Translate to...

ગોપાલગંજ અને પૂર્વી ચંપારણમાં ગંડક નદી પરનો બંધ તૂટ્યોઃ 1000થી વધુ ગામોમાં પાણી ભરાયા

ગોપાલગંજ અને પૂર્વી ચંપારણમાં ગંડક નદી પરનો બંધ તૂટ્યોઃ 1000થી વધુ ગામોમાં પાણી ભરાયા




નેપાળ અને ઉત્તર બિહારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ગોપાલગંજ અને પૂર્વી ચંપારણ જીલ્લામાં શુક્ર્વારે ગંડક બંધ ત્રણ જગ્યાથી તૂટી ગયો હતો. બંધ તૂટવાથી 1000થી વધારે ગામોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે. લોકો જીવ બચાવવા માટે ઉંચી જગ્યા તરફ જઈ રહ્યા છે. આ બન્ને જીલ્લામાં આશરે એક લાખથી વધુ લોકોને અસર થઈ છે.જીલ્લા વહિવટીતંત્ર અને NDRFની ટીમ પૂરમાં ફસાયેલા લોકોને સલામત જગ્યા પર પહોંચાડી રહ્યા છે. રાસણ તથા સીવાન જીલ્લામાં પણ પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.

દેવાપુર નજીક સારણનો મુખ્ય બંધ તૂટ્યો ગોપાલગંજ જિલ્લામાં દેવાપુર નજીક સારણનો મુખ્ય બંધ તૂટી ગયો છે. પૂરના પાણી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-28 તરફ આગળ વધી રહ્યા છે. જેને પગલે માર્ગ વ્યવહાર અટકી પડવાનું જોખમ ઉભુ થયુ છે. દુર્ઘટનાને અટકાવવા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે. દેવાપુરમાં 12 વર્ષનું એક બાળક પૂરના પાણીમાં તણાઈ ગયુ હતું. તેની શોધખોળ કરવામાં આવી રહી છે. માઝાગઢના પુરૈનામાં પણ સારણ બંધ તૂટી ગયો છે, જેથી આ વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ છે.

પૂર્વી ચંપારણ જીલ્લાના ભવાનીપુરમાં પોતાના પશુઓ અને માલ-સામાન લઈ જઈ રહેલા ગામના લોકો

ભવાનીપુરમાં ચંપારણ બંધ તૂટ્યો પૂર્વી ચંપારણ જીલ્લાના ભવાનીપુર પંચાયતના નિહાલુ ટોલામાં ગંડક નદી પર બનેલો ચંપારણ બંધમાં 10 ફૂટનું ગાબડુ પડ્યું છે. આ બંધના પાણી આજુબાજુના 600 ગામોમાં ફેલાઈ ગયા છે. NH 74 પર પાણી આવવા લાગ્યુ છે. દક્ષિણી ભવાનીપુર ગાંમમાં પણ પાણી આવી રહ્યા છે. NDRFની અનેક ટીમો ફરજ પર છે. લોકોને સુરક્ષિત સ્થળ પર લઈ જઈ રહી છે.

ગોપાલગંજ જીલ્લામાં સારણીનો મુખ્ય બંધ તૂટતા પાણી વહી રહ્યું છે

ગંડકમાંથી આશરે 3.5 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે

ગંડક નદીમાં 3.5 લાખ ક્યુસેક પાણી વહી ગયુ છે, જેને પગલે ગોપાલગંજ અને પૂર્વી ચંપારણમાં બંધ તૂટ્યો છે. ગોપાલગંજ જિલ્લાના વહિવટીતંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત જગ્યા પર જતુ રહેવા લોકોને અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2001, 2010 અને વર્ષ 2017માં પણ સારણ બંધ તૂટ્યો હતો.

પૂર્વી ચંપારણ જીલ્લાના સંગ્રામપુરમાં બંધ તૂટ્યા બાદ DM એસકે અશોક અને એસપી નવીન ચંદ્ર ઝા

ભારે વરસાદ થવાની શક્યતા છે જળ સંશાધન પ્રધાન સંજય ઝાએ કહ્યું છે કે આગામી 48 કલાકમાં ગંડક બેસિનમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં બાગમતી, કોસી અને કમલા બેસિનમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જેને પગલે નદીઓમાં જળ સ્તર વધી રહ્યો છે. જળ સંશાધન વિભાગના અધિકારી એલર્ટ પર છે.

પૂર્વી ચંપારણ જીલ્લાના સંગ્રામપુરમાં બંધ તૂટી ગયા બાદ અફરા-તફરી સર્જાઈ

દરભંગા-સમસ્તીપુર ટ્રેક પર ટ્રેન બંધ હાયાઘાટ મુંડા પુલ સુધી પાણી પહોંચી જતા રેલવે સાવધાની રાખી રહ્યું છે, દરભંદા-સમસ્તીપુર ટ્રેક પર ટ્રેન અટકાવવામાં આવી છે. બિહાર સંપર્ક ક્રાંતિનો રુટ બદલવામાં આવ્યો છે. હવે ટ્રેન સીતામઠીથી જશે.

NDRFની ટીમ સાથે પૂરગ્રસ્ત પૂર્વી ચંપારણ જિલ્લાના સંગ્રામપુર ગામમાં DM એસકે અશોક પહોંચ્યા





પૂર્વી ચંપારણ જિલ્લાના ભવાનીપુરમાં ઘરમાં પાણી ભરાઈ જતા લોકો સુરક્ષિત સ્થળો પર જઈ રહ્યા છે