કાશ્મીરના GDPનો 8% હિસ્સો ટૂરિઝમમાંથી આવે છે, 10 વર્ષમાં સૌથી ઓછા ટુરિસ્ટ ગત વર્ષે આવ્યા

કાશ્મીરના GDPનો 8% હિસ્સો ટૂરિઝમમાંથી આવે છે, 10 વર્ષમાં સૌથી ઓછા ટુરિસ્ટ ગત વર્ષે આવ્યાજમ્મૂ કાશ્મીર માટે છેલ્લું એક વર્ષ ખૂબ જ અસ્થિર રહ્યું છે. આનાં બે કારણો છે. પ્રથમ કારણ એ છે કે ગયા વર્ષે 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ને હટાવી દીધું હતું. આ પછી, પરિસ્થિતિ બગડે નહિ તે માટે રાજ્ય પર કેટલાક મહિનાઓ માટે પ્રતિબંધ હતો. ત્યાં લોકડાઉન હતું. પરિસ્થિતિ સુધરી રહી હતી કે કોરોના વાયરસ આવી ગયો.

આ બંનેની સૌથી વધુ અસર પર્યટન ક્ષેત્રે થઈ હતી. રાજ્ય દર વર્ષે ટૂરીઝમથી કરોડોની આવક કરે છે. જમ્મૂ-કાશ્મીરના કુલ GDPમાં 8% ટૂરિઝમનો હિસ્સો છે. 2019માં, અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યા 10 વર્ષમાં સૌથી ઓછી હતી. ટૂરિઝમ વિભાગના આંકડા દર્શાવે છે કે, વર્ષ 2018ની તુલનામાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં 60% ઘટાડો થયો છે. વર્ષ 2019માં જમ્મૂ કાશ્મીરમાં માત્ર 4 લાખ 99 હજાર 584 પ્રવાસીઓ આવ્યા હતા.

મુખ્તાર અહેમદ કાશ્મીરના શોપિયાં જિલ્લાના છે અને એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે. તેમનું કહેવું છે કે, ગયા વર્ષે 3 ઓગસ્ટે જ્યારે કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી બહાર પાડીને પ્રવાસીઓને તાત્કાલિક કાશ્મીર ખીણ છોડી દેવાનું કહ્યું હતું, ત્યારે તે તેમના માટે ભયાનક સ્વપ્નથી કંઇ ઓછું નહોતું. 2014ના પૂરમાં નોંધપાત્ર નુકસાન થયા બાદ, મુખ્તરે તેની તમામ કમાણી તેની ટ્રાવેલ એજન્સી પર લગાવી દીધા હતા.

ગત વર્ષે ઓગસ્ટમાં કલમ 370 દુર કરવામાં આવી ત્યારથી કાશ્મીરમાં ટૂરિસ્ટ આવવાના બંધ થયા છે.

ઓગસ્ટમાં લાગેલા લોકડાઉનને કારણે ટૂરિઝમ ઉદ્યોગ પહેલાથી જ મુશ્કેલીમાં હતો તેવામાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે માર્ચમાં ફરી લોકડાઉન થવાના કારણે પ્રવાસન ઉદ્યોગની મુશ્કેલી વધી છે.

મુખ્તારના મતે ગયા વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે તેમની 40થી વધુ બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા હતા. આ બુકિંગથી તેને રૂ. 5 લાખની આવક થવાની અપેક્ષા હતી. મુખ્તાર કહે છે કે તેમણે વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા વિવિધ પ્રમોશનલ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ માટે તેણે રૂ. 10 લાખની લોન પણ લીધી હતી.

