ગુજરાતની વસતીના અડધા ટકાથી વધુ કોરોના સંક્રમિત, કુલ કેસ 36,123 થયાં

ગુજરાતની વસતીના અડધા ટકાથી વધુ કોરોના સંક્રમિત, કુલ કેસ 36,123 થયાંગુજરાતની કુલ અંદાજિત 6.70 કરોડની વસતી સામે 36,123 વ્યક્તિઓ અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે, જે કુલ વસતીના અડધા ટકાથી વધુ એટલે 0.053 ટકા છે. હાલ ભારતની પણ કુલ 135 કરોડની વસ્તી સામે 6.97 લાખ લોકો કોરોના સંક્રમિત થયા છે જેનું પ્રમાણ પણ લગભગ ગુજરાતને સમાન જ 0.051 ટકા છે. રવિવારે ગુજરાતમાં 725 નવા કેસોનો ઉમેરો થયો હતો. આ સાથે ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 8,278 થઇ છે.

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં રીકવરી રેટમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવાથી હાલ એક્ટિવ કેસોની સંખ્યા વધુ છે, પરંતુ મૃત્યુદરમાં સારો એવો ઘટાડો આવ્યો છે. રવિવારે 486 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કુલ 25,900 દર્દીઓ સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ ગુજરાતનો રીકવરી રેટ 71.7 ટકા છે. જ્યારે મૃત્યુદર 5.38 ટકા જેટલો છે. રવિવારે જ રાજ્યમાં વધુ 18 લોકોએ જીવ ગુમાવતા કુલ 1,944 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે.

હજુ ગુજરાતમાં 72 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કુલ 4.12 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયા હોઇ ગુજરાતમાં દર દસલાખની વસ્તીએ ટેસ્ટનું પ્રમાણ 5,952 છે. આ ઉપરાંત 2.68 લાખ લોકો હાલ ક્વોરન્ટીન છે.More than half a per cent of Gujarat's population was infected with corona, a total of 36,123 cases