રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્ષના સૌથી મોટા મોબાઈલ માર્કેટ બાદ બીજા નંબરના ગીતામંદિર બસસ્ટેન્ડ પાસે આવેલા મોબાઈલ માર્કેટમાં ચાર દુકાનોમાં PCBની ટીમે દરોડો પાડી એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ અને કવર કબ્જે કર્યા હતા. આશરે 14 લાખ મુદામાલ પોલીસે કબ્જે કરી ચાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બેકકવર, એરપોડ કવર, બેક ગ્લાસ, બેટરીઓ સહિતનો મુદામાલ જપ્ત કર્યોદુકાનોમાં એપલની ઓરીજનલ જેવી જ ડુપ્લીકેટ એસેસરીઝ વેચાતી હતી PCBની ટીમને બાતમી મળી હતી કે, ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે આવેલા મોબાઈલ માર્કેટમાં ત્રીજામાળે આવેલી કોર ટેલિકોમ, પરમેશ્વરી મોબાઈલ એસેસરીઝ, શ્રી નાગનેચી મોબાઈલ એસેસરીઝ અને ભવાની મોબાઈલ એસેસરીઝ નામની દુકાનોમાં એપલ કંપની ઓરીજનલ જેવી જ ડુપ્લીકેટ એસેસરીઝ વેચવામાં આવી રહી છે જેના આધારે PCBએ દરોડો પાડી એપલના સિમ્બોલવાળા લાઈટીંગ કેબલો, બ્લ્યુ ટૂથ, સ્મોલ લાઈટીંગ કેબલો, બેકકવર, એરપોડ, એરપોડ કવર, બેક ગ્લાસ, બેટરીઓ, એડપટર સહિત આશરે 14 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
PCBની ટીમને બાતમીના આધારે રેડ પાડી 4 વેપારીની ધરપકડ કરીઝડપાયેલા ચાર વેપારીઓ 1) વિક્રમ સુથાર (રહે. ખાડિયા) 2) કાંતિલાલ ઘાંચી (રહે. ચાંદખેડા) 3) ભેરરામ ઘાંચી (રહે. માણેકચોક) 4) શૈતાનસિંહ રાવ (રહે. સીટીએમ)
ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે આવેલા મોબાઈલ માર્કેટમાં વેપાર ચાલતો હતો