Translate to...

ગંભીરે કહ્યું- વિરાટના 2012 એશિયા કપમાં પાકિસ્તાન સામેના 183 રન ત્રણેય ફોર્મેટમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ

ગંભીરે કહ્યું- વિરાટના 2012 એશિયા કપમાં પાકિસ્તાન સામેના 183 રન ત્રણેય ફોર્મેટમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ
પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની 2012 એશિયા કપમાં પાકિસ્તાન સામેની 183 રનની ઇનિંગને ત્રણેય ફોર્મેટમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ ગણાવી છે. સ્ટાર સ્પોર્ટ્સ પ્રોગ્રામ 'બેસ્ટ ઓફ એશિયા કપ'માં ગંભીરે આ વાત કરી હતી.

આ મેચમાં શૂન્ય રને આઉટ થયેલા ગંભીરએ કહ્યું કે, વિરાટે ત્રણેય ફોર્મેટમાં ઘણી અવિશ્વસનીય ઇનિંગ્સ રમી છે, પરંતુ પાકિસ્તાન સામે તેની 183 રનની ઇનિંગ્સ દરેક સ્કેલમાં સર્વશ્રેષ્ઠ છે. તેણે કહ્યું કે અમે 330ના લક્ષ્યાંકનો પીછો કરી રહ્યા હતા અને અમે સ્કોરબોર્ડમાં કોઈ રન ઉમેર્યા વિના પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે કોહલી એટલો અનુભવી ન હતો. આવી સ્થિતિમાં, વ્યક્તિગત 183 રનનો સ્કોર બનાવવો ખરેખર ખાસ છે.

કોહલીએ 148 બોલમાં 183 રન બનાવ્યા હતા

તે મેચમાં પાકિસ્તાન પાસે ઉમર ગુલ, સઇદ અજમલ, શાહિદ આફ્રિદી અને વહાબ રિયાઝ જેવા અનુભવી બોલરો હતા. તેમ છતાં કોહલી ડર્યા વગર રમ્યો અને તેણે કોઈ પાકિસ્તાની બોલરને હાવી થવા ન દીધો.તેણે 148 બોલમાં 183 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 22 ફોર અને એક સિક્સ ફટકારી હતી.વિરાટની ઇનિંગ્સે ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી મેચ જીતવામાં મદદ કરી હતી. વનડે ક્રિકેટમાં આ વિરાટની સૌથી મોટી ઇનિંગ્સ છે.

વિરાટે છેલ્લા 8 વર્ષમાં વનડેમાં 34 સદી ફટકારી છે

વિરાટે અત્યાર સુધી 248 વનડેમાં 59.33 ની સરેરાશથી 11867 રન બનાવ્યા છે. તેણે 43 સદી અને 58 ફિફટી ફટકારી છે. તેની સ્ટ્રાઇક રેટ પણ 93 કરતા વધારે છે.વિરાટે 2012થી 166 વનડે મેચ રમી છે અને 65થી વધુની સરેરાશથી 8634 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 34 સદી ફટકારી.અત્યાર સુધીમાં તેણે વનડેમાં 43 સદી ફટકારી છે, જેમાંથી છેલ્લા 8 વર્ષમાં 34 ફટકારી છે.

વિરાટે 148 બોલમાં 183 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 22 ફોર અને એક સિક્સ ફટકારી હતી. -ફાઇલ ફોટો