ખટ્ટરના કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાના કેસમાં 900 લોકો સામે ફરિયાદ દાખલ, ખેડૂત નેતાએ કહ્યું- અમે વિરોધ કરતા રહેશું

ખટ્ટરના કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાના કેસમાં 900 લોકો સામે ફરિયાદ દાખલ, ખેડૂત નેતાએ કહ્યું- અમે વિરોધ કરતા રહેશુંખેડૂતોના આંદોલનને આજે 47મો દિવસ છે. હરિયાણા પોલીસે કરનાલમાં મનોહરલાલ ખટ્ટરના કાર્યક્રમમાં અવરોધ સર્જવા બદલ ભારતીય કિસાન યુનિયન (BKU)ના ગુરનામ સિંહ ચઢૂની સહિત 900 લોકો સામે FIR દાખલ કરી છે. કરનાલમાં ખટ્ટરના કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવેલા મંચને ભીડે નુકસાન પહોંચાડ્યુ હતું. આ ઉપરાંત હેલીપેડ પણ ખોદી નાંખ્યું હતું.

બીજી બાજુ ગુરનામ સિંહ ચઢૂનીનું કહેવું છે કે હા, અમે જ ખટ્ટર સાહેબની રેલીને અટકાવી હતી. ભાજપનું કહેવું હતું કે ખેડૂતોના આંદોલનને ખાળવા માટે 700 રેલીઓ કરવામાં આવશે. અમે આ પ્રકારની રેલીઓનો વિરોધ કરશું.

ખેડૂતોએ ખટ્ટરના હેલિકોપ્ટરને ઉતરવા દીધુ નહીં ખટ્ટર રવિવારે કરનાલ જીલ્લાના કેમલા ગામમાં ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવાના હતા. CM ત્યાં પહોંચે તે અગાઉ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા દેખાવકારો પહોંચી ગયા હતા અને કાળ ઝંડા ફરકાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે મંચ પર તોડફોડ કરી હતી. વિરોધ પ્રદર્શનકારીઓએ CMના હેલિકોપ્ટરના લેન્ડિંગ માટે તૈયાર કરવામાં આવેલા હેલીપેડને પણ ખોદી નાંખ્યો હતો. તેને લીધે ખટ્ટરનું હેલિકોપ્ટર લેન્ડ કરી શક્યુ ન હતું.

ખટ્ટરે ચઢૂની પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ લગાવ્યો દિવસભર થયેલા તોફાન બાદ રવિવારે મુખ્યમંત્રી મનોહર લાલે આ અંગે ટિપ્પણી આપી હતી. તેમણે સંપૂર્ણ ઘટનાક્રમને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું હતું. આ સાથે જ ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂની પર ખેડૂતોને ઉષ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.

ખેડૂતોના આંદોલનનો રોડમેપ સંયુક્ત કિસાન મોર્ચાએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી

13 જાન્યુઆરીના રોજ ખેડૂત સંકલ્પ દિવસ ઉજવશે. કૃષિ કાયદાની નકલ સળગાવશે. 18 જાન્યુઆરીના રોજ ખેડૂત મહિલા દિવસ તરીકે ઉજવશે.23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષ ચંદ્ર જયંતી નિમિતે વિવિધ ગામોમાંથી ખેડૂત દિલ્હી જવા રવાના થશે. દરેક ગામમાંથી 5 ટ્રેક્ટર નિકળશે, તેમા એક ટ્રેક્ટર મહિલાનું હશે.26 જાન્યુઆરી માટેની તૈયારીને લઈ વધુ ઝડપ લાવવામાં આવશે. સમિતિ તૈયાર કરી દરેક ઘરેથી 26 જાન્યુઆરીના રોજ આંદોલનમાં ભાગ લેવા માટે અપીલ કરશે.ટૂંક સમયમાં એક એપ લોંચ કરવામાં આવશે, જેને લઈ આંદોલનનું LIVE કવરેજ થશે અને ઈમર્જન્સી સર્વિસિસ આપવામાં આવશે.

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સીમા પર આંદોલન કરી રહ્યા છે. આ ફોટો ગાજીપુર બોર્ડરનો છે