Translate to...

ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી પર કટાક્ષ કરતો ટ્રેન્ડ‘મને ખબર નથી’સામે ભાજપે ‘જનતા જાણે છે’હેશટેગ સાથે ટ્રેન્ડ વહેતો કર્યો

ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી પર કટાક્ષ કરતો ટ્રેન્ડ‘મને ખબર નથી’સામે ભાજપે ‘જનતા જાણે છે’હેશટેગ સાથે ટ્રેન્ડ વહેતો કર્યો
ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી પર કટાક્ષ કરતો ટ્રેન્ડ ‘મને ખબર નથી’ હેશટેગ સાથે ટ્વિટર પર જોરદાર જામ્યો હતો. સોમવારે સાંજે આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવ્યો અને મંગળવાર સવારથી બપોર સુધીમાં સમગ્ર ગુજરાતમાં પહેલા સ્થાને અને ગુજરાતીમાં હોવા છતાં સમગ્ર ભારતમાં પણ નવમા સ્થાને પહોંચી ગયો હતો.

રાજ્ય સરકારે હાલ ભરતીઓ બંધ કરતા નોકરીવાંચ્છુઓએ આ ટ્રેન્ડ શરૂ કર્યો હતો, જે પછીથી કોંગ્રેસે પણ સરકાર, ભાજપ પર પ્રહાર શરૂ કર્યો હતો. જોકે તેના વળતા જવાબ તરીકે ભાજપે પણ ‘જનતા જાણે છે’ હેશટેગ સાથે ટ્રેન્ડ વહેતો કર્યો હતો. આ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્રકારોએ શિક્ષકોના 4200 ગ્રેડ પે મુદ્દે પણ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે આ અંગે તેમને જાણકારી નથી તેવો જવાબ આપતા પટેલને પણ ‘મને ખબર નથી’ હેશટેગ સાથે ટ્રોલ કરાયા હતા.

મુખ્યમંત્રી સામે ‘મને ખબર નથી’ અભિયાન કેમ છેડાયું?થોડા દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરત મુલાકાત વખતે પત્રકારે તેમને સુરતમાં કોરોનાના આંકડા છુપાવાય છે તેવું પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘મને ખબર નથી’. અગાઉ નવરાત્રિ વેકેશનની જાહેરાત શિક્ષણમંત્રીએ કરી દીધી હતી છતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ‘મને ખબર નથી.’ આમ આવા સંજોગોને કારણે મુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ ‘મને ખબર નથી’નું અભિયાન છેડાયું હતું.

‘રૂપાણીએ ઘણી વાતોમાં આંખ આડા કાન કર્યા છે’ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર હેમાંગ રાવલે કહ્યું કે, ઘણી વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘણી વાતોમાં આંખ આડા કાન કર્યા છે. મુખ્યમંત્રીની આવી વર્તણૂકના કારણે જનતાના સવાલો ઉકેલાયા નથી, તેથી આવી બાબતો ટ્રેન્ડ થાય છે.

‘કોંગ્રેસ નિષ્ફળતા છુપાવવા આવા જૂઠ્ઠાણા ચલાવે છે’ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છુપાવવા આવાં જૂઠ્ઠાણાં અભિયાન ચલાવે છે, પણ જનતા જાણે છે કે કોંગ્રેસની મતિમાં વિકૃતિ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સરકાર કોરોનાના સમયમાં લોકોની સેવા કરે છે, તે જનતા જાણે છે.

કોંગ્રેસ V/s ભાજપ#મનેખબરનથીકોરોનાના આંકડામાં ગોટાળા?ધમણને વેન્ટિલેટર કહેવાય?સરકારી ભરતી ક્યારે થશે?સ્કૂલોમાં ફી માફી?ખેડૂતોની હાલત?મોંઘવારી?તૂટતા પૂલ-રસ્તા?

#જનતાજાણેછેગુજરાતમાં એહમદ સિવાય બીજો કોઈ પટેલ કોંગ્રેસ પાસે નથીબનાસકાંઠા પૂરમાં પેકેજ આપ્યું.ખેડૂતોને ઉપજના પોષણક્ષમ ભાવ મળ્યા.14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર.પ્રજા કોરોનામાં, કોંગ્રેસ રિસોર્ટમાં.ગુજરાતમાં બેરોજગારીનો સૌથી ઓછો દર.કોંગ્રેસના યુપીએ સરકારનાં કૌભાંડો અને રાહુલ ગાંધીનું નિષ્ફળ નેતૃત્વ.પ્રતિકાત્મક તસવીર.