Translate to...

કોવિડ-19ના બહાને નેપાળ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે સંબંધ સુધારી રહ્યું છે ચીન, ભારતની આ મામલે કડક નજર

કોવિડ-19ના બહાને નેપાળ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે સંબંધ સુધારી રહ્યું છે ચીન, ભારતની આ મામલે કડક નજર




ચીન કોવિડ-19ના બહાને ભારતને તેના પડોશીઓથી અલગ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. સોમવારે ચીનના વિદેશ મંત્રીએ નેપાળ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનાન વિદેશ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. તેઓ આ બહાને ભારતને આ દેશોથી દૂર કરવા માંગે છે. આ મીટિંગમાં બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકા સામેલ નહતું. જોકે એ પણ હજી સ્પષ્ટ નથી કે આ દેશોને આ મીટિંગમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહીં.

CPEC પર નજર આ મીટિંગનો એજન્ડા કોવિડ-19ને રોકવાનો જણાવવામાં આવ્યો હતો, પરંતુ તીને તેમના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. તેના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે, ચારેય દેશોએ મળીને CPEC (ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર) નિર્માણ પૂરુ કરવામાં મદદ કરવી જોઈએ. તેને અફઘાનિસ્તાન સુધી લઈ જવાથી આ દરેક દેશને ફાયદો પણ થશે. ચીને ચાર પોઈન્ટ વાળો એક પ્લાન પણ આ મીટિંગમાં રજૂ કર્યો હતો. આ દરેક મુદ્દામાં CPEC અને વન બેલ્ટ વન રોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ભારતને દૂર રાખવામાં આવ્યું ભારતને આ મીટિંગથી દૂર રાખવામાં આવ્યું હતું. પાકિસ્તાનના ન્યૂઝ પેપર ધી ટ્રિબ્યૂનના જણાવ્યા પ્રમાણે, તેનું કારણ એ છે કે ભારતે હંમેશા CPECનો વિરોધ કર્યો છે અને ચીનને તે મંજૂર નથી. નેપાળ અને અફઘાનિસ્તાન પણ આ વિસ્તાર માટે નાના પરંતુ મહત્વના દેશો છે. જોકે બંને CPECનો હિસ્સો નથી. હકીકતમાં ચીન દક્ષિણ એશિયામાં પોતાની તાકાત દર્શાવવા માટે કોવિડ-19ના બહાને નાના દેશોને મદદ કરી રહ્યું છે.

ભારતની દરેક હરકત પર નજર ભારત આ મીટિંગમાં સામેલ નહતું પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયની આ મીટિંગ પર કડક નજર છે. હવે જોવાનું એ છે કે, ભારત આનો જવાબ કેવી રીતે આપે છે. જોકે પાકિસ્તાન અને ચીનનો રસ્તો પણ સરળ નથી. કારણકે સાર્કના મોટા ભાગના દેશ ભારતની સાથે છે. અફઘાનિસ્તાન પર અમેરિકાનું દબાણ છે. જોકે એ વાતની આશા ઓછી છે કે, તે ચીનની વાતમાં આવશે. નેપાળ મામલે ભારત સરકાર અત્યાર સુધી ચૂપ છે.







ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઈમરાન ખાન