Translate to...

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક, પ્રમુખ તરીકે અમિત ચાવડા યથાવત્ રહેશે

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલની નિમણૂક, પ્રમુખ તરીકે અમિત ચાવડા યથાવત્ રહેશે




રાજ્યમાં પેટાચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ફેરફારની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાટીદાર અનામત આંદોલનથી નેતા બન્યા બાદ કોંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જો કે, અમિત ચાવડા પ્રમુખ પદે યથાવત રહેશે. ઉપરાંત તાત્કાલિક અસરથી અન્ય જિલ્લાના પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી છે.

અન્ય જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામ

આણંદ - મહેન્દ્રસિંહ એચ. પરમાર સુરત - આનંદ ચૌધરી દેવભૂમિ દ્વારકા - યાસીન ગજ્જન

અમિત ચાવડાએ હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનવા માટે ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી છે.

हमारे युवा साथी @HardikPatel_ को @INCGujarat के कार्यकारी अध्यक्ष बनाये जाने पर हार्दिक शुभकामनाएं।जन हित की लड़ाई साथ मिलकर ओर मजबूती से लड़ेंगे।नवनियुक्त जिला कांग्रेस अध्यक्षो को भी नई जिम्मेदारी के लिए शुभकामनाएं । pic.twitter.com/cHCw3ducBd

— Amit Chavda (@AmitChavdaINC) July 11, 2020

હજુ ત્રણ કાર્યકારી અધ્યક્ષની નિમણૂક થાય તેવી શક્યતાગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થતાં કોંગ્રેસના સિનિયર આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે ગુજરાતમાં કાયમી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ એક મજબૂત દાવેદાર તરીકે પ્રસ્થાપિત થાય તો કોંગ્રેસના જૂના નેતાઓની બાદબાકી થઇ શકે છે.જો કે, કોંગ્રેસના કેટલાક નેતાઓનું કહેવું છે કે, કાર્યકારી પ્રમુખ તરીકે અગાઉ પણ ચાર આગેવાનોની નિમણૂક કરવામાં આવી હતી. તેથી એવું બની શકે કે હજુ બીજા ત્રણ કાર્યકારી પ્રમુખ અલગ-અલગ ઝોન પ્રમાણેની કામગીરી સાથે બનાવવામાં આવી શકે છે, જેમાં હાર્દિક પટેલને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

કોંગ્રેસના સિનિયર નેતાઓનો મત તદ્દન જુદોજ્યારે કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ એવું પણ કહી રહ્યા છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી કોંગ્રેસ બેઠી થઈ શકતી ન હોવાથી હાઈ કમાન્ડે એક યુવા નેતા તરીકે હાર્દિક પટેલને કાર્યકારીમાંથી કાયમી પ્રમુખ પણ બનાવી શકે છે. હાર્દિક પટેલ એક પાટીદાર નેતાની સાથે યુવા નેતા તરીકે પણ કોંગ્રેસને આગળ વધારવામાં મદદરૂપ થઈ શકે તેમ છે.







અન્ય જિલ્લાના પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી