ગાઝિયાબાદના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કહ્યું- બકરી ઇદ પર પશુઓની નહીં, પોતાના બાળકોની બલિ આપો

ગાઝિયાબાદના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે કહ્યું- બકરી ઇદ પર પશુઓની નહીં, પોતાના બાળકોની બલિ આપોઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે બકરાની કુરબાની અંગે નિવેદન આપ્યું છે. ગુર્જરે કહ્યું કે દેશમાં કોરોનાનો પ્રકોપ છે તેથી બકરી ઇદ પર બલિ ન આપો. જો તમને બલિ આપવી જ હોય તો તમારા બાળકોની આપો.

તેમણે કહ્યું ક બકરી ઇદ પર તેઓ બલિ થવા નહીં દે. જો કોઇ બલિ આપે છે તો તેની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે અગાઉ સનાતન ધર્મમાં બલિ આપવામા આવતી હતી પરંતુ હવે લોકો બલિની જગ્યાએ નારિયેળ ધરાવે છે. હવે બકરીનો વધ થતો નથી. બલિનો અર્થ થાય છે કે પવિત્ર ચીજને સમર્પિત કરવી. લોકો પોતાના બાળકોની બલિ નથી આપતા પરંતુ નિર્દોષ પશુઓને મારીને ખાય છે.

બલિ દેવી હોય તો બાળકોની આપો નંદકિશોર ગુર્જરે કહ્યું- જેવી રીતે સનાતન ધર્મમાં પહેલા બલિની પ્રથા હતી અને હવે નારિયેળ વધેરવામા આવે છે તેવી જ રીતે ઇસ્લામને માનતા લોકોને નિવેદન છે કે પશુઓની બલિ ન આપે. જો કોઇ ન માને તો તેઓ તેમના બાળકોની બલિ આપે. નિર્દોષ જીવની બલિ આપીને તેને ખાવું એ યોગ્ય નથી.

પશુઓની બલિ નહીં થવા દઇએ નંદકિશોરે કહ્યું- જે બકરો મારીને ખાશે તે આગલા જન્મમાં પણ બકરો બનશે અને લોકો તને મારીને ખાશે. પ્રકૃતિનો નિયમ છે, જે જેવુ કરે છે , તેવું ભોગવે છે. ઇમાનદારી સાથે એક પણ કુરબાની ન થાય. વહીવટીતંત્ર તેનું ધ્યાન રાખે જેથી કોરોના ન ફેલાય. કુરબાનીના લીધે કોરોના ફેલાશે, જે અમે નહીં થવા દઇએ.ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર