ગુજરાતના ત્રણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં વાઈરસ ઘુસ્યો, 47 LRD જવાન કોરોના પોઝિટિવ થયા 

ગુજરાતના ત્રણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં વાઈરસ ઘુસ્યો, 47 LRD જવાન કોરોના પોઝિટિવ થયા 



રાજ્ય સરકાર ગુજરાતમાં કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. અમદાવાદ બાદ સુરતમાં સતત વધી રહેલા કેસની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ આજે સુરત પહોંચ્યા છે. દરમિયાન, એવા અહેવાલો મળી રહ્યા છે કે, ગુજરાતમાં ત્રણ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં 47 એલઆરડી જવાન કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યના ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી કોરોના વિશે રિપોર્ટ માંગ્યો છે. ગાંધીનગર, વડોદરા અને જુનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાંથી એક સાથે 47 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પોલીસ વડાએ આ સેન્ટરોના પ્રભારી અધિકારી પાસેથી આ સંદર્ભમાં રિપોર્ટ માંગ્યો છે. એકલા વડોદરા પોલીસ સેન્ટરમાં 19 જવાનને કોરોના ચેપ લાગ્યો છે.

આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ છેલ્લા 5 દિવસથી સુરતમાં, આજે સીએમ પણ ગયાસરકારે કહ્યું છેકે, ભારતીય મેડિકલ રિસર્ચ ICMRની નવી માર્ગદર્શિકા અનુસાર, સરકાર હોમ આઈસોલેશનના કોન્સેપ્ટ પર કામ કરી રહી છે. પરંતુ તે દરમિયાન, સુરતના હીરા બજાર, કાપડ બજારમાં કોરોના ચેપના કેસોએ સરકારની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં કોરોના કેસો લગભગ 35 હજાર સુધી પહોંચી ગયા છે, જ્યારે 1900થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદ બાદ સુરતમાં પણ મોટી સંખ્યામાં કોરોના ઇન્ફેક્શનના કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ કોરોના પર રોક લાવવા માટે છેલ્લા પાંચ દિવસથી સુરતમાં છે, જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ શનિવારે (આજે) સુરત પહોંચ્યા છે.

અમદાવાદમાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 60થી વધીને 84 થઈઅમદાવાદમાં કોરોનાનો આંકડો 21 હજારને વટાવી ગયો છે જ્યારે મૃત્યુઆંક 1470એ પહોંચ્યો છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા હવે 60થી વધીને 84 થઈ ગઈ છે. જૂના 60 કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી વિસ્તારો ઘટાડવામાં આવ્યા હતા, પરંતુ શુક્રવારે, 26 નવા માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા હતા. જેમાં ઇસનપુર, કાંકરિયા, નારોલ, ચાંદલોદિયા, વસ્ત્રાપુર, ગોટ, સોલા, વિવેકાનંદનગર, મીરા પાર્ક, જૈનગર સોસાયટી, ગિરધર નગર, જોધપુર ચાર રસ્તા, સેટેલાઇટ, જુહાપુરા, નારણપુરા, વાસણા, જુનાવાડઝ, રાણીપ, ચાંદખેડા, સાબરમતી વગેરેનો સમાવેશ થાય છે.







તસવીર પ્રતિકાત્મક છે