Translate to...

ખંડાલાની પ્રાકૃતિક સુંદરતા દરેકનું મન મોહી લે એવી, ચોમાસામાં વાતાવરણ એવું જાણે લાગે કે કુદરત પોતાના હાથે અહીંની સુંદરતા વધારી રહી છે

ખંડાલાની પ્રાકૃતિક સુંદરતા દરેકનું મન મોહી લે એવી, ચોમાસામાં વાતાવરણ એવું જાણે લાગે કે કુદરત પોતાના હાથે અહીંની સુંદરતા વધારી રહી છે
ખંડાલાનું નામ પડે એટલે આપણને બોલિવૂડનું એક ગીત યાદ આવી જાય, જેમાં આમિર ખાન રાની મુખર્જીને એકદમ ટપોરી સ્ટાઇલમાં ‘આતી ક્યાં ખંડાલા’ કહે છે. ખંડાલા ભલે આ ગીતની યાદ અપાવી જતું હોય પણ તે ફરવા માટે ખૂબ જ સુંદર હિલ સ્ટેશન પણ છે. પ્રાકૃતિક દૃશ્ય, લીલાંછમ મેદાન, વહેતાં ઝરણાં અને વાદળોને સ્પર્શતા ઉંચા પહાડોથી ભરેલું આ હિલ સ્ટેશન ખરેખર એકવાર જોવાલાયક છે. અહીં દરેક વસ્તુ ખંડાલાને પ્રકૃતિ તરફથી મળેલી ભેટ સમાન છે. મુંબઈની ભીડભાડથી આશરે 100 કિમીના અંતરે આવેલું ખંડાલા ટૂરિસ્ટ્સ માટે ફેવરિટ વીકેન્ડ ડેસ્ટિનેશન છે.

અહીંની કુદરતી સુંદરતા દરેકનું મન મોહી લે એવી છે. એમાં પણ જ્યારે ચોમાસું શરૂ થાય ત્યારે અહીંનું દૃશ્ય વધારે રમણીય બની જાય છે. વાતાવરણ જોઇને એવું લાગે જાણે કુદરત પોતાને હાથથી અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. અહીં એક કૂને વોટર ફોલ છે, જેને જોતાં નજર એવી મંડાઈ જાય છે જેને હટાવવી ખૂબ જ મુશ્કેલ છે. આશરે 200 ફૂટ ઇંચાઈથી પડતા ધોધનો વરસાદ જોઇને જાણે એવું લાગે કે આનાથી સુંદર દુનિયામાં બીજું કંઈ જ નથી.

જે લોકોને ટ્રેકિંગ અને ક્લાઇમબિંગ કરવાનો શોખ હોય તેમના માટે પણ આ જગ્યા બેસ્ટ છે. જો અહીં આવવા માટે ટ્રેન પકડવામાં આવે તો રસ્તામાં 20થી વધારે ટનલમાંથી પસાર થવું પડે છે, જે દિવસના અજવાળે પણ અંધારી રાતનો અનુભવ કરાવે છે.

ખંડાલા જાવ તો આ જોવાલાયક સ્થળો મિસ ન કરતાઅહીં લાયન્સ પોઇન્ટનું દૃશ્ય ખૂબ જ રમણીય હોય છે. વરસાદની ઋતુમાં અનેક નાનાં-મોટાં ઝરણાંસ લીલાથમ પહાડો અને નદીઓ વગેરે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. અહીં આવેલા બુશી ડેમને જોવા ખાસ કરીને ચોમાસામાં ઘણા ટૂરિસ્ટ્સ આવે છે. અહીંના પહાડો પર પડતું પાણી દરેકના મનને અનોખી શાંતિ આપે છે.

અહીં આવતા ટૂરિસ્ટ્સ માટે લાયન્સ પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

ખંડાલાથી 20 કિમી દૂર કાર્લા અને બેજ ગુફાઓ આવેલી છે, જેને પર્વતોના પત્થરોને કાપીને બનાવવામાં આવી છે. આ પત્થરો પર સુંદર નક્શીકામ કરવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક સ્મારક એવું બીજી સદીનું બનેલું એક સુંદર મંદિર પણ જોવાલાયક છે. અહીં બુદ્ધનું મંદિર પણ પ્રસિદ્ધ છે.

કાર્લા ગુફા પાસે એક નાના પર્વત પર એકવીરા દેવી મંદિર આવેલું છે. દેવી માતાના દર્શન માટે લગભગ 200 સીડીઓ ચઢીને જવું પડશે. અહીં જ ભૈરવનાથનું મંદિર પણ છે, જે તેની વાસ્તુકલા માટે જાણીતું છે. આ જગ્યા પર મહાશિવરાત્રીનો તહેવાર બહુ ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે.

ત્રણે બાજુથી પાણીથી ઘેરાયેલો તુંગા કિલા કામશેત પણ માણવાલાયક સ્થળ છે. 1600ની સદીમાં આદિલ શાહી વંશે આ બનાવ્યો હતો. આ કિલ્લા સુધી પહોંચવા માટે 1200 ફૂટનું ચઢાણ કરવું પડે છે.

ખંડાલાનો કૂટને વોટરફોલ ફોલ લોકપ્રિય છે. અહીં આશરે 200 ફૂટની ઉંચાઈથી પાણી પડે છે.

ખંડાલાનું વાતાવરણ

ખંડાલાનું વાતાવરણ આખું વર્ષ ખૂબ જ સુંદર રહે છે. પ્રવાસીઓ અહીં વર્ષોથી ફરવા આવે છે. જોકે, વરસાદની ઋતુમાં અહીં આવવાની મજા જ કંઇક અલગ છે. લાયન્સ પોઇન્ટ, નેકલેસ પોઇન્ટ્સ, રાજમાચી પોઇન્ટ્સ, લોનાવાલા તળાવ જેવા નાના ટૂરિસ્ટ પોઇન્ટ્સ દરેકનું મન મોહી લે એવાં સ્થળો છે.

ખંડાલા જવું હોય તો?ટ્રેન અને ફ્લાઇટ બંને માધ્યમથી ખંડાલા પહોંચી શકાય છે. આ માટે તમારે પહેલા પૂણે અથવા મુંબઈ પહોંચવાનું રહેશે. આ બંને શહેરો ખંડાલા સાથે જોડાયેલા છે. અહીંથી તમે બસ અથવા ટેક્સી કરીને ખંડાલા જઈ શકો છો.The natural beauty of Khandala captivates everyone, the monsoon atmosphere makes it seem as if nature is enhancing the beauty here with its own hands.