Translate to...

ગેંગસ્ટરે કાનપુરમાં 20 વર્ષ પહેલા મિત્રની બહેન સાથે ભાગીને લગ્ન કર્યા હતા;સાસુ-સસરાના માથે પિસ્તોલ તાકી હતી

ગેંગસ્ટરે કાનપુરમાં 20 વર્ષ પહેલા મિત્રની બહેન સાથે ભાગીને લગ્ન કર્યા હતા;સાસુ-સસરાના માથે પિસ્તોલ તાકી હતીકાનપુરના બિકરુમાં થયેલા શુટઆઉટનો મુખ્યઆરોપી વિકાસ દુબે ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં પોલીસના હાથે ઝડપાયો છે. ઉત્તરપ્રદેશની ટીમ તેને 6 મહિનાથી શોધી રહી હતી. વિકાસનું મધ્યપ્રદેશ કનેક્શન સામે આવ્યા પછી ઘણી નવી કહાનીઓ પણ સામે આવી છે. મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના બુઢાર વિસ્તારની રિચા નિગમ ઉર્ફ સોનુ સાથે વિકાસે લગભગ 20 વર્ષ પહેલા કાનપુરમાં પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન રિચાના પિતા અને ઘરના લોકોની પણ મરજી વિરુદ્ધ હતા. રિચાના પરિવારજનોએ વિરોધ કર્યો તો વિકાસે ગન પોઈન્ટ પર લઈ લીધા હતા. હાલના દિવસોમાં વિકાસના કામ રિચા પોતે જોઈ રહી હતી. 2 જુલાઈના રોજ 8 પોલીસકર્મીઓની હત્યા પછી રિચા પણ ફરાર છે. વિકાસની તપાસમાં પાંચ રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું હતુ. બુધવારે યુપી STFની એક ટીમ વિકાસની સાસરી ગઈ હતી. અહીંયાથી વિકાસના સાળા જ્ઞાનેન્દ્ર નિગમ ઉર્ફ રાજૂ અને તેના ભત્રીજા આદર્શને ઉઠાવીને લઈ ગઈ હતી.

25 વર્ષ પહેલા મિત્ર હતો વિકાસ, 20 વર્ષ પહેલા બહેન સાથે પ્રેમલગ્ન કર્યામંગળવાર સાંજે જ્ઞાનેન્દ્રએ પોલીસને જણાવ્યું કે, તે અને વિકાસ 25 વર્ષ પહેલા સારા મિત્ર હતા. બે ગુનાહિત કેસમાં તેનું નામ વિકાસ સાથે આવ્યા પછી તે કાનપુરથી બુઢાર આવી ગયો હતો. અહીંયા તે પોતાનો વેપાર કરી રહ્યો છે. લગભગ 20 વર્ષ પહેલા વિકાસે બહેન રિચા નિગમ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારપછી વિકાસ અને રિચા સાથે તેમનો કોઈ સંબંધ નથી. 10-15 વર્ષથી વિકાસ સાથે પણ વાત નથી થઈ. જ્ઞાનેન્દ્રએ જણાવ્યું કે, વિકાસે તેના કાનપુરમાં આવેલા ઘર પર કબજો કરી લીધો હતો. જો કે, પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિકાસનો સાળો શહડોલના બુઢારમાં જ કેમ આવ્યો અને અહીંયા રહીને તેને આજ વેપારને કેમ પસંદ કર્યો.

વિકાસની ફોઈના ઘરે આવતી હતી રિચાવિકાસ દુબેની જે સ્ટોરી સામે આવી છે, તેના પ્રમાણે, વિકાસ કાનપુરમાં શાસ્ત્રીનગરમાં તેની ફોઈના ઘરે ભણવા માટે આવ્યો હતો. પાડોશમાં રહેતા એરફોર્સ કર્મી એચપી નિગમની દીકરી રિચા સાથે તેની મુલાકાત થઈ હતી. રિચા સાથે મિત્રતા થતા વિકાસે તેના ભાઈ સાથે પણ દોસ્તી કરી લીધી હતી. દોસ્તી એટલી ગાઢ થવા માંડી કે વિકાસના દરેક કામમાં સાળો સાથ આપવા લાગ્યો હતો. વિકાસની રિચાના ઘરે અવર જવર શરૂ થવા લાગી હતી. વિકાસ કોઈ પણ બહાને રિચાના ઘરે પહોંચી જતો હતો. આ સાથે જ વિકાસે રિચાના માતા પિતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પરંતુ તેમણે અન્ય જાતિમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

રિચાને ભગાડીને લઈ ગયો હતો વિકાસત્યારપછી રિચાના પિતાએ ઘરમાં પ્રતિબંધો લગાવી દીધા અને વિકાસને પણ ઘરે આવવાની ના પાડી દીધી. વિકાસે ગુસ્સામાં આવીને બંદૂક તાકી દીધી અને રિચાના પપ્પાને જીવથી મારવાની ધમકી આપી દીધી હતી. ત્યારપછી વિકાસે રિચાને ભગાડીને તેની સાથે લગ્ન કરી લીધા હતા. થોડા સમય પછી રિચા ઘર છોડીને ભાગી ગઈ હતી. પછી વિકાસની ધમકી સામે ઝુકીને તે ફરીથી વિકાસ સાથે રહેવા લાગી હતી. બીજી બાજુ રિચાનો ભાઈ વિકાસનો રાઈટ હેન્ડ બનીને કામ કરવા લાગ્યો હતો, તેની પર પણ ઘણા ગુનાહિત કેસ નોંધાઈ ગયા હતા.

રાજૂ અને તેની પત્નીએ SP સાથે મુલાકાત કરીમંગળવારે રાજૂ નિગમ અને તેની પત્ની પુષ્પા નિગમ પોલીસ અધિક્ષકને મળવા પહોંચ્યા હતા. આ બન્નેએ પોલીસ અધિક્ષકને જણાવ્યું કે, તે 15 વર્ષ પહેલા જ કાનપુર છોડીને બુઢાર આવીને રહે છે. વિકાસ દુબે સાથે તેમનો કોઈ સંબંધ નથી. તેમણે શપથ પત્ર આપીને કહ્યું કે, 15 વર્ષથી વિકાસ સાથે અમારો કોઈ સંબંધ નથી. પુષ્પા નિગમે યુપીના મુખ્યમંત્રીને પતિ અને દીકરાને છોડવાના આદેશ આપવાની માંગ કરી છે. પુષ્પાનું કહેવું છે કે વિકાસે જે કંઈ પણ કર્યુ છે, તે ખોટું છે અને તેનું પરિણામ તેને ભોગવવું જ જોઈએ.વિકાસ દુબેની પત્ની રિચા દુબે જિલ્લા પંચાયતની સભ્ય છે. તે બાળકો સાથે લખનઉમાં રહેતી હતી. તપાસમાં સામે આવ્યું કે બિકરુ ગામમાં આવેલા ઘરના સીસીટીવી રિચાના મોબાઈલ સાથે ક્નેક્ટ હતા.