જમ્મૂ-કાશ્મીર ટૂરિઝ્મ એલાયન્સના પ્રમુખ મંજુર અહેમદ પખ્તૂને જણાવ્યું કે, ઇન્ટરનેટ બંધ હોવાને કારણે લગભગ 2,600 ટૂર ઓપરેટરો પ્રમોશનલ કેમ્પેઈન ચલાવી શક્યા નથી. કેમ્પેઈન નવેમ્બરમાં કરવામાં આવે છે, કારણ કે શિયાળા અને વસંત ઋતુમાં પ્રવાસીઓ વધુ આવે છે. તે કહે છે, જ્યારે ગરમી શરૂ થઈ હતી, ત્યારે મહામારીના સ્વરૂપે બીજી આફત અમારા પર આવી પડી. ગુલમર્ગ અને પહેલગમ જેવા પર્યટક સ્થળો પર કોઈ નથી. અમારી સ્થિતિ હજી પણ પહેલા જ છે.

ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે સૌથી ઓછા ટૂરિસ્ટ આવ્યા જમ્મૂ-કાશ્મીર ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર, 2019માં 5 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જેમાંથી જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન 4.56 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. એટલે કે ગયા વર્ષે જમ્મૂ-કાશ્મીર આવેલા 91%થી વધુ પ્રવાસીઓ જાન્યુઆરીથી જુલાઇ વચ્ચે આવ્યા હતા. જોકે, ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે માત્ર 43 હજાર 59 પ્રવાસીઓ આવ્યા હતા.

પર્યટન વિભાગના એક અહેવાલ અનુસાર, આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં ઓગસ્ટથી ડિસેમ્બર 2018ની તુલનામાં 2019માં 75% ઘટાડો થયો હતો. 2018માં, ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન કાશ્મીર ઘાટીમાં 3.16 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે 2017માં 6.11 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

1.5 લાખ નોકરીઓ ગઈ, 10 હજાર કરોડનું નુકસાન થયું કલમ 37૦ હટાવ્યા પછી, 5 ઓગસ્ટથી ડિસેમ્બર 2019 દરમિયાન કાશ્મીર ઘાટીને કેટલું નુકસાન થયું છે? તે વિષે ગયા વર્ષે કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ એક અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલ મુજબ, આ સમય દરમિયાન ઘાટીને 120 દિવસમાં રૂ. 17,878 કરોડનું નુકસાન થયું છે. આમાંથી એકલા ટૂરિઝમને રૂ. 9,191 કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત, 1.4 લાખથી વધુ લોકોએ નોકરી પણ ગુમાવી હતી. નોકરી ગુમાવતા મોટાભાગના લોકો તે હતા જે ગુલમર્ગ અને પહેલગામ જેવા વિસ્તારોમાં ખચ્ચર અથવા ઘોડા ચલાવતા હતા. ગુલમર્ગમાં શિયાળા દરમિયાન સ્લેજ ચલાવનાર ગુલામ અહમદ કહે છે કે અહીં 5,000 ખચ્ચર અથવા ઘોડા ચલાવનારા લોકોમાંથી 70%એ ધંધો મૂકી દીધો છે. તેમાંના મોટા ભાગના હવે મજૂર તરીકે કામ કરી રહ્યા છે.

2012માં સૌથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા પાછલા 10 વર્ષમાં સૌથી વધુ 13.08 લાખ પ્રવાસીઓ 2012ના વર્ષમાં આવ્યા હતા. ત્યાર બાદથી તેમાં સતત ઘટાડો થયો છે. જોકે, 2016માં હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના મૃત્યુ પછી જ્યારે ઘાટીની સ્થિતિ અત્યંત કથળી હતી, તેમ છતાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હતો. 2016માં, 12.12 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા, જે 2015ની તુલનામાં 30% વધુ છે.

કાશ્મીર હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ, અબ્દુલ વાહિદ મલિકે જણાવ્યું કે, કાશ્મીરમાં ડોમેસ્ટિક ટૂરિસ્ટને આકર્ષવા માટે પગલાં લેવા જોઈએ. તે કેન્દ્ર સરકાર જ હતી, જેણે ગયા વર્ષે પ્રવાસીઓને નીકળવાનું કહ્યું હતું. હવે સરકારે એ જ લોકોને ખાતરી કરવી પડશે કે કાશ્મીર તેમના માટે સલામત છે.

