ખુરશી બચાવવા માટે નારાજ નેતાઓના ઘરે પહોંચ્યા PM ઓલી; રાજીનામા અંગે આજે નિર્ણય લેવાશે

ખુરશી બચાવવા માટે નારાજ નેતાઓના ઘરે પહોંચ્યા PM ઓલી; રાજીનામા અંગે આજે નિર્ણય લેવાશે



નેપાળના રાજકારણ માટે શનિવારનો દિવસ મહત્વનો સાબિત થઈ શકે છે. આજે વડાપ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામા અંગે નિર્ણય લેવાઈ શકાય છે. સત્તારૂઢ નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP)ની સ્ટેડિંગ કમિટિના 40માંથી 33 નેતા ઓલીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ઓલી નારાજ નેતાઓમાંથી ઘણાને મનાવવા માટે તેમના ઘરે જઈ રહ્યા છે. જો કે, મુખ્ય વિરોધી પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે તેમણે તેમના ઘરે જ ત્રણ કલાક મુલાકાત કરી હતી. NCPના બીજા વિંગના નેતાઓ સાથે પણ પ્રચંડે વાતચીત કરી હતી.

કોવિ-19 પર કાબૂ મેળવવાના કેસમાં ઓલી પહેલા જ નિશાના પર હતા. ભારત અને ચીનના વિવાદમાં જ્યારે તેમણે ભારત પર સરકાર પાડવા માટે ષડયંત્રનો આરોપ લગાવ્યો તો મામલો વધું બગડ્યો હતો. હવે તેમની પાસે રાજીનામાની માંગ કરાઈ રહી છે.

ખુરશી બચાવવાના દરેક પ્રયાસNCPના અન્ય બીજા યૂનિટ નેપાળમાં પ્રભાવશાળી માનવામાં આવે છે. કાઠમાંડૂ પોસ્ટ અખબારના જણાવ્યા પ્રમાણે, ઓલીએ આ યૂનિટના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી અને સહયોગ માંગ્યો હતો. જેમાંથી ઘણા નેતાઓના તો ઘરે અને ઓફિસ સુધી પહોંચી ગયા હતા. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રચંડ સાથે 3 કલાક પોતાના ઘરે વાતચીત કરી હતી.

આજે સ્થાયી સમિતિની બેઠકNCPની સ્થાયી સમિતિની આજે બેઠક યોજાશે. જેમાં ઓલીના ભાગ્યનો નિર્ણય થઈ શકે છે. પ્રચંડ અને ઓલીની ત્રણ કલાકની મુલાકાતમાં શું ચર્ચા થઈ એ જાણકારી તો આપવામાં નથી આવી પણ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બન્ને નેતાઓમાં વિશ્વાસ ફરી સ્થાપવા અંગે ચર્ચા થઈ હતી.પ્રચંડે રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે પણ મુલાકાત કરી હતી.

ઓલીનો રસ્તો મુશ્કેલબુધવારે પ્રચંડની અધ્યક્ષતામાં પાર્ટીની સ્થાઈ સમિતિની બેઠકમાંથી 44માંથી 33 સભ્યોએ ઓલી પાસે રાજીનામાની માંગ કરી હતી. ત્યારબાદ ગુરુવારે ઓલીના રાજીનામા અંગે સહમતિ ન થવા અંગે સમિતિની બેઠક ટળી ગઈ હતી. હવે પાર્ટીના તૂટવાનું જોખમ પણ છે. ખાસ વાત તો એ છે કે ઓલી સ્ટેંડિંગ કમિટિની 7 દિવસ ચાલેલી મીટિંગમાં માત્ર 2માં જ સામેલ થયા હતા. તે પાર્ટી નેતાઓના સવાલોના જવાબ આપવાથી બચી રહ્યા હતા.

નવી પાર્ટી બનાવી શકે છેઓલીના નવી પાર્ટી બનાવવાના સમાચાર છે. મળતી માહિતી પ્રમાણે તેમણે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી UMLના નામથી પાર્ટીનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. સંકટ વચ્ચે કાઠમાંડૂમાં ચીનની રાજદૂત હોઉ યાનકીને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ ડીનર માટે બોલાવી છે. નેપાળમાં સૌથી શક્તિશાળી રાજદૂતમાં ઓળખાતી યાનકી રાજકીય સંકટનો ઉકેલ લાવવામાં પણ સક્રિય છે.







PM Oli arrives at home of disgruntled leaders to save chair; The resignation will be decided today