ગાઝીયાબાદની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ;7 લોકોના મોત, 20 લોકો હજુ પણ ફેક્ટરીમાં ફસાયેલા હોવાની આશંકા

ગાઝીયાબાદની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ;7 લોકોના મોત, 20 લોકો હજુ પણ ફેક્ટરીમાં ફસાયેલા હોવાની આશંકા



ગાઝીયાબાદમાં રવિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટરમાં 7 લોકોના મોત થયા છે. 4 લોકોને ઈજા પહોંચી છે. આ ફેક્ટરીમાં 20 લોકો મોદી નગર સ્થિત ફેક્ટરીમાં ફસાયેલા છે. અચાનક થયેલા આ વિસ્ફોટથી આજુબાજુના વિસ્તારોમાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. વિસ્ફોટનો અવાજ ઘણા દૂર સુધી સંભળાયો હતો.

મોદી નગરની ફેક્ટરીમાં કેકમાં લગાવવામાં આવતી ફુલઝડી તૈયાર થતી હતી

આજુબાજુના ઘરોમાં પણ ફટાકડા બનાવવાનું કામ થતુ હતુ10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અહીં મોટાભાગે મહિલાઓ કામ કરતી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ફેક્ટરી લાંબા સમયથી ચાલતી હતી. અહીં કેકમાં લગાવવાની ફુલઝડી તૈયાર કરવામાં આવતી હતી. ફેક્ટરીનો માલિક આજુબાજુના ઘરોમાં કાચા માલને મોકલીને ફટાકડા બનાવતો હતો. ઘટના ાબાદ અહીં પહોચેલા SP નીરજ જાહૌન, ધારાસભ્ય ડો.મંજૂ શિવાચ અને ભાજપના જિલ્લા અધ્યક્ષ દિનેશ સિંઘલને ગ્રામીણ લોકોએ ઘેરી લીધા હતા. લોકો મૃતદેહોને ઉઠાવવા દેતા ન હતા.

શહીદ નગર વિસ્તારમાં પણ એક ફેક્ટરીમાં આગ લાગી હતી

આ ઉપરાંત શહીદ નગર વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અનેક કલાક બાદ કાબૂ મેળવી શક્યા હતા.







લોકોનો આરોપ છે કે ગાઝીયાબાદની ફેક્ટરી ગેરકાયદેસર હતી. વિસ્ફોટ બાદ પણ ફેક્ટરી પાસે લોકો ભેગા થઈ ગયા