Translate to...

ગેંગસ્ટરનો અંગત અમર દુબે એન્કાઉન્ટરમાં ઠાર; વિકાસ ફરિદાબાદ હોટલમાં દેખાયો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં ફરાર થયો

ગેંગસ્ટરનો અંગત અમર દુબે એન્કાઉન્ટરમાં ઠાર; વિકાસ ફરિદાબાદ હોટલમાં દેખાયો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં ફરાર થયો
કાનપુર શુટઆઉટના છઠ્ઠા દિવસે પોલીસે ગેંગસ્ટર વિકાસ દુબેના અંગત અમર દુબેનું એન્કાઉન્ટર કરી દીધું છે. ઉત્તરપ્રદેશ પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સે હમીરપુરમાં અમરને ઠાર માર્યો છે. તે કાનપુરના ચૌબેપુરના વિકરુ ગામમાં થયેલા શુટઆઉટમાં સામેલ હતો અને વિકાસનો રાઈટ હેન્ડ કહેવાતો હતો. પોલીસે અમર પર 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. વિકરુગામમાં 2 જુલાઈએ વિકાસ દુબે ગેંગે પોલીસની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. હુમલામાં 8 પોલીસકર્મીઓના મોત થયા હતા.

આ પહેલાં મંગળવારે વિકાસ ફરીદાબાદની એક હોટલમાં જોવા મળ્યો હતો, પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ તે ફરાર થઈ ગયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસ ફરીદાબાદના સેક્ટર-87માં તેમના સંબંધીના ઘરે રોકાયા હતા. તેના મિત્રો અંકુર અને પ્રભાતને હોટલમાં રોક્યા હતા. તેમને મળવા વિકાસ હોટલ ગયા હતા. આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરી દીધી હતી. પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ વિકાસ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અંકુર અને પ્રભાતની ધરપકડ કરી લીધી છે. 2 પિસ્તોલ મળી છે, જે યુપી પોલીસની છે. બિકરુ શૂટઆઉટમાં ગુંડાઓએ 8 પોલીસવાળાઓની હત્યા કરીને તેમના હથિયાર પણ છીનવી લીધા હતા.

વિકાસ દુબે સાથે તેનો અંગત સાથી અમર દુબે

અમરની ઓટોમેટિક ગન જપ્તબુધવારે સવારે અમરે કરેલા ફાયરિંગમાં SI મનોજ શુક્લા અને STFનો એક સિપાહી ઘાયલ થયો છે. ADG(લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારે જણાવ્યું કે, અમરના હમીરપુરમાં હોવાના સમાચાર મળતાની સાથે STFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અમરને સરેન્ડર કરવા માટે કહ્યું પણ તેણે ફાયરિંગ કરી દીધું. પોલીસની કાર્યવાહીમાં તે ઠાર મરાયો. હમીરપુરના SP શ્વોલ કુમારે જણાવ્યું કે, અમરની ઓટોમેટિક ગન અને એક બેગ જપ્ત કરી લેવાઈ છે. ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.

STFએ અમરને સરેન્ડર કરવાની તક આપી હતી, પણ તને ફાયરિંગ કરી દીધું

STFએ અમરને સરેન્ડર કરવાની તક આપી હતી, પણ તેણે ફાયરિંગ કરી દીધુંADG એલઓ પ્રશાંત કુમારે જણાવ્યું કે, એન્કાઉન્ટર આજે સવારે થયું હતું. અમરના હમીરપુરમાં હોવાની સૂચના મળતા જ STFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અમરને સરેન્ડર કરવા માટે પણ કહ્યું, પણ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસની કાર્યવાહીમાં અમર ઠાર મરાયો હતો. STF અને ઉત્તરપ્રદેશ પોલીસની ટીમ વિકાસ દુબે અને તેના સાથીઓની તપાસમાં સતત રેડ પાડી રહી છે.

વિકાસની તપાસમાં રેડ, ફરીદાબાદમાં જોવા મળ્યોવિકાસ દુબે તેના સાથીઓ સાથે મંગળવારે ફરીદાબાદમાં એક હોટલમાં ગયો હતો. તે કોઈ એકના દ્વારા જ પેમેન્ટ કરાવવા માંગતો હતો પણ હોટલ સ્ટાફે કહ્યું કે, પેમેન્ટ કરનારે ID આપવું પડશે. વિકાસ લંગડાતો ચાલી રહ્યો હતો, એટલે આસ પાસના લોકોને શંકા ગઈ તો તેમણે પોલીસને જાણ કરી. પોલીસે હોટલ પહોંચીને વિકાસના સાથીઓને ઝડપી પાડ્યા પણ વિકાસ ફરાર થઈ ગયો હતો. ત્યારપછી આસ પાસના વિસ્તારની પોલીસને પણ એલર્ટ કરી દેવાઈ હતી. એવો અંદાજ છે કે વિકાસ પાસે પર્સનલ ગાડી નથી,તે ટેક્સીમાં ફરી રહ્યો છે.અમરે સીઓની હત્યા કરી હતીઅમરે 10 બદમાશો સાથે બિલ્હૌરના સીઓ દેવેન્દ્ર મિશ્રની હત્યા કરી હતી. અમર અને તેના સાથી મિશ્રને ઘસેડીને વિકાસ દુબેના મામા પ્રેમ કુમાર પાંડેના ઘરે લઈ ગયા અને ગોળી મારી દીધી હતી. ધારદાર હથિયારથી પણ માર માર્યો હતો. પ્રેમ કુમાર પાંડે એન્કાઉન્ટરમાં પહેલા જ મરાયો છે.

