Translate to...

ગુજરાતમાં કેસનો આંકડો 1026, દેશમાં 40,537થી ઘટી 35,823 કેસ નોંધાયા, સંક્રમિતોની કુલ સંખ્યા 11,88,013 સુધી પહોંચી

ગુજરાતમાં કેસનો આંકડો 1026, દેશમાં 40,537થી ઘટી 35,823 કેસ નોંધાયા, સંક્રમિતોની કુલ સંખ્યા 11,88,013 સુધી પહોંચી




ગુજરાતમાં 24 કલાકમાં નવા 1,026 કેસ નોંધાયા છે અને હવે કુલ કોરોના સંક્રમણના કેસ 50,465 થયાં છે. અમદાવાદ શહેરમાં કોરોના વકર્યો ત્યારે પણ એક દિવસમાં આટલા કેસ નોંધાતા ન હતા. તેને સ્થાને હવે સૂરત શહેર અને જિલ્લા ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વધેલા સંક્રમણને કારણે નવા કેસોનો આંકડો વધ્યો છે. જે વિસ્તારોમાં અગાઉ કોરોનાનું સંક્રમણ ન હતું અથવા સાવ મર્યાદિત હતું ત્યાં કેસોમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં મંગળવારે કોરોનાના નવા 35,823 કેસ મળ્યાં હતા. બે દિવસ અગાઉ કેસ વિક્રમસર્જક 40,537 નોંધાયા હતા. એટલે કે દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી તો બીજી તરફ ગુજરાતમાં કેસોની સંખ્યા વધી છે.

નવા કેસની સાથે મંગળવારે મૃત્યુના આંકડાએ પણ મોટો આંચકો આપ્યો છે. છેલ્લાં બે સપ્તાહથી મૃત્યુઆંક નીચો ગયો હતો. પરંતુ મંગળવારે સીધા 34 મોત સાથે સોમવારના વીસ કેસની સરખામણીએ પોણા બે ગણો વધારો નોંધાયો હતો. જો કે આ મોટો આંકડો નોંધાવા પાછળ સૂરત શહેર અને જિલ્લામાં મૃત્યુના કેસનો ઉછાળો કારણભૂત છે. મંગળવારે સૂરત શહેરમાં 14, જિલ્લામાં સાત, અમદાવાદ શહેરમાં 5, વડોદરા શહેરમાં 2 તથા અમદાવાદ જિલ્લા, ભાવનગર શહેર, જામનગર શહેર, ગીર સોમનાથ, કચ્છ અને પાટણ જિલ્લામાં 1-1 મૃત્યુ નોંધાયા છે. હવે ગુજરાતમાં મૃત્યુના કુલ કેસ 2,201 થયાં છે. આ વધારાને કારણે મંગળવારે મૃત્યુદર આગલા દિવસના 4.38 ટકાથી વધીને 4.45 ટકા થઇ ગયો છે. હજુ 82 દર્દીઓની હાલત નાજૂક હોઇ તેઓ વેન્ટિલેટર પર છે.

આ સાથે ગુજરાતમાં 744 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ 36,403 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયા બાદ રાજ્યનો રિકવરી રેટ 73.84 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 5.62 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે જ્યારે 4.16 લાખ લોકો ક્વોરન્ટાઇન છે.

દેશમાં કોરોનાના કુલ કેસ 12 લાખની નજીકદેશમાં મંગળવારે કોરોનાના નવા 35,823 કેસ મળ્યાં હતા. બે દિવસ અગાઉ કેસ વિક્રમસર્જક 40,537 નોંધાયા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 11,88,013 સુધી પહોંચી ગઈ છે. એક દિવસમાં 649 લોકોના મોત થતાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે મરનારાની સંખ્યા 28,697ની થઈ છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 2.4 ટકા છે. અત્યાર સુધીમાં 7,44,464 લોકો સાજા થઈ ગયા છે. રિકવરી રેટ 63 ટકા પર પહોંચી ગયો છે. સોમવારે દેશભરમાં 3,33,395 લોકોનો ટેસ્ટ કરાયો હતો. આરોગ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું છે કે કોરોના સંક્રમણ અંગે અસરકારક મેનેજમેન્ટને કારણે દેશમાં મોતનો દર સતત ઘટી રહ્યો છે. રાષ્ટ્રીય સરેરાશ 8.07 ટકાથી ઓછી છે. 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રતિ 10 લાખની વસતીએ 140થી વધુ ટેસ્ટ કરી રહ્યાં છે.

સીરમ ઓગસ્ટના અંત સુધીમાં ઓક્સફર્ડ રસીની ટ્રાયલશરૂ કરશેસીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓગસ્ટના અંત સુધીમાં ભારતમાં ઓક્સફર્ડ રસીની ટ્રાયલ શરૂ કરશે. તેમાં લગભગ 5000 વોલેન્ટિયરને સામેલ કરાશે. જો બધુ યોગ્ય રહેશે તો આગામી વર્ષે જૂન સુધીમાં રસી લોન્ચ કરી દેવાશે. પૂણે સ્થિત આ કંપની વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે.







In Gujarat, the number of corona cases rise to 1026, but down from 40,537 to 35,823 in India