Translate to...

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 6.50%થી ઘટીને 1.50%, કેસની સંખ્યા બમણી થતા હવે 32 દિવસ લાગે છે

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 6.50%થી ઘટીને 1.50%, કેસની સંખ્યા બમણી થતા હવે 32 દિવસ લાગે છે



ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે જણાવ્યું હતું કે સીએફઆર એટલે કે કેસ ફેટાલિટી રેટનો અઠવાડિક દર માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન નોંધાયેલા 6.50 ટકાથી ઘટીને હવે 1.50 ટકા થયો છે. હજુ આ દર શૂન્ય થાય તેમ ઇચ્છીએ છીએ. રાજ્યમાં સાજા થવાનો દર 30 ટકાથી વધીને સારી અને ઝડપી સારવારને કારણે 70 ટકા થયો. સંક્રમણની સંખ્યા બમણી થવાનો વેગ એટલે કે ડબલિંગ રેટ એક સમયે નવ દિવસનો હતો તેના બદલે આજે આ રેટ 32 દિવસનો થયો છે.

એકથી દોઢ માસ પહેલાં જ્યાં રોજના ગુજરાતમાંથી કોરોનાને કારણે મૃત્યુના 30થી 50ના આંકડા સામે આવતાં હતાં ત્યાં આજે હવે માંડ દસથી પંદરનો આંકડો આવે છે. આ ચમત્કાર કેવી રીતે થયો તેને લઇને લોકોના મનમાં શંકા કુશંકા છે, પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સરકાર કોઇ રીતે આંકડા દબાવવાનો પ્રયત્ન કરતી નથી. પરંતુ કોરોના વોરિયર્સની અથાગ મહેનત, ટોસિલિઝુમેબ જેવાં ઇન્જેક્શન અને અન્ય દવાઓ, નિષ્ણાતોની સલાહ જેવી તમામ બાબતોના સંગમને કારણે ગુજરાતમાં મોતના આંકડા ઘટ્યા છે. ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા પટેલે કહ્યું કે, અમે આંકડા આપીએ છીએ તે હકીકત લક્ષી, તથ્યલક્ષી, રેકોર્ડ મુજબ રોજ ભારત સરકારને મોકલી આપીએ છીએ તેવાં અને ખુલ્લા છે.

કોરોનાના 925 નવા કેસ, સુરતમાં 255, અમદાવાદમાં 170 પોઝિટિવગુજરાતમાં બુધવારે વધુ 925 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 900થી વધારે કેસ સાથે અત્યાર સૌથીના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે સુરતમાં 255 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 44 હજારને પાર થઈને 44,648 થઈ હતી. રાજ્યમાં વધુ 10 લોકોના મોત નિપજ્યાં હતા. કુલ મરણાંક 2,081 થયો છે. બુધવારે 791 સાજા થયા હતાં.

દેશભરમાં ડૉક્ટરો માટે રેડ એલર્ટ જાહેર, 100થી વધુ તબીબોના મોતદેશમાં 1302 કોરોનાગ્રસ્ત ડોકટરોમાંથી 100ના મોત થતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)એ ડોકટરો માટે રેડ એલર્ટ જારી કર્યો છે. કોરોનાગ્રસ્ત થયેલાં ડોકટરોમાં મોતનું પ્રમાણ 8 ટકા જોવા મળ્યું છે. જેમાં ગુજરાતમાં કોરોનાગ્રસ્ત 350 ડોકટરોમાંથી 8 ડોકટરનાં મોત થયાં છે.







Corona mortality rate in Gujarat drops from 6.50% to 1.50%, doubling number of cases now takes 32 days