Translate to...

ગેંગસ્ટર વિકાસ દુબે રાતભર જાગતો રહ્યો, પુછપરછમાં મદદ કરનાર પોલીસવાળા-મોટા નેતાઓના નામ કબૂલ્યા; કહ્યું હતું- ગુસ્સામાં આટલો મોટો કાંડ થઈ ગયો

ગેંગસ્ટર વિકાસ દુબે રાતભર જાગતો રહ્યો, પુછપરછમાં મદદ કરનાર પોલીસવાળા-મોટા નેતાઓના નામ કબૂલ્યા; કહ્યું હતું- ગુસ્સામાં આટલો મોટો કાંડ થઈ ગયો
યૂપીનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર વિકાસ દુબે ગુરુવારે ઉજ્જૈનથી પકડાયા બાદ ટેન્શનમાં હતો. વિકાસે ઉજ્જૈનથી કાનપુર સુધીની 12 કલાકની સફરમાં રાતભર એક ઝોકુ પણ નહતું ખાધું. કદાચ એને એ વાતનો અંદાજ હતો કે પોલીસ કંઈક ખેલ કરી શકે છે. વિશ્વાસુ સૂત્રોનું કહેવું છે કે આ સફરમાં વિકાસને યૂપી STFને ઘણા સવાલો કર્યા હતા.

જવાબમાં વિકાસે 50થી વધારે પોલીસ ઓફિસરો અને કર્મચારીઓના નામ ગણાવ્યા જેઓએ તેમને મદદ કરી હતી. કાનપુર, ઉન્નાવ અને લખનઉના મોટા નેતાઓના નામનો પણ ખુલાસો કર્યો તો સાથે બેઠેલા લોકો એકબીજા સામે જોવા લાગ્યા હતા. ચહેરા ઉપર સ્મિત સાથે વિકાસે કહ્યું હતું કે ગુસ્સામાં બિકરું કાંડ થઈ ગયો. તમે લોકો જેલમાં મોકલી દેશો તો અમુક મહિના કે એક વર્ષમાં જમાનત મળી જશે.

વિકાસના નિવેદનનો વીડિયો બનાવીને STFએ EDને મોકલ્યો: સૂત્રસૂત્રના જણાવ્યા મુજબ ધરપકડ પછી ઉજ્જૈનથી કાનપુર પરત ફરતી વખતે વિકાસ દુબેએ STFને કાનપુરના ચાર મોટા બિઝનેસ, 11 વિધાયકો, બે મંત્રીઓના નામ લીધા છે, જેની સાથે તેને ગાઢ સંબંધો હતા. પોતાની તમામ સંપત્તિ અને ફંડિંગ વિશે પણ જાણકારી આપી. સૂત્ર એ પણ કહે છે કે STFએ તેના નિવેદનનો વીડિયો બનાવ્યો છે, જે EDને સોંપી દીધો છે. ત્યાર પછી ED સક્રિય બન્યું છે.

પોલીસ ગુરુવારે સાંજે 6 વાગ્યે ઉજ્જૈનથી નિકળી હતીકાનપુર અથડામણનો મુખ્ય આરોપી વિકાસને 9 જુલાઈના રોજ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ગાર્ડે પકડી લીધો હતો. અહીં પોલીસે ધરપકડ કર્યા પછી તેની 8 કલાક પુછપરછ કરી હતી. ત્યાર પછી યૂપી STF ઉજ્જૈન પહોંચી હતી અને સાંજે લગભગ 6 વાગ્યે વિકાસને લઈને કાનપુરથી નિકળી હતી. શુક્રવારે સવારે 6.30 વાગ્યે કાનપુરથી 17 કિમી પહેલા ભૌંતીમાં પોલીસની ગાડી પલટી ગઈ. જેમા વિકાસ બેઠો હતો. તે હુમલો કરીને ભાગવાની કોશિશમાં માર્યો ગયો.