નુકસાનને પહોંચી વળવા, પ્રવાસન વિભાગે આ વર્ષે ભારત સહિત ઘણા દેશોમાં પ્રમોશનલ કાર્યક્રમો ચલાવવાની યોજના બનાવી હતી. જોકે, કાશ્મીર પર્યટન વિભાગના વરિષ્ઠ અધિકારી કહે છે કે માર્ચ અને એપ્રિલમાં 5 શો કોરોના વાયરસને કારણે મોકૂફ રાખવામાં આવ્યા છે.

તેમનું કહેવું છે કે આ શોનો ઉદ્દેશ પડોશી રાજ્યોમાંથી ટ્રાવેલ ટ્રેડ વધારવાનો હતો, જેથી ઘાટીમાં પ્રવાસીઓ વધે. આ માટે, ઘાટીના ટૂર ઓપરેટરોએ દેશભરના ટૂર ઓપરેટરોને મળવાનું હતું અને તેમની સાથે MOU કરવાના હતાં. જોકે, કોરોના વાયરસથી પ્રમોશનલ એક્ટિવિટીને પ્રતિકૂળ અસર થઈ છે. પર્યટન ઉદ્યોગને આમાંથી રિકવર થવામાં લાંબો સમય લાગશે, કારણ કે તે પહેલાથી જ નુકસાનમાં હતો અને હવે કોરોનાથી હાલત વધુ ખરાબ થઇ છે.

આ વર્ષે જૂનમાં, ઘાટીમાં પર્યટન પ્રવૃત્તિ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પર્યટન સાથે સંકળાયેલા લોકોએ કોરોનાના વધતા જતા કેસો અને મુસાફરી પર લાગુ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને તેના સમય પર સવાલ ઉઠાવ્યા હતા.

આ તસવીર ગુલમર્ગની છે. અહી દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે પરંતુ અત્યારે અહી કોઈપણ નથી.

આ વર્ષના અંત સુધીમાં ટૂરિઝમ ફરી શરુ થવાની અપેક્ષા નથી ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ કશ્મીરના પ્રમુખ અશફાક અહેમદ દુગ્ગ કહે છે કે, આ વર્ષના અંત સુધીમાં પર્યટન ઉદ્યોગ ફરી શરુ થવાની સંભાવના નથી. તે કહે છે, આશરે 90% સ્થાનિક પ્રવાસીઓ મુંબઈ, ગુજરાત અને પશ્ચિમ બંગાળથી ઘાટીમાં આવતા હતા, પરંતુ ત્રણેય રાજ્યો કોરોનાથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. તે કહે છે, 'સરકારનું આ પગલું અમને મદદ કરશે નહીં. મુંબઇ, ગુજરાત અને પશ્ચિમ બંગાળની સ્થિતિ સારી નથી અને કોઈ પણ આવી પરિસ્થિતિમાં કાશ્મીર આવવાનું જોખમ લેશે નહીં.

અશફાક કહે છે, જો કોઈ ટ્રાવેલ એજન્ટ પ્રવાસીને ઘાટીમાં મોકલવાનું વિચારે છે, તો તે પહેલા જોશે કે અહીં સુવિધા શું છે. મને ખાતરી છે કે કોઈ પણ વ્યક્તિ ફક્ત ક્વોરેન્ટાઇનમાં સમય પસાર કરવા માટે ટ્રાવેલ કરવાનું પસંદ કરશે નહીં.

ટ્રાવેલ એજન્ટ ઓમર અહેમદ કહે છે કે, જો કોઈ એક અઠવાડિયુ કાશ્મીરમાં આવવાનું વિચારી રહ્યા છે, તો તેમને ક્વોરેન્ટાઇન પીરિયડમાંથી પસાર થવું પડશે.

કાશ્મીરી હોટલિયર્સનું કહેવું છે કે પર્યટન પ્રવૃત્તિને કોઈપણ પ્રતિબંધ વિના ફરીથી શરૂ કરવી જોઈએ.8% of Kashmir's GDP comes from tourism, the lowest number of tourists in 10 years came last year