ગોંડલના ગુંદાળા રોડ પર આડા ઉતરેલા બાઈકને કારે ફંગોળ્યું, મહિલા સહિત બેને ગંભીર ઇજા

ગોંડલના ગુંદાળા રોડ પર આડા ઉતરેલા બાઈકને કારે ફંગોળ્યું, મહિલા સહિત બેને ગંભીર ઇજાગોંડલના ગુંદાળા રોડ પર આડા ઉતરેલા બાઈકને કારે ટક્કર મારતા ફંગોળાયું હતું. આથી બાઈકમાં સવાર સંજય ભીમજીભાઇ પરમાર (ઉં.વ.40) અને પ્રભાબેન ઘનશ્યામભાઇ વાઘેલા (ઉં.વ.44) રોડ પર પટકાયા હતા. આ બંનને ગંભીર ઈજા પહોંચતા ગોંડલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. કારચાલકના ડેશબોર્ડ કેમેરામાં આ દ્રશ્યો કેદ થઈ ગયા હતા.આથી અકસ્માતના LIVE દ્રશ્યો સામે આવ્યા છે.

કારનો કાચ તૂટી ગયો કારચાલક કે તેની બાજુમાં બેઠેલો કોઇ એક વ્યક્તિ વીડિયોમાં બોલે છે કે એક જ મિનીટમાં આવ્યો હો. બાદમાં કારની આડે બાઇક ઉતરે છે અને કાર તેની સાથે ધડાકાભેર અથડાય છે. કારનો આગળનો કાચ પણ તૂટેલો જોવા મળે છે. તેમજ બાઈકને પણ નુકસાન પહોંચ્યું હતું.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)અકસ્માતના LIVE દ્રશ્યો વીડિયોમાં કેદ થયા