Translate to...

ગુજકેટની પરીક્ષા હવે 30 જુલાઈને બદલે 22 ઓગસ્ટે લેવાશે, 1 લાખ 25 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે

ગુજકેટની પરીક્ષા હવે 30 જુલાઈને બદલે 22 ઓગસ્ટે લેવાશે, 1 લાખ 25 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે
કોરાનોને કારણે ગુજકેટ(ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પરીક્ષા હવે 30 જુલાઈને બદલે 22 ઓગસ્ટ 2020ના રોજ યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યા મુજબ, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સાયન્સના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા, ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ 2020ની પરીક્ષામાં ગ્રુપ-Aમાં 49,888, ગ્રુપ-Bમાં 75,519 અને ગ્રુપ-AB 374 એમ કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.પ્રતિકાત્મક તસવીર