Translate to...

ગુજરાતમાં કોરોનાની ‘પેટર્ન’ બદલાઈ, શહેરોની ગીચતામાંથી ગામડાઓમાં ફેલાવા લાગ્યો

ગુજરાતમાં કોરોનાની ‘પેટર્ન’ બદલાઈ, શહેરોની ગીચતામાંથી ગામડાઓમાં ફેલાવા લાગ્યો




ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ધીમે ધીમે શહેરોમાંથી ગામડા તરફ ફેલાઈ રહ્યો છે, તે જોતા કોરોના ગીચ વસતિમાંથી ગામડા તરફ આગળ વધી રહ્યો છે. એક મહિના પહેલા દૈનિક રાજ્યના માત્ર 8 શહેરોમાં જ કોરોનાના 85 ટકા કેસ આવતા હતા અને 15 ટકા કેસ અન્ય વિસ્તારોમાંથી આવી રહ્યા હતા. જ્યારે આજે આ શહેરોમાંથી 63 ટકા જ કેસ આવે છે અને બાકીના 37 ટકા કેસ અન્ય જિલ્લામાંથી આવી રહ્યા છે.

પ્રથમ 51 દિવસમાં જેટલા કેસો હતા તેના કરતા 9 દિવસના કેસ વધુ ગઈકાલ એટલે કે 28 જુલાઈએ વધુ 24 દર્દીઓના મોત થતા ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક ચાલુ મહીનામાં જ 540 વટાવી ગયો છે. ગઈકાલે નવા 1108 કેસ નોંધાતા સતત નવમા દિવસે દૈનિક કેસોનો આંક 1000 ઉપર રહ્યો છે. આ નવ દિવસમાં કોરોનાના કુલ 9,535 કેસ નોંધાયા છે. કોરોનાના પ્રથમ 51 દિવસોમાં જેટલા કેસો હતા, તેના કરતા 9 દિવસની સંખ્યા વધુ છે. રાજ્યમાં 8 મેના રોજ 7,423 કેસ હતા, જે વધીને હવે 57,982 થયા છે. જ્યારે મૃત્યુઆંક 2372 થયો છે.

આઠ શહેરોનો કોરોનાના કેસોના હિસ્સામાં ઘટાડો એક મહિનાથી કોરોના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવા લાગતા રાજ્યના આઠ શહેરોનો કોરોનાના કેસોના હિસ્સામાં ઘટાડો નોંધાયો છે. 23 જૂને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ અને જામનગરમાં કોરોનાના કુલ 85 ટકા કેસ નોંધાયા હતા. એ દિવસે રાજ્યના કુલ 549 કેસમાંથી 467 કેસ આ શહેરોમાં જ નોંધાયા હતા. જ્યારે 15 ટકા હિસ્સા સાથે માત્ર 82 કેસ અન્ય જિલ્લાઓનાં હતા. એક મહિના પછી 29 જુલાઈએ રાજ્યમાં એક દિવસમાં 1108 કેસ સામે આવ્યા હતા. જેમાં 693 કેસ સાથે આ આઠ શહેરોનો હિસ્સો 63 ટકા છે, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં સૌથી વધુ 415 કેસો એટલે કે 37 ટકા કેસ હતા.

ગ્રામીણ વિસ્તારોમાં કેસો 4 ગણા વધ્યા 23 જૂન સાથે સરખામણી કરતાં શહેરી વિસ્તારોમાં કોરોનાના કેસોનો વધારો 22 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં વાયરલ ઈન્ફેકશનમાં લગભગ 4 ગણો વધારો થયો હતો. ગઈકાલે સ્થિતિ એથી પણ સુધરી હતી અને આઠ શહેરોના 693 કેસો સામે રાજ્યના બાકીના ભાગોમાં 415 કેસ નોંધાયા હતા.આ અંગે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોવિડ 19ના ફેલાવાની પેટર્ન હવે બદલાઈ છે. અમદાવાદ, સુરત જેવા શહેરોના ગીચ વસતિ વાળા ક્લસ્ટરોમાંથી તે હવે અન્યત્ર ગામડાંઓમાં ફેલાવા લાગ્યો છે. કોરોનાના કેસોની સંખ્યા 10,000ને પાર કરનારું સુરત અમદાવાદ પછી બીજું શહેર બન્યું છે.







corona pattern changed in gujarat now spread in villages