Translate to...

ખાતાકીય તપાસ વિના કર્મચારીને બરતરફ કરી શકાય નહિ: ગુજરાત હાઈકોર્ટ

ખાતાકીય તપાસ વિના કર્મચારીને બરતરફ કરી શકાય નહિ: ગુજરાત હાઈકોર્ટ



સરકારમાં રેગ્યુલર, કરાર આધારિત કે ફિક્સ પગારદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં પણ ખાતાકીય તપાસ વિના તેમને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહિ. હાઈકોર્ટે ચુકાદો આપતા આ અવલોકન કર્યું છે. કોર્ટના આ ચુકાદાને પગલે રાજ્યના 5 લાખ કર્મચારીને તેનો લાભ મળશે.

અમીરગઢ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અને શામળાજી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા ફિક્સ પગારદાર કર્મચારીને ફરજ પરથી હટાવવાના સરકારના નિર્ણયને ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે અયોગ્ય ઠેરવ્યો છે. સરકારે આ કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરતા તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.







Employee cannot be dismissed without departmental inquiry: Gujarat High Court