કયા મદદગાર પોલીસવાળાની ક્યા પોસ્ટિંગ, એ પણ જણાવ્યું હતુંવિકાસે એન્કાઉન્ટર પહેલા પોતાના કબૂલાતનામામાં ઘણા મદદ કરનારાના નામ જણાવ્યા હતા. કહ્યું હતું કે 50થી વધારે પોલીસવાળાએ તેની અત્યાર સુધીમાં મદદ કરી છે. તેમાં ત્રણ એડિશનલ એસપી અને બે આઈપીએસ અધિકારીઓના નામ સામેલ છે. એટલું જ નહીં તેને મોઢે તમામના નામ યાદ હતા અને કોનું ક્યાં પોસ્ટિંગ છે તે પણ જણાવ્યું હતું.

વિકાસે કાનપુર, ઉન્નાવ અને લખનઉના ઘણા નેતાઓના નામ લીધા. તેમા દિવંગત સીઓ દેવેન્દ્ર મિશ્ર સાથે પોતાના ગુસ્સાનું રહસ્ય પણ ખોલ્યું. કહ્યું હતું કે સીઓ તેને હદમાં રહેવાની વાત કરતા હતા. પરંતુ તે ઈચ્છતો હતો કે તેના ગામમાં, આસપાસના વિસ્તાર અને પોલીસ સ્ટેશનમાં માત્ર તેનું જ ચાલે. પોલીસની દખલ તેને પસંદ ન હતી.

વિકાસે આ વાત ઉજ્જૈનમાં પણ પુછપરછ દરમિયાન કહી હતી. તેણે જણાવ્યું હતું કે સીઓ તેને લંગડો કહેતા હતા. મારા વિસ્તારમાં મને આવું કોઈ કેવી રીતે કહી શકે. એટલા માટે વિચાર્યું હતું કે આનો બદલો લઈશ.

અન્ય પોલીસવાળાને કેમ માર્યા?સીઓ સામે ગુસ્સો હતો, અન્ય પોલીસવાળાનો શું દોષ હતો? તે સવાલના જવાબમાં વિકાસે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે ગુસ્સામાં આટલો મોટો કાંડ થઈ ગયો. પરંતુ આટલી મોટી કાર્યવાહી થઈ જશે તેનો પણ અંદાજ ન હતો. તેને લાગતું હતું કે તેના ખાસ માણસો તેને બચાવી લેશે. રસ્તામાં તે ઘણીવાર પોલીસવાળાને પુછતો હતો કે આગળ શું કરવાના છો? વિકાસને લાગતું હતું કે પોલીસ તેને જેલ મોકલશે. એટલા માટે તે નિશ્ચિંત હતો કે અમુક મહિના કે વર્ષમાં તે જમાનત ઉપર જેલની બહાર આવી જશે.

21 આરોપીઓમાંથી 12 હજુ ફરારઅત્યાર સુધીમાં વિકાસ ઉપરાંત તેના નજીકના પ્રભાત, બઉઆ, ઉમર દુબે, પ્રેમ પ્રાકશ પાંડે, અતુલ દુબેનું એન્કાઉન્ટર થઈ ચૂક્યું છે. 21 આરોપીઓમાંથી 12 ફરાર છે.ચૌબેપુર એસઓ રહેલા વિનય તિવારી, ઈન્સ્પેક્ટર કેકે શર્મા સહિત 12 લોકોની ધરપકડ થઈ છે.

કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બિકરુ ગામમાં 2 જુલાઈની રાતે ગેંગસ્ટર વિકાસ દુબે અને તેની સાથીઓએ 8 પોલીસવાળાની હત્યા કરી હતી.આ તસવીર કાનપુરથી 17 કિમી દૂર ભૌંતીની છે. પોલીસનો દાવો છે કે વિકાસ દુબે આ કારમાં બેઠો હતો, જે પશુઓ વચ્ચે પડતા પલટી ગઈ હતી.