Translate to...

ગર્ભવતી મહિલાના પેટમાં શિશુ સુધી પહોંચ્યુ સંક્રમણ, વર્ટિકલ ટ્રાન્સમિશનનો પ્રથમ કેસ; હવે માતા અને શિશુ બન્ને તંદુરસ્ત

ગર્ભવતી મહિલાના પેટમાં શિશુ સુધી પહોંચ્યુ સંક્રમણ, વર્ટિકલ ટ્રાન્સમિશનનો પ્રથમ કેસ; હવે માતા અને શિશુ બન્ને તંદુરસ્ત



પુણેના સસૂન જનરલ હોસ્પિટલે દાવો કર્યો છે કે ગર્ભમાં ઉછરી રહેલા શિશુ સુધી કોરોના વાઈરસ પહોંચી શકે છે. પુણેની બીજે મેડિકલ કોલેજ હેઠળ આવતી સસૂન હોસ્પિટલમાં દાખલ એક ગર્ભવતી મહિલાને ડિલિવરીના એક મહિના અગાઉ તાવ આવ્યો હતો. ડિલિવરી બાદ બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. મેડિકલ ટર્મમાં તેને વર્ટિકલ ટ્રાન્સમિશન કહે છે. ઈલાજ બાદ માતા-દિકરી બન્ને તંદુરસ્ત છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ કેસ કેટલાક સપ્તાહ અગાઉનો છે.

વર્ટિકલ ટ્રાન્સમિશનનો પ્રથમ કેસ હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે બાળકીને પ્લેસેન્ટા મારફતે સંક્રમણ થયું તે વર્ટિકલ ટ્રાન્સમિશનનો દેશમાં પ્રથમ કેસ છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શિશુ ગર્ભાશયમાં હોય છે અને તે સમય દરમિયાન તે સંક્રમિત થઈ જાય છે તો તેને વર્ટિકલ ટ્રાન્સમિશન કહે છે. જો માતા સંક્રમિત હોય તો વાઈરસનો ફેલાવો ગર્ભનાળથી પ્લેસેન્ટા સુધી પહોંચી જાય છે. પ્લેસેન્ટા ગર્ભાવસ્થા સમયે ગર્ભાશયમાં વિકસિત થાય છે. તે બાળકના ઓક્સિજન અને અન્ય પોષક તત્વ (ન્યૂટ્રીએન્ટ્સ) પહોંચાડે છે.

ડોક્ટર શું કહે છે... આ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટના વડા ડો.આરતી કિણિકરના મતે કોઈ વ્યક્તિને સંક્રમણ થાય છે તો તે મુખ્યત્વે ફોમાઈટ્સ સાથે સંપર્કમાં હોવાને લીધે થાય છે. જો માતા સંક્રમિત છે તો ફન્ડિંગ કે કોઈ અન્ય સંપર્કને લીધે શિશુ જન્મ બાદ સંક્રમિત થઈ શકે છે. ફોમાઈટ્સ તેને કહે છે કે જેના મારફતે ઈન્ફેક્શન થવાની દહેશત હોય છે. જેમ કે કપડાં, વાસણ કે ફર્નિચર

સરળ રીતે સમજો ડોક્ટર આરતીના મતે-શિશુના જન્મ સમયે સંક્રમણ હોતુ નથી. પણ ત્રણથી ચાર દિવસમાં આ સંક્રમણ થઈ શકે છે. વર્ટિકલ ટ્રાન્સમિશનમાં જ્યારે શિશુ ગર્ભાશયમાં હોય છે અને માતાને સંક્રમણ થાય છે, તો તે ગર્ભનાળ મારફતે શિશુ સુધી પહોંચે છે. સંક્રમણ સિમટોમેટિક કે એસિમટોમેટિક હોઈ શકે છે. એટલે કે સંક્રમણના લક્ષણ જોઈ શકાય છે અને ઘણી વખત તે જોઈ શકાતા નથી.

બાળકોને હતુ ગંભીર સંક્રમણ ડો.કિણિકરે કહ્યું કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને જ્યારથી તમામ ગર્ભવતી મહિલાઓનું પરીક્ષણ કરવું ફરજિયાત બનાવ્યુ છે ત્યારથી અહીં પણ દરેક ગર્ભવતી મહિલાનું પરીક્ષણ કરી શકાય છે. તેમણે કહ્યું કે અગાઉ શિશુના જન્મ બાદ તેના નાક અને ગર્ભનાળનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

માતા અને દિકરી હવે તંદુરસ્ત છે ડોક્ટર આરતીના મતે જન્મના બે ત્રણ દિવસ બાદ બાળકીને તાવ આવતો હતો. તેને ખાસ વોર્ડમાં માતાથી અલગ રાખવામાં આવી હતી. હવે બન્ને તંદુરસ્ત છે. બે સપ્તાહ બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તપાસ સમયે પૃષ્ટિ કરી છે કે તે વર્ટિકલ ટ્રાન્સમિશનનો કેસ હતો. ત્રણ મહિના સુધી અમે એન્ટીબોડી રિએક્શન અને બ્લડ ટેસ્ટ કર્યા. બન્નેમાં એન્ટીબોડી બની ચુક્યુ હતું.







Transmission to the infant in the womb of a pregnant woman, the first case of vertical transmission; Now both mother and baby are healthy