Translate to...

ગોંડામાં અપહરણ થયેલા વેપારીના 6 વર્ષના દીકરાને 17 કલાકમાં છોડાવ્યો, 6 આરોપીની ધરપકડ; 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી

ગોંડામાં અપહરણ થયેલા વેપારીના 6 વર્ષના દીકરાને 17 કલાકમાં છોડાવ્યો, 6 આરોપીની ધરપકડ; 4 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી




​​​​​​ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાના કરનૈલગંજ વિસ્તારમાંથી શુક્રવારે કિડનેપ કરાયેલા વેપારીના 6 વર્ષના દીકરાને STFએ શનિવારે સવારે 17 કલાક પછી હેમખેમ છોડાવી લીધો છે. પોલીસ અને બદમાશો વચ્ચેની અથડામણમાં બે આરોપીઓના પગમાં ગોળી પણ વાગી છે. ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે, STF અને જિલ્લા પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં સવારે સવા સાત વાગ્યે સફળતા મળી હતી. કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. કાનપુર કિડનેપિંગ કેસમાં પોલીસ પર જ આરોપ લાગ્યા હતા. શનિવારે સવારે સર્વેલન્સ દ્વારા ગોંડામાં જ ભૌરીગંજ રોડ પર અપહરણકર્તાઓની લોકેશન મળી હતી. STF અને પોલીસની ટીમે તેનો પીછો કર્યો તો ગાડી એક થાંભલા સાથે અથડાઈ ગઈ. બે અપહરણકર્તા કારમાંથી ઉતરીને ભાગવા લાગ્યા. બન્નેએ પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું. જવાબી કાર્યવાહીમાં અપહરણકર્તાઓને ઝડપી પડાયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગાડીમાંથી અપહરણ થયેલા બાળક સહિત સૂરજ પાંડેય, તેના પત્ની છવિ પાંડેય, રાજ પાંડેય, દીપૂ કશ્યપ અને ઉમેશ યાદવ સહિત 6 લોકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પુછપરછ કરાઈ રહી છે. તમામ ગોંડા જિલ્લાના જ રહેવાસી હતા. ઘાયલ બદમાશોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

આ છે મામલો કરનૈલગંજના ગાડી બજાર મોહલ્લામાં પોલીસ ચોકી પાછળ જ ગુટકાના વેપારી રાજેશ કુમાર ગુપ્તાનું ઘર છે. શુક્રવારે લગભગ ત્રણ વાગ્યે રાજેશના પૌત્ર આરુષ ઉર્ફ નમો ગુપ્તાનું બદમાશોએ અપહરણ કરી લીધુ હતું. મળતી માહિતી પ્રમાણે, સ્વાસ્થ્ય વિભાગનું આઈ કાર્ડ લગાવીને ઘણા લોકો મોહલ્લામાં માસ્ક અને સેનેટાઈઝર વહેંચી રહ્યા હતા. કિડનેપર રાજેશના ઘરે પહોંચ્યા અને કહ્યું કે, નમોને મોકલો, તેને ગાડીમાંથી સેનેટાઈઝર કાઢીને આપી દઈએ. આટલું કહીને બદમાશ બાળકને ગાડીમાં બેસાડીને ફરાર થઈ ગયા.

બાળકના પિતાને ફોન કરીને ખંડણીની માંગ કરી પરિવારજનોને આ ખબર ત્યારે પડી જ્યારે બાળકના પિતા હરી ગુપ્તાને બદમાશોએ ફોન પણ જણાવ્યું કે, બાળકનું અપહરણ થઈ ગયું છે. 4 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરો. અપહરણકર્તાઓમાં એક પણ મહિલા ન હતી. પણ જે ફોન ત્યારે મહિલા વાત કરી રહી હતી.

કાનપુર કાંડમાં પોલીસની બદનામી થઈ હતી કાનપુર કિડનેપિંગ પછી મર્ડરનો કેસ સામે આવ્યો હતો. એક મહિના પહેલા લેબ ટેક્નીશિયન સંજીત યાદવનું અપહરણ તેના મિત્રોએ જ કર્યું હતું. ત્યારપછી તેની હત્યા કરીને તેને લાશ પાંડૂ નદીમાં નાંખી દીધી હતી. આ કેસમાં શુક્રવારે એક IPC હેઠળ 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ગુરુવારે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સંજીતના પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસની જાણમાં જ અપહરણકર્તાઓને 30 લાખની ખંડણી આપી, તેમ છતા દીકરો જીવતો ન બચ્યો.







પોલીસે ગોંડામાં અપહરણ કરાયેલા એક વેપારીના 6 વર્ષના દીકરા આરુષને મોડી રાતે અપહરણકર્તાઓ પાસેથી છોડાવ્યો