્ય થયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અચાનક લદ્દાખ પહોંચીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. PMની આ મુલાકાતને એટલી પુપ્ત રાખવામાં આવી હતી કે આ અંગે ગામના સ્થાનિક લોકોને પણ આ અંગે જાણકારી ધરાવતા ન હતા. સ્થાનિક લોકોને પણ ટીવી પર સમાચાર જોઈને પ્રધાનમંત્રી મોદી લદ્દાખ આવ્યા છે તે અંગે જાણ થઈ હતી.લદ્દાખમાં આવનારા નીમૂ ગામના લોોકને એવી માહિતી આપવામાં આવી હતી કે સેનાના કેટલાક અધિકારી આર્મી કેમ્પની મુલાકાત લેવા આવી રહ્યા છે. PM શુક્રવારે સવારે 9 વાગે નીમૂ ગામ પહોંચ્યા હતા. જ્યારે તેઓ જવાનો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પણ ગ્રામીણોને ખબર ન હતી કે PM અહીં આવ્યા છે.

જ્યારે ગ્રામીણ લોકો આર્મી કેમ્પની બહાર ઉભા હતા ત્યારે ગ્રામીણ લોકોને જાણ થઈ હતી કે તેમના ગામમાં PM આવ્યા છે. આ જાણકારી મળતા તેમને ઘણો આનંદ થયો અને દરેક વ્યક્તિએ એવી આશા વ્યક્ત કરી કે આ મુલાકાત બાદ સરહદ પર જે તણાવની સ્થિતિ છે તે ઓછી થશે.

ગ્રામીણો PMને મળવા ઈચ્છતા હતા પણ સુરક્ષા કારણથી મળી શક્યા ન હતા

લદ્દા બુદ્ધિસ્ટ એસોસિએશનના પ્રમુખ પીટી કુંજંગે કહ્યું કે PMના પ્રવાસથી જવાનોનો ઉત્સાહ વધવા ઉપરાંત ચીનને પણ સંદેશ મળશે કે ભારત સરહદના મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. કુંજંગના મતે PM અહીં આવતા સરહદ પર રહેતા લોકો હવે સુરક્ષાનો અહેસાસ કરી રહ્યા છે.

તેમણે એમ પણ જણાવ્યું કે અમને સમાચારમાં જાણવા મળ્યું કે બન્ને તરફ મોટી સંખ્યામાં સૈનિકો ગોઠવવામાં આવેલા છે, માટે તણાવ ખૂબ જ છે. ગ્રામીણોનું કહેવું છે કે ભારત આ વખત કડક પગલાં ભરશે તો ચીન ફરી વખત આપણી જમીનને હડપ કરવાનો પ્રયત્ન નહીં કરી શકે.

લદ્દાખમાં સાંસદ સોરિંગ નામગ્યાલે PM સાથે મુલાકાત કરી હતી

કુંજંગ કહે છે કે યુદ્ધના માર્ગે સમસ્યાનો ઉકેલ નહીં આવી શકે. આ માટે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ મેળવવો જોઈએ. લદ્દાખની પ્રજા દેશને પ્રેમ કરે છે અને હંમેશા ભારતીય લશ્કરને ટેકો આપે છે. ગામવાસીઓએ PMને મળવાનો પ્રયત્ન કર્યો પણ સુરક્ષાના કારણોથી તેમની પાસે જવા માટે મંજૂરી મળી ન હતી. આર્મી ઓફિસર ઉપરાંત લદ્દાખના લેફ્ટેનન્ટ ગવર્નર અને સાંસદ જ તેમની સાથે હતા.

PMના આગમન અગાઉ ટ્રાફિક બેરિકેટ્સ લગાવાવમાં આવ્યા હતા

લદ્દાખમાં શિયા મુસ્લિમ સમુદાયના વડા અને અંજુમન ઈમામિયાના અધ્યક્ષ અસરફ અલી બરચાએ કહ્યું કે PMને થોડા વહેલા આવવાની જરૂર હતી પણ તેમની વર્તમાન મુલાકાત બાદ ચીનને એક મજબૂત સંદેશ જશે. ઈમામિયાના મતે લદ્દાખ હંમેશા ઈન્ડિયા આર્મીને હંમેશા સપોર્ટ કરતુ રહેશે. ઈમામિયા કહે છે કે PMએ ફરી એક વખત દુશ્મનનું નામ લીધુ નથી, આ મનમાં અનેક પ્રશ્ન સર્જે છે.

જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તેરસિંગ નામગ્યાલ કહે છે કે PMનો પ્રવાસ સેનાને ઉત્સાહમાં અનેક ગણો વધારો થશે. ભાજપના અધ્યક્ષ દોરજય અંગચુક કહે છે કે PMનો લદ્દાખનો આ પ્રવાસ દર્શાવે છે કે દેશને લઈ કેટલા ગંભીર છે.

શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત સોનમ વાંગચુક કહે છે કે PMની મુલાકાતથી ચીનને એવા માહિતી મળી છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.જ્યારે પ્રધાનમંત્રી જવાનો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ગ્રામીણોને જાણ ન હતી કે PM અહી આવ્યા છે-ફાઈલ ફોટો