ગેગસ્ટર વિકાસે અથડામણ પહેલા ઇનસ્પેક્ટરને ફોન પર ધમકાવ્યા- પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને સમજાવી દો નહિતર બિકરુમાંથી લાશો ઉઠશે

ગેગસ્ટર વિકાસે અથડામણ પહેલા ઇનસ્પેક્ટરને ફોન પર ધમકાવ્યા- પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને સમજાવી દો નહિતર બિકરુમાંથી લાશો ઉઠશેકાનપુરમાં સીઓ સહિત 8 પોલીસ કર્મચારીઓની હત્યાની તપાસમાં જોડાયેલી STF(સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ની પુછપરછમાં મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અથડામણની રાતે 2 જુલાઈએ બિકરુ ગામના ઇનસ્પેક્ટર કે કે શર્માને સાંજે વિકાસનો ફોન આવ્યો હતો. તેમાં વિકાસે ધમકી આપી હતી કે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનય તિવારીને સમજાવી દો, જો વાત આગળ વધી તો બિકરુમાંથી ઘણી લાશો ઉઠશે. એટલું જ નહિ, કોન્સેટબલ રાજીવ ચૌધરીની પણ અથડામણના થોડા કલાકો પહેલા વિકાસ સાથે વાતચીત થઈ હોવાના રેકોર્ડ મળ્યા છે. હાલ વિનય તિવારી, કે કે શર્મા અને રાજીવ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજ્યના મોસ્ટ વોન્ટેડના લિસ્ટમાં વિકાસ ત્રીજા નંબરે8 પોલીસ કર્મચારીઓની હત્યા બાદ વિકાસ રાજ્યનો ત્રીજો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર બન્યો છે. અત્યાર સુધીમાં લૂટ, હત્યા જેવા ગુનાઓમાં 60 કેસ નોંધાયા પછી પણ તે ટોપ-10 અપરાધીઓમાં સામેલ ન હતો. હવે વિકાસ પર અઢી લાખનું ઈનામ છે. વિકાસ સિવાય ઉતર પ્રદેશમાં બે ગુનેગારો છે, જેમની પર અઢી-અઢી લાખનું ઈનામ છે. તેમાંથી એક મેરઠનો મોસ્ટ વોન્ટેડ બદન સિંહ બદ્દો અને બીજો પશ્ચિમ યુપીનો કુખ્યાત અપરાધી આશુતોષ છે.

વિકાસ ઉતરાખંડ ભાગી ગયો હોવાની શકયતાસોમવારે અફવાહ ઉડી કે વિકાસ પશ્ચિમ યુપીના બિજનૌરમાં તેના છ સાથીઓની સાથે જોવા મળ્યો હતો. જોકે આ અંગે પોલીસે કોઈ પણ માહિતી આપી નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે હાલ વિકાસ વિશે કોઈ સચોટ માહિતી નથી. એવી પણ એક શકયતા છે કે તે ઉતરાખંડ ભાગી શકે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ ઉતરાખંડ પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. પોલીસવાળાની હત્યા પછી વિકાસનો લાસ્ટ લોકેશન એરિયા પણ મળ્યો હતો. જોકે પછીથી તેની કોઈ માહિતી મળી નથી.

વિકાસ સામે પોલીસ નમીને રહેતી હતીએસટીએફની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે વિકાસના મદદ કરનારાઓના નામ પણ વધી રહ્યાં છે. ચૌબેપુર, બિલ્હૌર, કકવન, શિવરાજપુર પોલીસ સ્ટેશનના 200થી વધુ પોલીસ કર્મચારીઓને એસટીએફે રડાર પર લીધા છે. આ તમામના મોબાઈલ ફોન સર્વિલાન્સ પર છે. એસટીએફની તપાસમાં ખ્યાલ આવ્યો છે કે વિકાસના ક્ષેત્રમાં એવો દબોદબો હતો કે પોલીસ કર્મચારીઓ તેમની સામે નમીને રહેતા હતા. વિકાસની અનુમતિ બાદ પોલીસ તપાસ માટે જતી હતી. મોટાભાગના મામલાઓ વિકાસ તેમના ઘરે બોલાવીને જ હલ કરતા હતા.

કાનપુર અથડામણની મેજિસ્ટ્રેટે તપાસ શરૂ કરીકાનપુર અથડામણની મેજિસ્ટ્રેટ તપાસ ચોથા દિવસે શરૂ કરી દેવામાં આવી છે. એડીએમએ એફઆઈઆર કોપી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, નિવેદનોની કોપી માંગી છે. ગામમાં શું-શું થયું છે ? તેને લઈને મેજિસ્ટ્રેટે તપાસ શરૂ કરી છે. સ્થળના પરીક્ષણની સાથે જ જેસીબી ચાલક અને વીજળી કાપવાના મુદ્દાની પણ તપાસ કરવામાં આવશે.કુખ્યાત ગુનેગાર વિકાસ દુબે- ફાઈલ ફોટો