Translate to...

ગેંગસ્ટર વિકાસ દુબેના ઘરનો કાટમાળ જૈસે થે પડ્યો છે, 20 ઘરોના લોકો ફરાર, મહિલાઓ ચુપ; ગામમાં 150 પોલીસકર્મી તહેનાત

ગેંગસ્ટર વિકાસ દુબેના ઘરનો કાટમાળ જૈસે થે પડ્યો છે, 20 ઘરોના લોકો ફરાર, મહિલાઓ ચુપ; ગામમાં 150 પોલીસકર્મી તહેનાત
કાનપુરના બિકરુ ગામમાં ગેંગસ્ટર વિકાસ દુબે અને પોલીસ વચ્ચે થયેલી અથડામણને ચાર દિવસ થઈ ગયા છે. હજી પોલીસના હાથમાં કઈ આવ્યું નથી. તેના પર અઢી લાખ રૂપિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. યુપી એસટીએફ અને કાનપુર વિભાગની 40 ટીમો તેની શોધમાં છે. બીજી તરફ, બિકરૂ ગામમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મીની હત્યા થઈ ત્યારથી અત્યારસુધીમાં પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. ભય અને આશંકાઓ વચ્ચે ગામની શેરીઓ નિર્જન થઈ ગઈ છે. કોઈ કંઈપણ કહેવા તૈયાર નથી.

શનિવારે પ્રશાસને મકાનમાં બંકર બનાવવાની અને તેને છુપાવવાની સંભાવનાને કારણે વિકાસના કિલ્લેબંધી મકાનને તોડી પાડ્યું હતું, તેનો કાટમાળ હજી અકબંધ છે. 150 પોલીસકર્મીઓ ગામમાં તહેનાત છે. એક અહેવાલ-

ગેંગસ્ટરનો પડોશી ફરાર, આસપાસના ઘરોમાં મહિલાઓ અંદર બંધબિકરૂ ગામ જિલ્લાના મુખ્ય મથકથી 39 કિમી દૂર આવેલું છે.ગામના મુખ્ય માર્ગ પરથી વિકાસ દુબેના ઘર તરફ જતાની સાથે જ આખા રસ્તે મોટી સંખ્યામાં પોલીસ નજરે પડે છે. વિકાસના ઘર તરફ જતા રસ્તામાં 'માનનીય વિકાસ દુબે' નામનો પથ્થર લાગેલો છે.

પોલીસ જવાનો એ રસ્તા પર જતા લોકોની પૂછપરછ કરે છે. પછી જ આગળ જવા દે છે.જોકે, આ પોલીસકર્મીઓ જુદા જુદા પોલીસ સ્ટેશનના છે, જેમની ફરજો લગાડવામાં આવી છે. આગળ ચાલતા જતા રસ્તાની બંને બાજુના ઘરોમાં મૌન છે. કેટલીક વૃદ્ધ મહિલાઓ વિકાસના ઘરથી 200 મીટર દૂર મળી હતી, પરંતુ તેઓએ વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

એક વૃદ્ધ મહિલાએ બસ એટલું જ કહ્યું કે આશરે 20 મકાનોના માણસો ડરના કારણે ફરાર છે. ઘરમાં ફક્ત મહિલાઓ છે. આટલું કહી વૃદ્ધ મહિલા ઘર તરફ દોડી ગઈ. વિકાસના ઘરની આસપાસ જે ઘરો પર પોલીસની ટીમે હુમલો કર્યો હતો, તે બધા બંધ જોવા મળ્યા હતા.

જે ઘરમાં ડીએસપીની હત્યા થઈ,તે પણ બંધ છેવિકાસના ઘરની સામે જ તેના મામા પ્રેમકુમાર પાંડેનું ઘર છે. શુક્રવારે સવારે પોલીસે એક એન્કાઉન્ટરમાં પ્રેમ પ્રકાશ અને અતુલ દુબેની હત્યા કરી હતી. પ્રેમના ઘરે ડીએસપી દેવેન્દ્ર મિશ્રાની હત્યા કરાઈ હતી. હવે આ ઘર નિર્જન છે. પુત્ર શશીકાંત હજી ફરાર છે, પરિવાર કાનપુર જતો રહ્યો છે. જોકે, પોલીસના જવાન વિકાસના ઘરની સામે એકઠા થઈ ગયા છે, પરંતુ ગામના લોકો દેખાતા નથી.

