Translate to...

ખાનગી શાળા સંચાલકો ધો.10-12ના ખાનગી-સરકારી શાળાના પરિણામો અલગથી રજૂ કરવા RTI કરશે

ખાનગી શાળા સંચાલકો ધો.10-12ના ખાનગી-સરકારી શાળાના પરિણામો અલગથી રજૂ કરવા RTI કરશે




ગુજરાતની પ્રાઈવેટ સ્કૂલમાં ઓનલાઇન શિક્ષણ મુદ્દે સરકાર અને સંચાલકો વચ્ચે વિવાદ શરૂ થયો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે વાલીઓના નામે સરકારની ઓનલાઈન શિક્ષણનીતિ સામે શિક્ષિત ભાષામાં પત્ર લખી ધમકી આપી છે. જેમાં જણાવ્યું છેકે, સરકાર અને સંચાલકો વચ્ચે જો કોઇ નિર્ણય ન આવે તો આવનારી પુરક પરીક્ષામાં સંચાલકો પોતાની સ્કૂલ પરીક્ષા માટે ફાળવશે કે નહીં તેની વાલીઓમાં મૂંઝવણ હોવાનું ઉપરાંત સ્વનિર્ભર શાળા મંડળે ધો.10-12ના તાજેતરના પરિણામમાં ખાનગી શાળા અને સરકારી શાળાના પરિણામો અલગથી રજૂ કરવા માટે RTI કરવાની અને જરૂર પડ્યે કોર્ટનો સહારો લેવાની વાત કરી છે.

50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશેસ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતની બેઠક મળી હતી, જેમાં થયેલી ચર્ચા અંગે મહામંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુ અને સંયોજક અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જાણે ગુજરાતના શિક્ષણની ઘોર ખોદવાનું નિશ્ચિત કર્યું હોય એ રીતે સમગ્ર ગુજરાતની 16 હજાર જેટલી શાળાઓના 15 લાખ કરતા વધુ કર્મચારીઓના રોજગારી અને 50 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડવાને લઇને પ્રશ્ન ઉભો કર્યો છે.

વાલીઓને વિશ્વાસમાં લીધા વગર ઓનલાઇન શિક્ષણનો તુક્કો લગાવ્યોઉપરાંત રાજ્યના શિક્ષણ વિભાગે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો તઘલખી નિર્ણય કર્યો છે. ગુજરાતના સ્વનિર્ભર શાળાના શિક્ષણમાં વિશ્વાસ ધરાવતા લાખો વિદ્યાર્થીઓ, વાલીઓને વિશ્વાસમાં લીધા વગર ઓનલાઈન શિક્ષણ આપવાનો તુક્કો લગાવ્યો છે. સંચાલકોએ સવાલ ઉઠાવ્યો છેકે, સ્વનિર્ભર શાળાઓ જ્યારે ઓનલાઈન શિક્ષણ આપતી હતી, ત્યારે કેટલા પ્રાઈવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ ડીડી ગિરનાર કે હોમ લર્નિંગમાં ભણતા હતા? તો કેટલા વિદ્યાર્થીઓ આ વ્યવસ્થા સ્વીકારશે?

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે વાલીઓ વતી કેટલાક પ્રશ્નો પણ ઉઠાવ્યાં1.) શું સરકાર સમગ્ર ગુજરાતના સરકારી સ્કૂલના 60 ટકા બાળકો સુધી ઓનલાઇન શિક્ષણ પહોંચાડી શકી નથી ત્યારે ખાનગી સ્કૂલના 70થી 80 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશે?2.) સરકાર પાસે પ્રાથમિક અને ગુજરાત બોર્ડના શિક્ષણની ઓનલાઇન વ્યવસ્થા છે, ત્યારે ઇંગ્લીશ મીડિયમ CBSE બોર્ડ અને ઇન્ટરનેશનલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે તથા હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા ખરી?3.) પ્રાઇવેટ શાળામાં ક્વોલિટી એજ્યુકેશન અને વ્યવસ્થામાં ટેવાયેલા બાળકોને સરકારી તંત્ર એ ક્વોલિટી આપી શકશે ખરી?4.) ઓનલાઇન શિક્ષણ અંગેનો પરિપત્ર કરનાર શિક્ષણવિદો અધિકારીઓને ખુદ શિક્ષણમંત્રીના પરિવારમાં સરકારી શાળામાં કોઈ અભ્યાસ કરી રહ્યા છે ખરા?5.) સરકાર અને સંચાલકો વચ્ચે જો કોઇ નિર્ણય ન આવે તો ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષામાં સંચાલકો પરીક્ષા માટે પોતાની સ્કૂલ ઓફ આવશે કે કેમ તેની પણ વાલીઓમાં મૂંઝવણ છે.







પ્રતિકાત્મક તસવીર