Translate to...

ગલવાન હિંસાના 18 દિવસ પછી મોદી 11 હજાર ફૂટ ઉંચી ફોરવર્ડ લોકેશન પર પહોંચ્યા, જવાનોએ વંદે માતરમના નારા લગાવ્યા, રાજનાથે કહ્યું- જવાનોનું મનોબળ વધશે

ગલવાન હિંસાના 18 દિવસ પછી મોદી 11 હજાર ફૂટ ઉંચી ફોરવર્ડ લોકેશન પર પહોંચ્યા, જવાનોએ વંદે માતરમના નારા લગાવ્યા, રાજનાથે કહ્યું- જવાનોનું મનોબળ વધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેહ પહોંચ્યા છે. ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ મોદી પ્રથમ વખત લેહની મુલાકાતે છે.જોકે આજે અચાનક જ મોદી લેહની મુલાકાતે પહોંચ્યા છે. આ વિશે પહેલાં PM કે PMO દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નહતી.

મોદીએ આજેનિમૂમાં 11 હજાર ફૂટ ઉંચી ફોરવર્ડ લોકેશન પર આર્મી, એરફોર્સ અને ITBPના જવાનો સાથે વાત કરી હતી. નિમૂ ચીન સરહદથી માત્ર 250 કિમી જ દૂર છે.તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ એમએણ નરવણે પણ છે.મોદીએ જવાનોની વાતચીતનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે ગલવાન ઝપાઝપીમાં ઘાયલ થયેલા સૈનિકો સાથે પણ આજે મુલાકાત કરી છે.

View this post on Instagram

Interacting with our brave armed forces personnel at Nimu.

A post shared by Narendra Modi (@narendramodi) on Jul 2, 2020 at 10:02pm PDT

જવાનોએ ભારત માતાની જયના નારા લગાવ્યા

#WATCH: Prime Minister Narendra Modi among soldiers after addressing them in Nimmoo, Ladakh. pic.twitter.com/0rC7QraWTU

— ANI (@ANI) July 3, 2020

રાજનાથ સિંહે કહ્યું- જવાનોને પ્રોત્સાહન મળશે

भारतीय सेना के रहते देश की सीमाएँ हमेशा सुरक्षित रही हैं।प्रधानमंत्री श्री @narendramodi का आज लद्दाख़ जाकर सेना के जवानों से भेंट करके उनका उत्साहवर्धन करने से निश्चित रूप से सेना का मनोबल और ऊँचा हुआ है।मैं प्रधानमंत्रीजी के इस कदम की सराहना करते हुए उन्हें धन्यवाद देता हूँ।

— Rajnath Singh (@rajnathsingh) July 3, 2020

મોદીની મુલાકાત સામે કોંગ્રેસનો પ્રહારપાર્ટી પ્રવક્તા મનીષ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું કે, જ્યારે ઈન્દિરા ગાંધી લેહ ગયા હતા ત્યારે પાકિસ્તાનના 2 ભાગલા થયા હતા. હવે જોવાનું છે કે, મોદી શું કરે છે?

After she visited Leh she sliced Pakistani into two. Let us see what he does ? https://t.co/m7XfzNenE8pic.twitter.com/i5iYnOc54J

— Manish Tewari (@ManishTewari) July 3, 2020

શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું- સેનાનો ઉત્સાહ વધશે

After she visited Leh she sliced Pakistani into two. Let us see what he does ? https://t.co/m7XfzNenE8pic.twitter.com/i5iYnOc54J

— Manish Tewari (@ManishTewari) July 3, 2020

રાજનાથના જવાનો કાર્યક્રમ હતો, મોદી પહોંચી ગયારક્ષા મંત્રી રાજનાથ સિંહનો ગુરુવારે લદ્દાખ જવાનો કાર્યક્રમ હતો પરંતુ તે છેલ્લે રદ કરવામાં આવ્યો હતો. આજે ફરી આશા હતી કે રાજનાથ સિંહ લદ્દાખ જશે પરંતુ તેમની જગ્યાએ અચાનક વડાપ્રધાન મોદી પહોંચી ગયા. મોદીની લદ્દાખ મુલાકાતને વિપક્ષના જવાન તરીકે જોવામાં આવે છે. ચીન મુદ્દે રાહુલ ગાંધી સતત વડાપ્રધાન મોદી સામે પ્રહાર કરતા હતા. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન ચીનનું સમર્થન કેમ કરી રહ્યા છે? તેમણે દરેક વાત સ્પષ્ટ પણે જણાવી દેવી જોઈએ.

મોદીએ કહ્યું હતું- અમને જવાબ આપતા આવડે છેમોદીએ 28 જૂને મનકી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે, લદ્દાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉંચી કરીને જોનારને આકરો જવાબ આપવામાં આવશે. અમને મિત્રતા નિભાવતા અને આંખોમાં આંખો નાખીને જવાબ આપતા આવડે છે. આપણા વીર સપૂતોના પરિવારના મનમાં જે હિંમત છે, તેના પર દેશને ગર્વ છે. લદ્દાખમાં આપણાં જે વીર જવાન શહીદ થયા છે, તેમના શૌર્યને સમગ્ર દેશ નમન કરે છે.

તણાવ ઓછો કરવા માટે ભારત-ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે વાતચીત પણ થઈ રહી છે. 30 જૂને લેફ્ટિનન્ટ જનરલ લેવલની ત્રીજી મીટિંગ થઈ હતી. તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે વિવાદિત વિસ્તારોમાંથી સૌનિકોને હટાવવામાં આવે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 કોર્પ્સના અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ સિવાય તેઓ CDS બિપિન રાવતની સાથે મળીને હાલની સ્થિતિની માહિતી મેળવશે. આ દરમિયાન નોર્થન આર્મી કમાન્ડના લેફ્ટિનન્ટ જનરલ વાયકે જોશી, લેફ્ટિનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર રહેશે. મેથી ચીનની સાથે બોર્ડર પર તણાવ ચાલુ છે અને બોર્ડર પર સતત ગંભીર સ્થિતિ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહની અચાનક લેહ મુલાકાત અચરજ પમાડનાર છે.

ગલવાનની ઘટના પછી મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું હતું કે, સેનાને ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે. તે સાથે જ કહ્યું હતું કે, અમે શાંતિ ઈચ્છીએ છીએ. પરંતુ જો કોઈ અમને ઉશ્કેરશે તો અમે જવાબ આપવા સક્ષમ છીએ.Prime Minister Narendra Modi arrives in Leh