ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાંથી કોરોનાનો દર્દી ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાંથી કોરોનાનો દર્દી ફરાર, પોલીસે શોધખોળ શરૂ કરી



ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાંથી કોરોનાનો દર્દી ફરાર થઈ ગયો છે. મોડી રાતે સિક્યુરિટીની હાજરી હોવા છતાં દર્દી નાસી જતા અનેક સવાલ થઈ રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે દર્દી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

ગુમ દર્દી અન્ય લોકોને પણ ચેપ લગાડી શકે તેથી ડોક્ટરે ફરિયાદ નોંધાવી VS હોસ્પિટલમાં પીડિયાટ્રિશયન ડો. સિદ્ધાર્થ મહેતાની ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં કોવિડ સેન્ટરમાં ડ્યુટી છે. બુધવારે રાતે રાબેતા મુજબ ડોક્ટરોએ તમામ રૂમમાં રાઉન્ડ લઇ દર્દીઓની તપાસ કરી હતી. બીજા દિવસે સવારે સરદારનગર અર્બન સેન્ટરમાં ટેસ્ટ કરાવી પોઝિટિવ આવેલો દર્દી બચુસિંગ કુશવાહ (ઉ.વ.35) હાજર જોવા મળ્યો ન હતો. તેની સાથેના દર્દીને પૂછતાં સવારે તે હાજર ન હોવાનું કહ્યું હતું. જેથી દર્દી બચુસિંગ મોડી રાતે કે વહેલી સવારે કોરોના દર્દી હોવા છતાં બીજાને ચેપ લાગે તેને લઇ ડોક્ટરે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.A







Corona's patient absconds from Covid Care Center at Gujarat University's Samaras Hostel, police begin search