ગુજરાતમાં શનિવારે કોરોનાના 1,101 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 1,100ની સપાટી પાર કરી ગયેલા કેસ ગયા સપ્તાહે ઘટીને 1,000 નજીક પહોંચ્યા હતા પણ રાજ્યમાં ટેસ્ટની સંખ્યા વધારાતાં ફરી નવા કેસમાં સામાન્ય ઉછાળો આવ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ કેસ 69,886 થયાં છે. હાલ ગુજરાતમાં કુલ 14,530 દર્દીઓ એક્ટિવ કેસ છે એટલે કે સારવાર હેઠળ છે.
રાજ્યમાં રિકવરી રેટ 75 ટકાને પાર તેની સામે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 52,828 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને રિકવરી રેટની ટકાવારી જોઇએ તો તે 75.2 ટકા પર છે. શનિવારે પણ ગુજરાતમાંથી 1,135 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આમ અત્યાર સુધીમાં જેટલાં લોકોને કોરોનાનું સંક્રમણ થયું તે પૈકીના પોણાભાગના કરતાં વધુ દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે.
રાજ્યનો મૃત્યુ દર 3.2 થયો છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાને કારણે 23 લોકોના મોત થયાં છે. જેમાંથી સુરત શહેરના 6, અમદાવાદ શહેરમાં 5, સુરત જિલ્લામાં 5, જૂનાગઢ, કચ્છ અને વડોદરા શહેરમાં 2-2 તથા ગાંધીનગર શહેર અને અમરેલી જિલ્લામાં 1-1 દર્દીના મોત થયાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 2,629 દર્દો મૃત્યુ પામ્યાં છે. હાલ 82 દર્દીઓ વેન્ટિલેટર પર છે પરંતુ ગુજરાતમાં કોરોનાને કારણે નોંધાતો મૃત્યુદર ઘટીને 3.8 ટકા પર પહોંચ્યો છે.
હાલ 4 લાખથી વધુ લોકો ક્વોરન્ટીન અત્યાર સુધીમાં ગુજરાતમાં 9.56 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે અને પ્રતિદિન દર દસલાખની વસ્તીએ 404 લોકોના ટેસ્ટ થઇ રહ્યાં છે. શનિવારે પણ ગુજરાતમાં 26 હજાર કરતાં વધુ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. દસ લાખની વસ્તીએ 13,700 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. હાલ 4.80 લાખ લોકો ક્વોરન્ટાઇન છે.
ફાઇલ તસવીર