Translate to...

ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની નવી ટીમમાં 5 મહામંત્રીમાંથી એક માત્ર કે. સી. પટેલ જ રિપીટ થશે

ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની નવી ટીમમાં 5 મહામંત્રીમાંથી એક માત્ર કે. સી. પટેલ જ રિપીટ થશે
ગુજરાત ભાજપના પ્રમુખ તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ સી. આર. પાટીલે પોતાની નવી ટીમ બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. પાટીલની નવી ટીમમાં મહત્વના 5 મહામંત્રીના હોદ્દા માટે કે. સી. પટેલને ચાલુ રાખવામાં આવશે. તે સિવાય મહામંત્રીમાં ગોરધન ઝડફિયા, પુર્ણેશ મોદી, ભાર્ગવ ભટ્ટ અને ધનસુખ ભંડેરી અથવા ભરત બોધરાના નામની ચર્ચા ચાલી રહી છે.

ઉત્તર ગુજરાતમાં પાટીદાર આગેવાન હોવાથી કે સી પટેલ રિપીટગુજરાત ભાજપમાં પ્રમુખ બાદ મહામંત્રીનો હોદ્દો મહત્વનો કહેવાય છે. ત્યારે પાટીલ પોતાની ટીમના મહામંત્રી માટે હાલના મહામંત્રી કે. સી. પટેલને રિપીટ કરી શકે છે. કેમ કે, ઉત્તર ગુજરાતના પાટીદાર આગેવાન તરીકે એમને ચાલુ રાખશે. જ્યારે હાલના ઉપપ્રમુખ અને ભાજપના વરિષ્ઠ નેતા એવા ગોરધન ઝડફિયાને પણ મહામંત્રી પદ મળી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મહામંત્રી તરીકે પુર્ણેશ મોદીને મૂકી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના મહામંત્રીમાં મુખ્યમંત્રીના નજીકના ધનસુખ ભંડેરી અથવા ભરત બોધરાને મૂકી શકે છે. આ ઉપરાંત સંઘના મહામંત્રી તરીકે હાલના ભીખુભાઇ દલસાણિયાના સ્થાને સંઘના જ આગેવાન ભાર્ગવ ભટ્ટને મહામંત્રી બનાવી શકે છે, આ ઉપરાંત પક્ષના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ(કાકા)ની ઉંમર વધુ થઈ ગઈ હોવાથી નવા કોષાધ્યક્ષ તરીકે પરિન્દુ ભગત(કાકુભાઈ)ને મુકવામાં આવી શકે છે.Gujarat BJP President R. C. Patil's new team Only K C. Patel will repeat one of the five general secretaries