અમરનું લખનઉમાં પણ ઘરકાનપુર શુટઆઉટની FIRમાં અમર દુબેનું નામ 14માં નંબરે અને વોન્ટેડ અપરાધીઓના લિસ્ટમાં પહેલું હતું. શુટઆઉટ પછી અમર અને વિકાસ સાથે જ ફરાર થયા હતા પરંતુ ઔરેયાથી અલગ થઈ ગયા હતા. ઔરેયામાં દિબિયાપુર હાઈવે પર રવિવારે લાવારિસ ગાડી મળી હતી. ગાડીમાં અમરના ડોક્યુમેન્ટ મળ્યા, જેનાથી ખબર પડી કે લખનઉમાં પણ તેનું ઘર છે. એ પણ ખબર પડી કે અમર અને વિકાસ સંબંધી હતા. અમર દારૂના ઠેકા પર વસુલાત કરતો હતો.

UP, હરિયાણા સહિત પાંચ રાજ્યોમાં એલર્ટગુડગામના કમિશનર કેકે રાવે એક ઓડિયો મેસેજમાં કહ્યું છે, કે વિકાસ ગુડગામમાં એન્ટ્રી કરી શકે છે. તેની પાસે પર્સનલ ગાડી નથી. તે થ્રીવ્હીલર અથવા ટેક્સમાં ફરી શકે છે. તમામ બોર્ડર પર નજર રાખવામાં આવે. આ સાથે જ UP, રાજસ્થાન, દિલ્હી,મધ્યપ્રદેશ, હરિયાણામાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ રાજ્યોમાં પોલીસ વિકાસ અને તેના સાથીઓની તપાસ કરી રહી છે.

વિકાસના વધુ 2 સાથી ઝડપાયાઆ સાથે જ કાનપુર પોલીસે વિકાસ દુબેની ગેંગમાં સામેલ વિકાસબાજપેયીને બિકરુ ગામ પાસેથી ઝડપી પાડ્યો છે. તેના પગમાં ગોળી વાગ્યા પછી તેને પોલીસ ઝડપી પાડ્યો છે.પોલીસે વિકાસના સાથી શ્યામૂ બાજપેયીની પણ ધરપકડ કરી લીઘી છે. શ્યામૂનું મકાન વિકાસના ઘરની પાસે જ છે. બિકરૂ શુટઆઉટ પહેલા શ્યામૂની કોઈ ક્રાઈમ હિસ્ટ્રી ન હતી.

કાનપુર શુટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?

2 જુલાઈઃ વિકાસ દુબેની ધરપકડ કરનાર 3 પોલીસ સ્ટેશનની પોલીસે બિકરુ ગામમાં રેડ પાડી વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી દીધી હતી 3 જુલાઈઃ પોલીસે સવારે 7 વાગ્યે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટર કરી દીધું હતું. 60 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. વિકાસ પર 2.5 લાખ, અમર પર 25 હજાર અને અન્ય લોકો પર 18-18 હજાર રૂપિયાનું ઈનામ રખાયું છે 5 જુલાઈઃ પોલીસે વિકાસના નોકર અને ખાસ સહયોગી દયાશંકર ઉર્ફ કલ્લૂ અગ્નિહોત્રીને ઘેરી લીધો. પોલીસની ગોળી વાગવાથી દયાશંકર ઘાયલ થઈ ગયો હતો. તેને ખુલાસો કર્યો કે વિકાસે પહેલાથી પ્લાનિંગ કરીને હુમલો કર્યો હતો. 6 જુલાઈઃ પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3ની ધરપકડ કરી લીધી હતી. શુટઆઉટની ઘટના વખતે પોલીસે બદમાશોથી બચવા માટે ક્ષમા દુબેનો દરવાજો ખખડાવ્યો હતો પણ ક્ષમાએ મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસની લોકેશન જણાવી દીધી. રેખા પણ બદમાશોની મદદ કરી રહી હતી. 8 જુલાઈઃ STFએ વિકાસના અંગત અમર દુબેને ઠાર માર્યો હતો.

વિકાસ મંગળવારે હોટલ પહોંચ્યો હતો, સીસીટીવી કેમેરામાં તે ઝડપાઈ ગયો

STFએ અમરને સરેન્ડર કરવાની તક આપી હતી, પણ તને ફાયરિંગ કરી દીધું