ગુજરાતમાં નકસલવાદનો પગપેસારો થઈ રહ્યો છે. જે અંગેની તપાસમાં ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોર્ડે (ATS)એ એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલી મહિલા બબિતા કચ્છપની ભાજપના સ્ટેજ પર અને કાર્યક્રમમાં કેટલીક તસવીર સામે આવ્યા છે.આ અંગે બબિતા સાથે ભાજપના કોઈ સબંધ ન હોવાનું ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું છે.
બબિતાના બચાવમાં સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ATSએ પકડેલા કથિત નક્સલવાદીઓની સામે ઘણા પુરાવા હોવાનું તપાસ એજન્સી જણાવી રહી છે. આ બધાની વચ્ચે આદિવાસી સમાજના કેટલાક લોકો બબિતાના બચાવમાં સોશિયલ મીડિયા કેમ્પેઈન ચલાવી રહ્યા છે.
ભાજપના પ્રવક્તા કહે છે, અમારે બબિતા સાથે કોઈ નિસ્બત નથી બબિતા કચ્છપ અગાઉ ભાજપના સ્ટેજ પર અને કાર્યક્રમમાં હાજર હતી તેવી તસવીરો સામે આવી છે. જેથી વિવાદ થયો છે. આ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં આવતી કોઈ બાબતને તથ્ય માની ન લેવું જોઈએ અને ભાજપને બબિતા સાથે કોઈ સબંધ નથી. જ્યારે ભાજપ સરકાર કોઈપણ ગુનેગાર હોય તેની સામે કાર્યવાહી કરે જ છે.
New controversy erupts over BJP stage photos of Naxalite Babita who captured by Gujarat ATS