પોલીસ કાર્યવાહીથી ડરી ભાગી ગયેલા લોકોના ઘરોમાં તાળાઓ લાગ્યાં હતાં.

વિકાસના ઘર પાછળ ચહલ-પહલવિકાસના ઘરની પાછળ બાંધવામાં આવેલા મકાનોમાં ચહલ-પહલ જોવા મળી હતી. મહિલાઓ ગોબર દૂર કરવાનું કામ કરતી જોવા મળી હતી. પુરુષો અને યુવકો ઘરની બહાર ચાલતા જોવા મળ્યા હતા. જોકે, કોઈ વાત કરવા તૈયાર ન હતું. જ્યારે દરવાજા પર એક વૃદ્ધ પાસેથી ઘટનાની રાત વિશે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું કે અમને ખબર નહોતી પડી. સવારે પોલીસ પહોંચી ત્યારે તેનો ખુલાસો થયો છે.

રમતના મેદાનમાં પણ સન્નાટોગામની બહાર એક મોટું મેદાન છે. અહીં બાળકો દિવસભર કંઇક રમતા હોય છે. અહીં મંગળવારે સન્નાટો હતો. પોલીસ વાહનો મેદાનમાં ઉભા છે. જ્યારે બાળકો ઘરોમાં બેઠા છે. ગામના મુખ્ય રસ્તાની બીજી બાજુ, કેટલાક મકાનો તળાવની કાંઠે બાંધવામાં આવ્યા છે. પોલીસે ત્યાંથી પણ લોકોને પકડ્યા છે.

તે ઘરોની મહિલાઓ મીડિયા વાળાથી સલાહ લેતી જોવા મળી હતી. તેઓએ પૂછ્યું કે, અમારું ઘર તો વિકાસના ઘરેથી બહુ દૂર છે, અને અમારા ઘરના માણસો તો તે સમયે સૂતા હતા. તો શુ પોલીસ પૂછપરછ કરીને તેમને છોડી દેશે?

ગામમાં હાજર પોલીસ દળ.

બિકરુ ગામ છાવણી બન્યું, ગામના લોકોની પૂછપરછ કરાઈ રહી છેગામમાં અત્યારે પોલીસ જ પોલીસ દેખાઈ રહી છે. ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. વિકાસ સાથે સંપર્ક કરનારાઓને ચિહ્નિત કરવામાં આવી રહ્યા છે. તેમની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસને હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે જેનાથી વિકાસનું કોઈ નક્કર સ્થાન મળી શકે.

ગામની સૂમસામ ગલી.

વિકાસનું બિકરૂ ગામ બ્રાહ્મણનું વર્ચસ્વ છે. વિકાસ આ પરિવારોને મદદ કરવા તૈયાર હતો. ગામમાં પછાત જાતિઓ પણ છે. વિકાસે તેમને દરેક દુખ અને પીડામાં પણ મદદ કરી. આને કારણે વિકાસનો ગામમાં સિક્કો ચાલતો હતો. જો કે, તે ગામના કેટલાક મુસ્લિમ પરિવારો સાથે તેને વાંધો હતો.

ગામના એક વડીલએ જણાવ્યું હતું કે વિકાસ તેના પરિસરમાં વિકાસ કચેરી મૂકીને ગામની નાની મોટી બાબતોનું સમાધાન કરતો હતો. ચૂંટણીઓમાં તેના ઇશારે બ્રાહ્મણો અને પછાત જાતિની વોટબેંકનો ઉપયોગ પણ થતો હતો. આને કારણે તેને રાજકીય સમર્થન મળ્યું હતું.આ ફોટો કાનપુરના બિકરુ ગામમાં ગેંગસ્ટર વિકાસ દુબેના ઘરનો છે. શનિવારે પ્રશાસને તેનું મકાન તોડી પાડ્યું હતું. ચાર દિવસ બાદ પણ ઘરનો કાટમાળ ત્યાં જ પડેલો છે.